Ram Mandir Pran Pratishtha Invitation: આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે. જેને લઇને આજથી અયોધ્યામાં અનુષ્ઠાન સહિતની ધાર્મિક વિધિનો પ્રારંભ થઇ રહ્યો છે. દેશભરમાં રામ મંદિરમાં આ ઐતિહાસિક પળના સાક્ષી બનવા અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યાં છે. આજથી 22 વર્ષ પહેલા થયેલા ગોધરાકાંડના પીડિત પરિવારને આમંત્રણ આપવામાં આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ, ગુજરાત દ્વારા અત્યારસુધીમાં 19 પરિવારને આમંત્રણ આપવામાં આવ્યું છે.
વિશ્વ હિન્દુ પરિષદ ( વીએચપી ) ના ગુજરાત એકમે પણ ગોધરાકાંડમાં જીવ ગુમાવનારા કારસેવકોના નજીકના સંબંધીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે . વિહિપ ગુજરાતના જનરલ સેક્રેટરી અશોક રાવલે જણાવ્યું હતું કે સાધુ-સંતો, સમાજના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ અને કારસેવામાં સામેલ રહેલા પરિવારોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આમંત્રણ મકરસંક્રાંતિ સુધીમાં આપી દેવાનું હતું પરંતુ 20 જાન્યુઆરી સુધીમાં સવા કરોડ લોકોને અક્ષત આમંત્રણ, રામ મંદિર અને ભગવાન શ્રી રામના ચિત્રો પહોંચાડવામાં આવશે.
19 પરિવારોનો સંપર્ક કરી આમંત્રણ આપવામાં આવ્યું
અશોક રાવલે માહિતી આપી છેકે, 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા સ્ટેશન ખાતે ટ્રેન સળગાવવાની ઘટનમાં 59 કારસેવકોએ જીવ ગુમાવ્યો હતો. જેમાંથી 39 પરિવારોની ઓળખ કરવામાં આવી છે અને અત્યારસુધીમાં 19 પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો છે, તેમજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો
વિહિપના પ્રવક્તા હિતેન્દ્ર સિંહ રાજપૂતે કહ્યું કે અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત , પ્રેરણા તીર્થ ધામ પિરાનાના ટ્રસ્ટી , સુરત સ્થિત ઉદ્યોગ સાહસિકો , સામાજિક કાર્યકર્તાઓ અને વરિષ્ઠ પત્રકારોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે .
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.