Gujarat Weather Forecast Live Updates (06 October 2026) | આજનું હવામાન વરસાદ: ગુજરાતમાં દિવસ દરમિયાન ગરમી જ્યારે રાત્રી દરમિયાન ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર, આજે 6 ઓક્ટોબર 2026ના રોજ અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં મહત્તમ તાપમાન ઉંચુ રહી શકે છે. જેના કારણે દિવસે ગરમી અનુભવાશે, જ્યારે રાત્રીના સમયે લઘુત્તમ તાપમાન નીચું રહી શકે છે. જેથી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. આગામી સાત દિવસ પણ આ જ પ્રકારનું હવામાન રહી શકે છે.
આગામી સાત દિવસ કેવું રહેશે તાપમાન
હવામાન વિભાગ અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાનમાં મોટા ભાગે કોઇ ફેરફાર થવાની શક્યતા નથી. નૈઋત્યના ચોમાસાની વિદાય રેખા હાલ સુપૌલ, રાંચી, રાયપુર, બ્રહ્મપુરી, પરભણી, બારામતી, હરનાઈ પરથી પસાર થઈ રહી છે. આગામી 2-3 દિવસ દરમિયાન મરાઠવાડા અને વિદર્ભના મોટાભાગના વિસ્તારો, મહારાષ્ટ્ર અને છત્તીસગઢના કેટલાક વધુ ભાગો તથા તેલંગાણા અને ઉત્તર આંતરિક કર્ણાટકના કેટલાક ભાગોમાંથી ચોમાસાની વધુ વિદાય માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. હાલ નીચલા સ્તરે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે.
37.6 ડિગ્રી રાજકોટમાં સૌથી વધુ ગરમી અનુભવાઈ
હવામાન વિભાગ અનુસાર, 5 ઓક્ટોબરના રોજ રાજ્યમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 37.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 37.3, અમદાવાદમાં 36.5, વડોદરામાં 36.4, અમરેલીમાં 35.9, ડીસામાં 35.8, ભાવનગરમાં 35.7, સુરતમાં 35.6, ગાંધીનગરમાં 35.4, વલ્લભ વિદ્યાનગરમાં 35.3, કંડલા પોર્ટમાં 35.3, ભુજમાં 34.4, પોરબંદરમાં 32.4, વેરાવળમાં 32.4, નલિયામાં 32.3, ઓખામાં 32.2, દ્વારકામાં 31.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
22.2 ડિગ્રી સાથે અમરેલીમાં ઠંડીનો ચમકારો
ગુજરાતના વિવિધ શહેરોના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમરેલીમાં 22.2 ડિગ્રી, કેશોદમાં 23.1, રાજકોટમાં 23.2, પોરબંદરમાં 23.3, વડોદરામાં 23.4, ડીસામાં 23.5, ગાંધીનગરમાં 23.5, નલિયામાં 24, ભુજમાં 24.2, વલ્લભ વિદ્યાનગરમાં 24.4, સુરતમાં 24.6, કંડલા પોર્ટમાં 24.6, અમદાવાદમાં 25, ભાવનગરમાં 25, ઓખામાં 25.2, વેરાવળમાં 25.5, સુરેન્દ્રનગરમાં 25.7, દ્વારકામાં 25.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
Ahmedabad Weather: અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન
અમદાવાદના આજના હવામાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં મુખ્યત્વે આકાશ ચોખ્ખું રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહી શકે છે.
Rajkot Weather: રાજકોટમાં આજે કેવું રહેશે હવામાન
રાજકોટના આજના હવામાનની વાત કરીએ તો આજે રાજકોટમાં સામાન્ય રીતે આકાશ સ્વચ્છ રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સુધી રહી શકે છે.
Surat Weather: સુરતમાં આજે કેવું રહેશે હવામાન
સુરતના આજના હવામાનની વાત કરીએ તો આજે સુરતમાં મુખ્યત્વે આકાશ ચોખ્ખું રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સુધી રહી શકે છે.
Vadodara Weather: વડોદરામાં આજે કેવું રહેશે હવામાન
વડોદરાના આજના હવામાનની વાત કરીએ તો આજે વડોદરામાં સામાન્ય રીતે આકાશ સ્વચ્છ રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સુધી રહી શકે છે.
