Gujarat Weather, 28 December 2025: ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં જોઇએ તેવી ઠંડી અનુભવાઇ નથી. છેલ્લા બે ત્રણ દિવસથી વાતાવરણમાં થોડી શિતળતા છવાઇ છે પરંતુ જોઇએ તેવો શિયાળો હજી પણ જામ્યો નથી. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છેકે આગામી ચાર દિવસ બાદ એટલે કે જાન્યુઆરી મહિનાના પ્રારંભમાં રાજ્યમાં ઠંડીની તિવ્રતામાં વધારો થઇ શકે છે. રાત્રીનું તાપમાન એટલે કે લઘુત્તમ પારો ગગડી શકે છે. જેના પગલે ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે.
જાન્યુઆરીના પ્રારંભમાં લઘુત્તમ તાપમાન ગગડશે
હવામાન વિભાગ(imd weather update)ની આગાહી અનુસાર, આગામા ચાર દિવસ દરમિયાન રાજ્યના તાપમાન(gujarat weather)માં કોઇ મોટો ફેરફાર જોવા મળશે નહીં. એટલ કે ઠંડીનું પ્રમાણ છેલ્લા બે ત્રણ દિવસથી જેવું છે તેની આસપાસ રહી શકે છે. જોકે ત્યારબાદ તબક્કાવાર લઘુત્તમ તાપમાન(Gujarat temperature)માં 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઇ શકે છે. જેના પગલે જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં રાજ્યમાં શિયાળાનો ખરો અનુભવ થઇ શકે છે.
કયા શહેરમાં કેટલું રહ્યું મહત્તમ તાપમાન
રાજ્યના વિવિધ શહેરોના મહત્તમ તાપમાનની વાત કરીએ તો સુરતમાં 32.2 ડિગ્રી, રાજકોટમાં 31.9, વડોદરામાં 31.2, પોરબંદરમાં 30.7, વેરાવળમાં 30.7, ભુજમાં 30.6, નલિયામાં 30.6, સુરેન્દ્રનગરમાં 30.3, કેશોદમાં 29.7, દ્વારકામાં 29.4, મહુવામાં 29.4, અમદાવાદમાં 28.7, ભાવનગરમાં 28.6, કંડલા પોર્ટમાં 28.5, ડીસામાં 28.3, વલ્લભ વિદ્યાનગરમાં 28.3, ગાંધીનગરમાં 27, ઓખામાં 26.9 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
કયા શહેરમાં કેટલું રહ્યું લઘુત્તમ તાપમાન
રાજ્યના વિવિધ શહેરોનું લઘુત્તમ તાપમાન જોઇએ તો, નલિયામાં 10.4 ડિગ્રી, ડીસામાં 12.8, ગાંધીનગરમાં 12.8, ભુજમાં 14, વડોદરામાં 14.4, રાજકોટમાં 14.6, મહુવામાં 14.6, અમદાવાદમાં 14.8, વલ્લભ વિદ્યાનગરમાં 14.8, કેશોદમાં 14.9, કંડલા પોર્ટમાં 15.6, પોરબંદરમાં 16, સુરેન્દ્રનગરમાં 16, ભાવનગરમાં 16.6, દ્વારકામાં 18.8, વેરાવળમાં 18.8, સુરતમાં 19 અને ઓખામાં 21 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

