Ahmedabad Metro New Timing: વૈશ્વિક સંકટની સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને ઈંધણની બચત કરવા અને જાહેર પરિવહન સેવાનો મહત્તમ ઉપયોગ કરવાની અપીલ કરી છે.
જેના પગલે ગુજરાત સરકાર પણ સરકારી ખર્ચમાં કરકસર કરવા પગલાં લઈ રહી છે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં અમદાવાદ મેટ્રો ટ્રેન સેવાનો સમય રાતે 11 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
18 મે, સોમવારથી મેટ્રોના નવા ટાઈમ ટેબલનો અમલ થશે
પૂર્વ-પશ્ચિમ કોરિડોર (વસ્ત્રાલગામ થી થલતેજ ગામ): વસ્ત્રાલગામ અને થલતેજ ગામ બંને છેડાથી અત્યાર સુધી છેલ્લી ટ્રેન રાત્રે 10:00 વાગ્યે ઉપડતી હતી, જે હવે રાત્રે 11:00 વાગ્યે ઉપડશે. મુસાફરોની સુવિધા ખાતર રાતે 10:20, 10:40 અને 11:00 કલાકે દર 20 મિનિટના અંતરે વધારાની 3 સર્વિસ બંને તરફ દોડાવવામાં આવશે
ઉત્તર-દક્ષિણ કોરિડોર (APMCથી કોટેશ્વર અને ગાંધીનગર):
APMCથી કોટેશ્વર: છેલ્લી ટ્રેનનો સમય રાત્રે 10:10થી વધારીને 11:10 કરવામાં આવ્યો છે. જેમાં 10:30, 10:50 અને 11:10 કલાકે વધારાની 3 ટ્રિપ્સ મળશે
કોટેશ્વરથી APMC: છેલ્લી ટ્રેન રાત્રે 11:00 વાગ્યે ઉપડશે, જેમાં 10:20, 10:40 અને 11:00 કલાકે વધારાની સેવાઓ ઉપલબ્ધ રહેશે
ગાંધીનગર કનેક્ટિવિટી: કોટેશ્વરથી મહાત્મા મંદિર જતી છેલ્લી ટ્રેન હવે રાત્રે 09:20 કલાકે ઉપડશે. આવી જ રીતે મહાત્મા મંદિરથી છેલ્લી ટ્રેન રાત્રે 9:00 કલાકે ઉપડી કોટેશ્વર થઈને APMC સુધી જશે
અમદાવાદ મેટ્રોએ સલામત, વિશ્વસનીય અને આરામદાયક હોવાની સાથે ગ્રીન પરિવહન છે. આથી લોકો તેનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. મુસાફરો વિગતવાર સમયપત્રક માટે ગુજરાત મેટ્રોની સત્તાવાર વેબસાઇટની (https://www.gujaratmetrorail.com/) મુલાકાત લઈ શકે છે
