8th Pay Commission: નવા પગાર પંચમાં ભથ્થા તો ભૂલી જ જજો, આવા કર્મચારીઓની સેલેરીમાં એક રૂપિયો પણ નહીં વધે!

કેન્દ્ર સરકારના 50 લાખથી વધુ કર્મચારીઓ અને 69 લાખ જેટલા પેન્શનર્સ મળીને કુલ 1.19 કરોડ જેટલા લોકો ફિટમેન્ટ ફેક્ટરમાં કેટલો ફેરફાર કરવામાં આવે છે, તેની પર નજર રાખી રહ્યા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 20 Feb 2026 04:10 PM (IST)Updated: Fri, 20 Feb 2026 05:53 PM (IST)
8th-pay-commission-who-will-not-get-the-salary-hike-benefits
HIGHLIGHTS
  • સરકારની જાહેરાત બાદ નવું પગાર પંચ 2016ના જૂના પગાર પંચની જગ્યા લેશે

8th Pay Commission: હાલના દિવસોમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સમાં 8માં પગાર પંચને લઈને સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. પગાર વધારો, ફિટમેન્ટ ફેક્ટરમાં ફેરફાર અને પેન્શન સંશોધનને લઈને તેઓ આશાની મીટ માંડીને બેઠા છે. જો કે સરકાર તરફથી હજુ સુધી તેને લઈને કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ અટકળોનું બજાર ગરમ જોવા મળી રહ્યું છે.

જો 8મું પગાર પંચ લાગુ થશે, તો તે 2016ના 7માં પગાર પંચની જગ્યા લેશે. જો કે એક મોટો સવાલ એ પણ છે કે, શું તેનો ફાયદો સૌ કોઈને મળશે? વર્તમાન નિયમોમાં વિશ્લેષણની સ્પષ્ટ છે કે, કેટલીક કેટેગરીના કર્મચારીઓને પગાર પંચના લાભથી વંચિત રાખવામાં આવી શકે છે.

આવા કર્મચારીઓને 8માં પગાર પંચનો લાભ નહીં મળે
પગાર પંચની ભલામણો એક ચોક્કસ મર્યાદામાં રહીને કામ કરતી હોય છે. જેના કારણે કેટલીક કેટેગરીના કર્મચારીઓને તેનો સીધો લાભ મળવાની શક્યતા નહીવત થઈ જાય છે.

ખાનગી સેક્ટરઃ પગાર પંચની ભલામણો સંપૂર્ણ રીતે સરકારી કર્મચારીઓ માટે જ હોય છે. જ્યારે પ્રાઈવેટ સેક્ટરની કંપનીઓ પોતાના આંતરિક નિયમો અને પર્ફોમન્સના આધારે પગાર નક્કી કરે છે.

હંગામી અર્થાક કોન્ટ્રાક્ટ કર્મચારીઃ જે કર્મચારીઓ સેન્ટ્રલ સર્વિસ અધિનિયમ હેઠળ ના આવતા હોય એટલે કે કોન્ટ્રાક્ટ પર હોય, તેઓને પણ પગાર પંચનો લાભ નહીં મળી શકે.

રાજ્ય સરકારના કર્મચારીઃ સ્ટેટ ગવર્મેન્ટના કર્મચારીઓને પણ 8માં પગાર પંચનો સીધો લાભ નથી મળતો. જો કે સ્ટેટ ગવર્મેન્ટના કર્મચારીઓને પગાર પંચનો ફાયદો ત્યારે જ મળે, જ્યારે સબંધિત રાજ્ય સરકાર આ ભલામણોને પોતાના સ્ટેટમાં લાગૂ કરવાનો નિર્ણય લે.

પબ્લિક સેક્ટર યુનિટઃ પબ્લિક સેક્ટર યુનિટ અને સહકારી સંસ્થાઓનું પોતાનું આગવું પગાર માળકું હોય છે. જ્યાં સુધી આવા એકમો સત્તાવાર રીતે સેન્ટ્રલ રુલ્સને અપનાવવાની જાહેરાત ના કરે, ત્યાં સુધી તેમને પણ પગાર પંચનો લાભ નથી મળતો.

1.19 કરોડ કર્મચારીઓના ભવિષ્યનો પ્રશ્ન (8th Pay Commission)

કેન્દ્ર સરકારના 50 લાખથી વધુ કર્મચારીઓ અને 69 લાખ જેટલા પેન્શનર્સ મળીને કુલ 1.19 કરોડ જેટલા લોકોના ભવિષ્યનો સવાલ છે. એક્સપર્ટનું માનવું છે કે, જો 8મું પગાર પંચ લાગુ થાય છે, તો સૌથી મોટો ફેરફાર ફિટમેન્ટ ફેક્ટરમાં જોવા મળી શકે છે.

7માં પગાર પંચ દરમિયાન ફિટમેન્ટ ફેક્ટર 2.57 ગણો રાખવામાં આવ્યો હતો. જેને વધારીને 3.68 કરવાની માંગ ઉઠી રહી છે. જો આમ થશે તો, બેઝીક સેલેરીમાં જબરદસ્ત ઉછાળો જોવા મળશે.

જણાવી દઈએ કે, હજુ સુધી સરકાર દ્વારા કોી સત્તાવાર નોટિફિકેશન જારી નથી કરવામાં આવ્યું. એવામાં કર્મચારીઓને સલાહ આપવામાં આવી રહી છે કે, તેઓ સોશિયલ મીડિયામાં વહેતી થઈ રહેલી અફવાઓ પર ધ્યાન આપવાની જગ્યાએ માત્રને માત્ર સરકાર દ્વારા જારી કરવામાં આવતી સૂચના પર જ વિશ્વાસ કરે.