Ayodhya Ram Mandir Invitation: સચિન અને વિરાટ બાદ એમએસ ધોનીને મળ્યું રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું નિમંત્રણ

વર્લ્ડકપ વિજેતા કેપ્ટન ધોની ઉપરાંત મહાન બેટ્સમેન સચિન તેંડુલકર, સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને પૂર્વ દિગ્ગજ સ્પિનર હરભજન સિંહને પણ આમંત્રણ આપવામાં આવ્યા છે.

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Mon 15 Jan 2024 07:54 PM (IST)Updated: Mon 15 Jan 2024 07:54 PM (IST)
after-sachin-and-virat-ms-dhoni-gets-ram-mandir-pran-pratistha-invitation-267187

Ayodhya Ram Mandir Invitation: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ થશે, જેના માટે લોકોને આમંત્રણ આપવામાં આવી રહ્યાં છે. પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીને પણ પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં સામેલ થવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું છે. વર્લ્ડકપ વિજેતા કેપ્ટન ધોની ઉપરાંત મહાન બેટ્સમેન સચિન તેંડુલકર, સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને પૂર્વ દિગ્ગજ સ્પિનર હરભજન સિંહને પણ આમંત્રણ આપવામાં આવ્યા છે. સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત હજારોની સંખ્યામાં જાણીતી હસ્તિઓ સામેલ થશે.

ધોનીને પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં સામેલ થવાનું આમંત્રણ સોમવારે રાંચીમાં તેમના ઘરે આપવામાં આવ્યું. ધોનીને આમંત્રણ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સહ પ્રાંત સચિવ ધનંજય સિંહે આપ્યું. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીને ઔપચારિક રીતે આમંત્રિત કરવામાં તો તે સમયે ભાજપના પ્રદેશ સંગઠન મહાસચિવ કર્મવીર સિંહ પણ હાજર હતા. જો કે હજુ સુધી તે સ્પષ્ટ થયું નથી કે ધોની, સચિન, વિરાટ અને હરભજન સમારંભમાં જશે કે નહીં.

ધોની હાલમાં જ દુબઈમાં પોતાના પરિવાર અને મિત્રોની સાથે નવા વર્ષની ઉજવણી કરી રાંચી પરત ફર્યો છે. તે રાંચીના ઝારખંડ રાજ્ય ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં IPL 2024 સીઝન માટે ટ્રેનિંગ શરુ કરી ચુક્યો છે. ધોનીની આગેવાનીમાં CSKએ IPL 2023ની ટ્રોફી પોતાના નામે કરી હતી. ગત સીઝન સમાપ્ત થયા બાદ ધોનીએ ઘુંટણની સર્જરી કરાવી હતી. તે IPLની 17મી સીઝનમાં પણ રમતો જોવા મળે. ધોનીએ વર્ષ 2020માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. તે ત્યારથી જ માત્ર IPL જ રમી રહ્યો છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.