Operation Sindoor: પહેલગામ હુમલા બાદ ગયા વર્ષે ભારતે પાકિસ્તાન સામે કાર્યવાહી કરવા ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું. આ દરમિયાન ચીન પાકિસ્તાનની મદદ કરી રહ્યું હોવાનો ખુલાસો થયો છે. એક રિપોર્ટમાં એ સામે આવ્યું છે કે, ઓપરેશન સિંદૂર દરમિયાન ચીન ગુજરાતના સૈન્ય અડ્ડા પર 3 સેટેલાઈટ દ્વારા નજર રાખી રહ્યું હતું. બેંગ્લુરુમાં આવેલી સ્પેસ સર્વિલન્સ કંપની Digantara ના રિપોર્ટ પ્રમાણે આ સેટેલાઈટ ગુજરાતના ભુજ, જામનગર અને નલિયાના વિસ્તારો પર નજર રાખી રહ્યું હતું.
ચીન ભારતના સૈન્ય અડ્ડાઓ અને બંદરો પર નજર રાખી રહ્યું હતું
આ પણ વાંચો
પાકિસ્તાનની મદદ કરવા માટે ચીન ભારતના સૈન્ય અડ્ડાઓ, બંદરો અને ઉર્જા સ્થાનો પર નજર રાખી રહ્યું હતું. તમને જણાવી દઈએ કે, ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પાકિસ્તાનના અનેક આતંકી ઠેકાણાને નિશાન બનાવ્યા હતા.
પહેલગામ હુમલા બાદ શરુ કરવામાં આવ્યું હતું ઓપરેશન સિંદૂર
જણાવી દઈએ કે, 22 એપ્રીલ 2025 ના રોજ પહેલગામમાં આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો આતંકી સંગઠન TRF એ કર્યો હતો. જેમાં 26 લોકોના મોત થયા હતા. જેના જવાબમાં ભારતે 7 મે 2025 ના રોજ ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું. તે દરમિયાન ચીને તેના સેટેલાઈટ યાઓગાન 3 01G એ પોતાની કક્ષા બદલી નાખી હતી અને ગુજરાતના સૈન્ય અડ્ડાઓ પર નજર રાખવા લાગ્યું હતું આ નવા રિપોર્ટમાં સામે આવ્યું છે કે, નિગ્શિયા-14, ગાઓફેન-11 અને યાઓગન- 30 નામના આ ઉપગ્ર 10 અને 11 મે ના રોજ ગુજરાતના કેટલાક સ્થળો પર નજર રાખી રહ્યા હતા
ચોંકવનારી વાત એ સામે આવી છે કે, ચીનના આ સેટેલાઈટની રેન્જમાં જામનગરમાં આવેલી રિલાયન્સની રિફાઈનરી, સૈન્ય અડ્ડાઓ અને બંદરો હતા. તમને જણાવી દઈએ કે કચ્છના ભુજ અને નલિયામાં ભારતના મહત્વપૂર્ણ સૈન્ય ઠેકાણા આવેલા છે.
સુરક્ષા અધિકારીઓએ આપી ચેતવણી
ચીનની આ ચાલ કેટલી ગંભીર છે અને તે કેટલું નુકસાન કરી શકે છે તે અંગે સુરક્ષા નિષ્ણાતોએ ચેતવણી આપી છે. MP-IDSA ના ડેપ્યૂટી મહાનિર્દેશક અજય લેલેએ જણાવ્યું કે, સૈન્યની અવરજવર પર નજર રાખવા માટે એક સારી સેટેલાઈટ ઈમેજ જ પુરતી છે. જોકે, હજુ આ રિપોર્ટમાં એ વાતનો ખુલાસો કરવામાં આવ્યો નથી કે જે તસવીરો ચીને લીધી હતી તે સીધી પાકિસ્તાનને મોકલી હતી કે નહીં.
