કર્મચારીઓને દિવાળી પર મળશે મોંઘવારી ભથ્થુ-DA? સામે આવ્યું લેટેસ્ટ અપડેટ

Dearness Allowance Hike 2026:સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને જુલાઈ 2026થી લાગુ થનારું મોંઘવારી ભથ્થુ (DA) અને મોંઘવારી રાહત(DR)માં વધારો થાય તેની રાહ જોઈ રહ્યા છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 15 Oct 2026 04:09 PM (IST)Updated: Thu, 15 Oct 2026 04:09 PM (IST)
employees-dearness-allowance-to-increase-during-diwali-festival-latest-update-emerges

Dearness Allowance Hike 2026:સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને જુલાઈ 2026થી લાગુ થનારું મોંઘવારી ભથ્થુ (DA) અને મોંઘવારી રાહત(DR)માં વધારો થાય તેની રાહ જોઈ રહ્યા છે. એવી આશા હતી કે 14 ઓક્ટોબર 2026ના રોજ યોજાયેલ કેબિનેટની બેઠકમાં સરકાર DAમાં વધારો કરવા અંગે જાહેરાત કરી શકે છે, જોકે બેઠકમાં આ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આ સંજોગોમાં હવે કર્મચારીઓની નજર સરકારના આગામી નિર્ણય ટકેલી છે. તહેવારોની સિઝનને જોતા કર્મચારીઓને આશા છે કે સરકાર દિવાળી અગાઉ DA વધારો કરવાની જાહેરાત કરી શકે છે.

જોકે, અત્યાર સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. કેબિનેટે આ બેઠકમાં યોગ્યતા ધરાવતા રેલવે કર્મચારીઓને 78 દિવસનું પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ આપવા અને નેશનલ સોશિયલ આસિસ્ટેન્સ પ્રોગ્રામ(NSAP) આગામી પાંચ વર્ષ સુધી યથાવત રાખવા મંજૂરી આપી છે. આ સંજોગોમાં પ્રશ્ન એ છે કે કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી પહેલા DA વધારવાને લગતી ભેટ મળશે અને મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થઈ શકે છે? 

છેવટે શા માટે વિલંબ થઈ રહ્યો છે

કેન્દ્ર સરકાર સામાન્ય રીતે પાંચ વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થામાં ફેરફાર કરે છે. પ્રથમ ફેરફાર જાન્યુઆરી અને બીજો ફેરફાર જુલાઈ મહિનામાં લાગુ કરે છે. જાન્યુઆરીના DAને લગતી જાહેરાત સામાન્ય રીતે માર્ચ અથવા એપ્રિલમાં થાય છે. જ્યારે જુલાઈના DAની જાહેરાત સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં કરવામાં આવે છે. અગાઉ સરકારે DA ને 58 ટકાથી વધારી 60 ટકા કરવામાં આવેલ. આ વધારો 1લી જાન્યુઆરી 2026થી લાગુ થવાનો હતો. આ સંબંધમાં સરકારે 22 એપ્રિલ 2026ના રોજ સત્તાવાર આદેશ જાહેર કર્યો હતો. હવે જુલાઈ 2026થી લાગુ થનારા DAના નવા દરની જાહેરાત કરવાની બાકી છે. જ્યા સુધી સરકાર સત્તાવાર આદેશ ઈશ્યુ ન કરે ત્યા સુધી નવા દરની પુષ્ટ માનવામાં આવશે નહીં.

DA કેવી રીતે નક્કી થાય છે

મોંઘવારી ભથ્થા(DA)માં વધારો કરવાનો નિર્ણય મોંઘવારીના આંકડાના આધાર પર કરવામાં આવે છે. આ માટે ઔદ્યોગિક શ્રમિકોના AICPI-IWને ધ્યાનમાં રાખવામાં આવે છે. ઓગસ્ટ 2026માં આ સૂચકાંક 1.2 પોઇન્ટ વધીને 154.40 પર પહોંચી ગયો હતો. જ્યારે વાર્ષિક મોંઘવારીનો દર ઓગસ્ટ 2025ના 3.16 ટકાની તુલનામાં વધી 4.96 ટકા થઈ ગયો હતો. આ આંકડાથી બજારમાં મોંઘવારીની સ્થિતિ અંગે જાણ થઈ છે. જોકે ફક્ત તેના આધાર પર DAને લગતો નવો નદર નક્કી કરી શકાય નહીં. અંતિમ નિર્ણય તો સરકારની સત્તાવાર જાહેરાત બાદ જ સ્પષ્ટ થશે.

અત્યારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને જુલાઈ 2026ના રોજ DA અને DRમાં વધારો કરવા માટે થોડી રાહ જોવી પડશે. સરકાર તરફથી અત્યારે નવા દર, એરિયર અને ચુકવણીની તારીખને લઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. કર્મચારીઓ માટે સૌથી જરૂરી બાબત એ છે કે DA વધારવાની અપેક્ષા જરૂરી છે, જોકે નવા દર અને અરિયરને લઈ કોઈ પણ પરિણામો પર પહોંચતા પહેલા સરકારના અધિકારીક આદેશને લઈ રાહ જોવી જોઈએ.