Gujarat Weather Forecast: ગુજરાતમાં આજે સામાન્ય ઠંડક રહેશે, જાણો આગામી સાત દિવસ અંગે શું છે હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ અનુસાર, આગામી સાત દિવસ ગુજરાતમાં લઘુત્તમ તાપમાન સામાન્ય રહી શકે છે. એટલે કે રાત્રીના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 25 Nov 2026 06:00 AM (IST)Updated: Wed, 25 Nov 2026 06:00 AM (IST)
gujarat-weather-forecast-no-major-change-in-temperature-for-7-days

Gujarat Weather Forecast Today (25 November 2026) | આજનું હવામાન તાપમાન: ગઇકાલે રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર ન થતાં ઠંડીમાં આંશિક ઘટાડો થયો હતો. આજે પણ રાજ્યમાં ઠંડીનો ચમકારો રહેવાની શક્યતા નથી. રાત્રે અને સવારના સમયે આંશિક રીતે ઠંડી અનુભવાઇ શકે છે. હવામાન વિભાગ અનુસાર આજે અને આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય એટલે કે રાત્રીનું તાપમાન સામાન્ય કે તેનાથી ઉંચુ રહેવાની શક્યતા છે. હાલ ગુજરાત અને તેને અડીને આવેલા રાજસ્થાનના ભાગોમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે.

ગુજરાતમાં ઠંડી અંગે શું છે આગાહી | Gujarat Weather Today

હવામાન વિભાગ અનુસાર, આજે લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે. તેમજ આગામી સાત દિવસ ગુજરાતમાં લઘુત્તમ તાપમાન સામાન્ય રહી શકે છે. એટલે કે રાત્રીના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જેના પગલે હાલ જે પ્રકારની ઠંડી અનુભવાઇ રહી છે તેવી ઠંડક રહી શકે છે. દક્ષિણ ગુજરાત અને તેની આસપાસ ઉત્તર મહારાષ્ટ્રમાં ડેવલપ થયેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું પડ્યું છે. એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત અને તેની આસપાસના દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પાસે બન્યું છે. બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હવામાનમાં જોવા મળી શકે છે. હાલ રાજ્યમાં ઉત્તરપૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઇ રહ્યાં છે.

13.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર

ગઇકાલે 24 નવેમ્બરના રોજ રાજ્યમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો 13.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. આ ઉપરાંત ડીસામાં 15.7 ડિગ્રી, વડોદરામાં 16.6, ગાંધીનગરમાં 17, ભુજમાં 17.4, મહુવામાં 17.6, અમદાવાદમાં 18, સુરેન્દ્રનગરમાં 18.2, કંડલા પોર્ટમાં 18.5, રાજકોટમાં 18.6, ભાવનગરમાં 19, સુરતમાં 21.2, કેશોદમાં 21.3, દ્વારકામાં 21.8, પોરબંદરમાં 22.3, વેરાવળમાં 22.7, ઓખામાં 23.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

કયા શહેરમાં કેટલું રહ્યું મહત્તમ તાપમાન

મહત્તમ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 34.8 ડિગ્રી, પોરબંદરમાં 34.6, ભુજમાં 34.4, વેરાવળમાં 34.4, સુરતમાં 33.9, કેશોદમાં 33.8, દ્વારકામાં 33.6, નલિયામાં 33.5, સુરેન્દ્રનગરમાં 33.3, ડીસામાં 33, વડોદરામાં 32.8, કંડલા પોર્ટમાં 32.5, વલ્લભ વિદ્યાનગરમાં 32.1, ગાંધીનગરમાં 32, અમદાવાદમાં 31.5, ભાવનગરમાં 31.2 અને ઓખામાં 30.6 ડિગ્રી મહત્તમ તાપમાન ગઇકાલે 24 નવેમ્બરના રોજ નોંધાયું હતું.

અમદાવાદનું આજનું હવામાન | Ahmedabad Weather Today

અમદાવાદમાં આજે સામાન્ય રીતે આકાશ ચોખ્ખું રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આસપાસ જ્યારે લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સુધી નોંધાઇ શકે છે.

રાજકોટનું આજનું હવામાન | Rajkot Weather Today

રાજકોટમાં આજે આકાશ સ્વચ્છ રહેવાની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સુધી રહી શકે છે.

સુરતનું આજનું હવામાન | Surat Weather Today

સુરતમાં મુખ્યત્વે આકાશ ચોખ્ખું રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ જ્યારે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સુધી નોંધાઇ શકે છે.

વડોદરાનું આજનું હવામાન | Vadodara Weather Today

વડોદરામાં સામાન્ય રીતે આકાશ સ્વચ્છ રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રીની આસપાસ જ્યારે લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.