Professor Recruitment Gujarat: ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીમાં ભરતી નિયમોમાં મોટો સુધારો કરતો પરિપત્ર જારી કર્યો છે. જે અંતર્ગત હવેથી તમામ સરકારી યુનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસર અને પ્રોફેસરની સીધી ભરતીમાં 'અધ્યાપક સહાયક' તરીકેના 5 વર્ષના ફિક્સ પગારના સમયગાળાને અનુભવ તરીકે માન્ય રાખવામાં આવશે.
હકીકતમાં અત્યાર સુધી પ્રોફેસર સહિત ઉચ્ચ શૈક્ષણિક પદો માટે ભરતી પ્રક્રિયા દરમિયાન ફિક્સ પગાર પર આધ્યાપક સહાયક તરીકે આપવામાં આવેલી સેવાને અનુભવ તરીકે ગણતરીમાં લેવામાં નહતી આવતી. જેના પરિણામે અનેક લાયકાત ધરાવતા ઉમેદવારોને અન્યાય થતો હતો. જો કે નવા નિયમ પ્રમાણે, હવેથી 5 વર્ષ સુધીનો ફિક્સ પગારનો શૈક્ષણિક અનુભવ પણ માન્ય ગણવામાં આવશે.
આ પણ વાંચો
અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગે આપવામાં આવેલા અભિપ્રાયના આધારે એવા જ માપદંડો રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીમાં અમલ કરવામાં આવશે. શિક્ષણ વિભાગના આદેશ અનુસાર, પ્રોફેસરોની ભરતી પ્રક્રિયામાં રહેલી વિસંગતતા દૂર કરીને પારદર્શિતા અને સમાનતા જાળવવા માટે ખાસ પગલા લેવામાં આવશે.
કઈ-કઈ યુનિવર્સિટીને નવા નિયમ લાગુ પડશે
ગુજરાતની તમામ 14 મુખ્ય સરકારી યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયા માટે એક સરખા નિયમો લાગૂ કરવામાં આવશે. જેમાં ગુજરાત યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, એમ.એસ. યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટી, બાબા સાહેબ આંબેડકર ઑપન યુનિવર્સિટી સહિત તમામ સરકારી યુનિવર્સિટીઓમાં તાત્કાલિક અમલમાં આવશે.
