Vande Bharat Train Stone Pelting: ગુજરાતમાં હાઈ-સ્પીડ અને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર વધતી પથ્થરમારાની ઘટનાઓએ રેલ્વે તંત્ર અને મુસાફરોની ચિંતામાં ઘણો વધારો કર્યો છે. છેલ્લા 3 વર્ષમાં કુલ 9 ઘટનાઓમાં ટ્રેનના કાચ તૂટવા અને મુસાફરોને ઈજાઓ પહોંચવાના બનાવો બન્યા છે. જેના લીધે ટ્રેનની સાથે યાત્રિકોની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થયા છે. જ્યારે દેશભરમાં કુલ 7,971 ઘટનાઓ છેલ્લા 3 વર્ષમાં ઘટી ચૂકી છે.
ટ્રેન પર પથ્થરમારો કરવાનું કારણ?
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારા પાછળના કારણો પણ સામે આવ્યા છે. મોટાભાગના કિસ્સાઓમાં મજૂરો અને સગીરો દ્વારા માત્ર મસ્તી કે રમત-ગમતમાં દોડતી ટ્રેન પર પથ્થર મારો કર્યાનું સામે આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, એક ઘટનામાં તો રેલ્વે કર્મચારીએ જ પોતાના પારિવારિક વિવાદનો ગુસ્સો ટ્રેન પર પથ્થર ફેંકીને ઠાલવ્યો હતો. આવા કિસ્સાઓમાં સગીરોથી લઈને પુખ્તવયના આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે.
દેશમાં છેલ્લા ત્રણ વર્ષના આંકડા
રેલવે મંત્રાલયના આંકડાની વાત કરીએ તો., ભારતમાં છેલ્લા લગભગ 2023 થી ફેબ્રુઆરી 2025 સુધીના ત્રણ વર્ષના ગાળામાં વંદે ભારત સહિતની ટ્રેનો પર પથ્થરમારાની કુલ 7,971 ઘટનાઓ સામે આવ્યા છે. આ આંકડાઓ સંસદમાં રજૂ કરવામાં આવ્યા હતા.
રાજ્યમાં વંદે ભારત પર પથ્થરમારાની મુખ્ય ઘટનાઓનો સમયક્રમ
| તારીખ / સમયગાળો | સ્થળ / રૂટ | સંબંધિત ટ્રેન અને વિગત |
| 7 ડિસેમ્બર 2023 | રાજકોટ નજીક બિલેશ્વર વિસ્તાર | અમદાવાદ-જામનગર વંદે ભારત પર પથ્થરમારો |
| જૂન 2025 | સાબરમતી બ્રિજ નજીક | ગાંધીનગર-મુંબઈ વંદે ભારત નિશાના પર |
| 27 જાન્યુઆરી 2026 | ઉદવાડા – વાપી વચ્ચે | વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થર ફેંકાયા |
| 26 ફેબ્રુઆરી 2026 | સુરત (ભેસ્તાન નજીક) | C16 કોચની બારીનો કાચ તૂટ્યો |
| 25 ઓગસ્ટ 2026 | સુરત (ઉત્રાણ વિસ્તાર) | મુંબઈ-અમદાવાદ વંદે ભારત પર હુમલો |
| 19 ઓક્ટોબર 2026 | ઉત્રાણ – સુરત વચ્ચે | ઉદયપુર-સુરત વંદે ભારતને નિશાન બનાવાઈ |
| 8 નવેમ્બર 2026 | અમરેલી (ખીજડિયા – ચિતલ વચ્ચે) | સાબરમતી-વેરાવળ વંદે ભારત પર પથ્થરમારો |
| 17 નવેમ્બર 2026 | સુરત (સચિન – ભેસ્તાન વચ્ચે) | ગાંધીનગર-મુંબઈ વંદે ભારત પર પથ્થર ફેંકાયા |
| 21 નવેમ્બર 2026 | અમદાવાદ (ધોળકા – બાવળા વચ્ચે) | વેરાવળ-સાબરમતી વંદે ભારત પર પથ્થરમારો |
