Gujarat Lawyers Strike: ગુજરાત સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા ગુજરાત ભાડા વિધેયક 2026 સામે સમગ્ર રાજ્યમાં વકીલોનો વિરોધ ઉગ્ર બન્યો છે. આ નવો કાયદો ભાડા સંબંધિત તમામ વિવાદોના નિકાલની સત્તા જ્યુડિશિયલ ઓથોરિટી પાસેથી છીનવીને વહીવટી અધિકારીઓને સોંપવાની જોગવાઈ કરે છે.
આ કાયદા વિરુદ્ધ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે સખત વિરોધ નોંધાવ્યો છે. હવે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોશિએશન પણ આ વિરોધ પ્રદર્શનમાં સક્રિય રીતે જોડાતાં વકીલોએ અચોક્સ મુદ્દતની હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.
ટ્રિબ્યુનલ અને રેવન્સુના કેસો પર અસર
રાજ્યભરના વકીલોની હડતાળને પગલે 5 ઓક્ટોબરથી કોર્ટ સંબંધિત કામગીરી અસરગ્રસ્ત થઈ છે. કોર્ટની કામગીરીથી સ્વેચ્છિક દૂર રહેવાને પગે જૂના કેસોમાં હાજર નહીં રહે. તેમજ નવા કેસો ફાઈલ પણ નહીં કરવામા આવે. આ હડતાળથી અર્ધન્યાયિક ઓથોરિટી, ન્યાયિક. ટ્રિબ્યુનલ અને રેવન્યુ કોર્ટમાં ચાલતા કેસો પર ગંભીર અસર પડી શકે છે.
હડતાળથી મેટ્રો કેસની કામગીરી ઠપ્પ
વકીલોની હડતાળને પગલે દૈનિક કેસોની કામગીરી પર ગંભીર અસર પડી છે. અમદાવાદની મેટ્રો કોર્ટમાં દરરોજ જુગાર, દારુબંધી, આઈપીએસ અને ચેક રિટર્ન આશરે 8 હજારથી 10 હજાર કેસો ચાલતા હોય છે. છેલ્લા ત્રણેક દિવસથી ચાલી રહેલી હડતાળને પગલે અંદાજે 30 હજારથી વધુ કેસો અટવાઈ ગયા છે. તેમજ જે કેસોમાં સાત વર્ષની જોગવાઈ છે. તેવા કેસો સેશન્સ કોર્ટમાં ન ચાલવાને લીધે પક્ષકારોને જેલમાં રહેવાની નોબત આવી છે. આ સિવાય હડતાળની અસર મનાઈ હુકમ, રિટ પિટિશન અને જામીન અરજીઓ પર પડશે.
