Gujarat Weather Forecast Today (28 November 2026) | આજનું હવામાન તાપમાન: ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં વધઘટ છેલ્લા બે-ત્રણ દિવસથી જોવા મળી રહ્યું છે. જેના પગલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઠંડીમાં વધારો-ઘટાડો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર, આજે રાજ્યના તાપમાનમાં કોઇ મોટો બદલાવ થવાની શક્યતા નથી. જોકે કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન ગઇકાલની જેમ સામાન્ય કરતા નીચું નોધાઇ શકે છે. દક્ષિણ ગુજરાત પાસે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે.
આજે કેવું રહેશે ગુજરાતનું હવામાન | Gujarat Weather Today
હવામાન વિભાગ અનુસાર, આજે રાજ્યમાં તામાનમાં કોઇ ફેરફાર જોવા નહીં મળે. આગામી સાત દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. સાત દિવસ દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. એટલે કે રાજ્યના કેટલાક ભાગોમાં હાલ જે પ્રકારે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા નીચુ અને કેટલાક ભાગોમાં સામાન્ય કરતા ઉંચુ નોંધાઇ રહ્યું છે. તેવું જ હવામાન આગામી સાત દિવસ રહેશે. એટલે કે આ સાત દિવસ દરમિયાન ક્યાંક ઠંડીનો ચમકારો હશે તો ક્યાંક ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાઇ શકે છે. દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં દરિયાની સપાટીથી 1.5 કિમી ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ ઉપરાંત, દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રથી ઉત્તર ગુજરાત સુધી એક ટ્રફ પણ સક્રિય છે. રાજ્યમાં નીચલા સ્તરે ઉત્તરપૂર્વથી પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે.
10.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર
છેલ્લા 24 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ જોવા મળ્યું છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જ્યારે બાકીના વિસ્તારોમાં તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નોંધાયો નથી. કચ્છના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતા નીચે રહ્યું છે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતા ઉપર નોંધાયું છે. ગઇકાલે 27 નવેમ્બર 2026ના રોજ રાજ્યમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો 10.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. આ ઉપરાંત અમરેલીમાં 13.4 ડિગ્રી, રાજકોટમાં 14.4, મહુવામાં 14.5, ગાંધીનગરમાં 14.7, પોરબંદરમાં 14.8, ડીસામાં 14.9, કેશોદમાં 15.6, વડોદરામાં 16.2, સુરેન્દ્રનગરમાં 16.2, અમદાવાદમાં 17, ભુજમાં 17.2, કંડલા પોર્ટમાં 17.5, ભાવનગરમાં 18.2, વલ્લભ વિદ્યાનગરમાં 18.4, દ્વારકામાં 18.7, સુરતમાં 19.1, ઓખામાં 20.6, વેરાવળમાં 20.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
કયા શહેરમાં કેટલું રહ્યું મહત્તમ તાપમાન
ગઇકાલે નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 34.3 ડિગ્રી, પોરબંદરમાં 33.6, વેરાવળમાં 33.6, સુરતમાં 33.3, વડોદરામાં 33.2, મહુવામાં 33, કેશોદમાં 33, ભુજમાં 33, અમરેલીમાં 32.9, ડીસામાં 32.9, સુરેન્દ્રનગરમાં 32.8, દ્વારકામાં 32.6, નલિયામાં 32, ભાવનગરમાં 32, અમદાવાદમાં 31.6, ગાંધીનગરમાં 31, કંડલા પોર્ટમાં 30.5, વલ્લભ વિદ્યાનગરમાં 30.5, ઓખામાં 30.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
