Gujarat Weather Forecast: આગામી 7 દિવસ ગુજરાતમાં ઠંડી જામશે કે વધઘટ રહેશે, જાણો હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, આજે રાજ્યના તાપમાન સામાન્ય રહી શકે છે. તેમજ આગામી સાત દિવસ રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા મળશે નહીં.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 26 Nov 2026 06:00 AM (IST)Updated: Thu, 26 Nov 2026 06:00 AM (IST)
gujarat-weather-forecast-next-7-days-temperature-and-cold-update

Gujarat Weather Forecast Today (26 November 2026) | આજનું હવામાન તાપમાન: રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર ન થવાની શક્યતાની વચ્ચે ગઇકાલે કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા નીચું રહ્યું હતું અને ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. હવામાન વિભાગ અનુસાર આજે રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે એટલે કે ઠંડીમાં વધઘટનો દોર યથાવત રહી શકે છે.

આજે ગુજરાતમાં કેવું રહેશે હવામાન | Gujarat Weather Today

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, આજે રાજ્યના તાપમાન સામાન્ય રહી શકે છે. તેમજ આગામી સાત દિવસ રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા મળશે નહીં. એટલે કે છેલ્લા બે દિવસથી રાજ્યના રાત્રીના તાપમાન અને ઠંડીમાં જે વધઘટનો દોર જોવા મળી રહ્યો છે તેવો જ માહોલ આગામી સાત દિવસ સુધી રહી શકે છે. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યભરમાં સૂકું વાતાવરણ રહેશે. ગુજરાત અને તેને અડીને આવેલા દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિલોમીટર ઉપર એક ઉપરી વાતાવરણમાં ચક્રવાત સર્ક્યુલેશન યથાવત છે. આ ઉપરાંત, મધ્ય ટ્રોપોસ્ફેરિક વેસ્ટરલીઝમાં 5.8 કિલોમીટર ઉપર ધરી ધરાવતું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ પ્રવર્તી રહ્યું છે. નીચલા સ્તરે પૂર્વોત્તરથી પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે.

ગાંધીનગર અને નલિયા સૌથી ઠંડા શહેર

ગઇકાલે 25 નવેમ્બરના રોજ ગુજરાતમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો 12 ડિગ્રી સાથે નલિયા અને ગાંધીનગર રાજ્યના સૌથી ઠંડા શહેર રહ્યા હતા. અમરેલી 15.2 ડિગ્રી, ડીસામાં 15.4, વડોદરામાં 15.4, અમદાવાદમાં 15.6, રાજકોટમાં 15.6, પોરબંદરમાં 16.1, સુરેન્દ્રનગર 16.4, ભુજમાં 16.8, કેશોદમાં 17.2, મહુવામાં 17.5, કંડલા પોર્ટમાં 17.6, ભાવનગરમાં 18.3, સુરતમાં 19.6, દ્વારકામાં 20.2, વેરાવળમાં 21.9, ઓખામાં 22.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાત્રે અને વહેલી સવારે ઠંડી અનુભવાઇ હતી.

ગુજરાતના કયા શહેરમાં કેટલું રહ્યું મહત્તમ તાપમાન

રાજ્યના મહત્તમ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 34.6 ડિગ્રી, ભુજમાં 34.2, મહુવામાં 34.2, સુરતમાં 34.2, ડીસામાં 33.6, પોરબંદરમાં 33.6, અમરેલીમાં 33.5, વડોદરામાં 33.4, વેરાવળમાં 33.4, સુરેન્દ્રનગરમાં 33.2, કેશોદમાં 33.2, નલિયામાં 33, દ્વારકામાં 33, અમદાવાદમાં 32.1, કંડલા પોર્ટમાં 31.6, ભાવનગરમાં 31.5, વલ્લભ વિદ્યાનગરમાં 31.3, ગાંધીનગરમાં 31.2, ઓખામાં 30.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદનું આજનું હવામાન | Ahmedabad Weather Today

અમદાવાદમાં આજે આકાશ સ્વચ્છ રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રીની આસપાસ રહી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.

રાજકોટનું આજનું હવામાન | Rajkot Weather Today

રાજકોટમાં આજે આકાશ ચોખ્ખું રહેશે. શહેરમાં 33 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સુધી રહી શકે છે.

સુરતનું આજનું હવામાન | Surat Weather Today

સુરતમાં સામાન્ય રીતે આકાશ સ્વચ્છ રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ જ્યારે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સુધી નોંધાઇ શકે છે.

વડોદરાનું આજનું હવામાન | Vadodara Weather Today

વડોદરામાં આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રીની આસપાસ રહી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.