Gujarat SIR Voter List 2026: ડ્રાફ્ટ મતદાર યાદીમાં ઘરે બેઠા આ રીતે બે મિનિટમાં શોધો તમારું નામ, જાણી લો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

ગુજરાતમાં 18 લાખથી વધુ મૃત મતદારો સહિત કુલ 73.73 લાખ મતદારોના નામ ડ્રાફ્ટ યાદીમાંથી બાકાત કરવામાં આવ્યા છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 19 Dec 2025 11:26 PM (IST)Updated: Fri 19 Dec 2025 11:26 PM (IST)
find-your-name-in-the-draft-gujarat-sir-voter-list-2026-sitting-at-home-in-two-minutes-658572
HIGHLIGHTS
  • ડ્રાફ્ટ મતદાર યાદીમાં 4.34 કરોડ મતદારો નોંધાયા છે

Gujarat SIR Voter List 2026: ગત 27 ઓક્ટોબરથી ગુજરાતભરમાં મતદાર યાદીની સુધારણા ઝૂંબેશ (SIR)ની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સતત દોઢ મહિના સુધીની સઘન કામગીરીના અંતે આજે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી દેવામાં આવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પર મતદાર યાદીની ખરાઈ કરીને અપડેટ કરવાનો છે.

આગામી 7 જાન્યુઆરીના રોજ જાહેર થનારી અંતિમ મતદાર યાદી પહેલા નાગરિકો પોતાનું નામ સહિતની વિગતો તપાસી શકે છે. ખાસ વાત એ છે કે, મતદાર બનવા માટેની લાયક તારીખ 1 જાન્યુઆરી, 2026 રાખવામાં આવી છે. આ તારીખ સુધીમાં 18 વર્ષ પૂરા કરનાર નાગરિકોને જ મતદાર યાદીમાં સામેલ કરવામાં આવશે.

ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાં 4.34 કરોડ મતદારો નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં 18 લાખથી વધુ મૃત મતદારો સહિત કુલ 73.73 લાખ મતદારોના નામ ડ્રાફ્ટ યાદીમાંથી બાકાત કરવામાં આવ્યા છે.

હવે આગામી 18 જાન્યુઆરી, 2026 સુધીમાં જે કોઈ મતદારો પોતાના નામ મતદાર યાદીમાં ઉમેરવા માંગતા હોય કે પોતાનું નામ કમી થવા સબંધિત વાંધો રજૂ કરવા માંગતા હોય, તેઓ રજૂઆત કરી શકે છે. જે બાદ 10 ફેબ્રુઆરી સુધીમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા મતદારો દ્વારા રજૂ કરવામાં આવેલા વાંધાઓની સત્યતા ચકાસીને તેના નિકાલ સહિતની કામગીરી કરવામાં આવશે.

એવામાં ઘણાં લોકોના મનમાં એક પ્રશ્ન અચૂક થઈ રહ્યો છે કે, મુસદ્દા મતદાર યાદીમાં મારું નામ કેવી રીતે શોધવુ? જો મારું નામ ખોટું છપાયું હોય કે કમી થઈ ગયું હોય તો શું કરવું? તો તમારા પ્રશ્નના A ટૂ Z જવાબો અહીં વિગતવાર જણાવવામાં આવ્યા છે.

ડ્રાફ્ટ મતદાર યાદીમાં તમારું નામ કેવી રીતે શોધવું? (Gujarat SIR Voter List 2026)

આ માટે બે પદ્ધતિ છે. જેમાં પહેલી રીતઃ ECI પોર્ટલ પર વિઝિટ કરીને તમે તમારું નામ મતદાર યાદીમાં શોધી શકો છો.

આ માટે તમારે સૌ પ્રથમ ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ electoralsearch.eci.gov.in અથવા https://voters.eci.gov.in પર જવું પડશે. જ્યાં તમે તમારો EPIC નંબર, મોબાઈલ OTP, નામ, પિતાનું નામ, જન્મ તારીખ, જિલ્લો અને વિધાનસભા વિસ્તાર સર્ચ કરીને તમારું નામ મતદાર યાદીમાં શોધી શકો છો.

બીજી રીત: CEO ગુજરાત વેબસાઈટ
આ માટે તમારે ceo.gujarat.gov.in વેબસાઈટ પર જવું પડશે. જ્યાં તમારો જિલ્લો અને વિધાનસભા વિસ્તાર સિલેક્ટ કરો. જે બાદ નામ અથવા EPIC નંબરનો ઉપયોગ કરીને સર્ચ કરો. જો તમે ઈચ્છો છો બૂથ વાઈઝ PDF ડાઉનલોડ કરીને ઑફલાઈન પણ તમારું નામ ચકાસી શકો છો. આ માટે ceo.gujarat.gov.in અથવા voters.eci.gov.in વેબસાઈટ પર જઈને લિસ્ટ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ જિલ્લો સિલેક્ટ કરો. જે બાદ વિધાનસભા વિસ્તાર અને પોલિંગ સ્ટેશન સિલેક્ટ કરવાથી લિસ્ટ સામે આવી જશે.

મતદાર યાદીમાંથી નામ કમી થયું હોય કે ખોટું છપાયું હોય તો શું કરવું?

આવી સમસ્યા માટે ચૂંટણી પંચ દ્વારા અલગ-અલગ ફોર્મ જારી કરવામાં આવ્યા છે. જેમાં

  • Form 6: મતદાર યાદીમાં નવું નામ ઉમેરવા માટે
  • Form 7: મતદાર યાદીમાંથી કોઈ નામ કમી કરાવવું હોય કે વાંધો હોય તો
  • Form 8: મતદાર યાદીમાં નામ, સરનામું, ઉંમર સહિત અન્ય વિગતોમાં સુધારા કરવા હોય તો

આ તમામ ફોર્મ voters.eci.gov.in ઑનલાઈન અથવા તો BLO પાસેથી મેળવીને 18 જાન્યુઆરી સુધીમાં જમા કરાવવાના રહેશે.