Gujarat Weather Today: પાંચ દિવસમાં લઘુત્તમ પારો ઉંચકાતા ઠંડી ઘટશે, જાણો આજે ક્યાં કેટલું નોંધાયું તાપમાન

ગુજરાતમાં ત્રણેક દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જોકે હવામાન વિભાગે આગાહી કરી છેકે આગામી 5 દિવસમાં રાજ્યમાં લઘુત્તમ પારો ઉંચકાશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 04 Jan 2026 07:22 PM (IST)Updated: Sun 04 Jan 2026 07:22 PM (IST)
gujarat-weather-minimum-temp-to-dip-by-2-3-c-cold-expected-in-ahmedabad-and-other-cities-668088

Gujarat Weather: ગુજરાતમાં જાન્યુઆરી મહિનાના પ્રથમ ત્રણ દિવસ દરમિયાન ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. જોકે ગઇકાલની સરખામણીએ આજે મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રી સુધીનો વધારો થયો છે. જોકે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં આજે ઠંડી વર્તાઇ હતી. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન લઘુત્તમ પારો ઉંચો જતાં ઠંડી ઘટશે તેવી આગાહી કરી છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 26.1 અને લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે.

પાંચ દિવસમાં લઘુત્તમ પારો ઉંચકાશે

ગુજરાતમાં ત્રણેક દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જોકે હવામાન વિભાગે આગાહી કરી છેકે આગામી 5 દિવસમાં રાજ્યમાં લઘુત્તમ પારો ઉંચકાશે. પાંચ દિવસ દરમિયાન 2થી 3 ડિગ્રી લઘુત્તમ તાપમાન વધી શકે છે. ત્યારબાદ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા મળશે નહીં.

રાજ્યના કયા શહેરમાં કેટલું રહ્યું મહત્તમ તાપમાન

રાજ્યમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વિગતો જોઇએ તો રાજકોટમાં 30.8 ડિગ્રી, સુરતમાં 30.4, મહુવામાં 29.4, વેરાવળમાં 29.4, સુરેન્દ્રનગરમાં 28.5, વડોદરામાં 28.2, કેશોદમાં 28.1, પોરબંદરમાં 27.8, કંડલા પોર્ટમાં 27, ભાવનગરમાં 27, ડીસામાં 26.7, દ્વારકામાં 26.7, નલિયામાં 26.6, વલ્લભ વિદ્યાનગરમાં 26.5, ભુજમાં 26.4, અમદાવાદમાં 26.1, ગાંધીનગરમાં 26, ઓખામાં 24.9 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.

રાજ્યના કયા શહેરમાં કેટલું રહ્યું લઘુત્તમ તાપમાન

રાજ્યમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાન અંગેની વિગતો જોઇએ તો નલિયામાં 8 ડિગ્ર, રાજકોટમાં 9.5, ડીસામાં 10.8, ભુજમાં 11.2, કેશોદમાં 11.8, ગાંધીનગરમાં 12, કંડલા પોર્ટમાં 13, સુરેન્દ્રનગરમાં 13, પોરબંદરમાં 13.9, અમદાવાદમાં 14, મહુવામાં 14.1, વડોદરામાં 14.2, વલ્લભ વિદ્યાનગરમાં 14.6, ભાવનગરમાં 14.6, દ્વારકામાં 14.9, સુરતમાં 15.6, વેરાવળમાં 16.9, ઓખામાં 18.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

છેલ્લા ત્રણ દિવસમાં ક્યાં કેટલું નોંધાયું મહત્તમ તામપાન

છેલ્લા ત્રણ દિવસમાં ક્યાં કેટલું નોંધાયું લઘુત્તમ તામપાન

રાજ્યમાં ક્યાં કેટલું નોંધાયું મહત્તમ તાપમાન
શહેર2-Jan3-Jan4-Jan
અમદાવાદ27.525.426.1
ડીસા25.325.826.7
ગાંધીનગર2725.826
વલ્લભ વિદ્યાનગર26.726.726.5
વડોદરા28.827.428.2
સુરત29.429.830.4
ભુજ26.22626.4
નલિયા25.825.826.6
કંડલા પોર્ટ27.526.527
અમરેલી27.300
ભાવનગર27.927.227
દ્વારકા272626.7
ઓખા26.225.224.9
પોરબંદર27.82727.8
રાજકોટ28.728.930.8
વેરાવળ2928.629.4
સુરેન્દ્રનગર27.327.528.5
મહુવા28.829.429.6
કેશોદ27.126.528.1

રાજ્યમાં ક્યાં કેટલું નોંધાયું લઘુત્તમ તાપમાન
શહેર2-Jan3-Jan4-Jan
અમદાવાદ15.31514
ડીસા13.311.810.8
ગાંધીનગર13.512.812
વલ્લભ વિદ્યાનગર1614.814.6
વડોદરા16.81514.2
સુરત17.41615.6
ભુજ1311.411.2
નલિયા10.878
કંડલા પોર્ટ15.51313
અમરેલી13.200
ભાવનગર171414.6
દ્વારકા17.715.114.9
ઓખા19.318.218.5
પોરબંદર15.811.413.9
રાજકોટ149.49.5
વેરાવળ18.115.816.9
સુરેન્દ્રનગર14.21113
મહુવા16.113.514.1
કેશોદ13.710.311.8