Bullet Train Timeline: 2027માં સુરત-વાપી વચ્ચે 280 કિમીની ઝડપે દોડશે દેશની પ્રથમ બુલેટ ટ્રેન: રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે ટાઇમટેબલ જાહેર કર્યું

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેમાં સુરત-બિલીમોરા સેક્શનમાં વીજ પુરવઠો શરૂ થયો છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે દેશની પ્રથમ બુલેટ ટ્રેન 2027ના અંત સુધીમાં શરૂ થશે અને સુરત-વાપી સેક્શન પ્રથમ કાર્યરત થશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 21 Nov 2026 07:35 PM (IST)Updated: Sat, 21 Nov 2026 07:35 PM (IST)
bullet-train-timeline-surat-vapi-stretch-to-operationalize-in-2027-at-280-kmph-civil-work-complete-at-8-stations

Mumbai Ahmedabad Bullet Train Timeline: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. આજે સુરતથી બિલીમોરા સેક્શનમાં એલિવેટેડ એલાઈનમેન્ટ પર અપ અને ડાઉન બન્ને લાઈનો પર વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવતા બુલેટ ટ્રેનના ટ્રાયલની ઘડીઓ ગણાવા લાગી છે. એવામાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે 2027ના છેલ્લા ક્વાર્ટરમાં દેશની પ્રથમ બુલેટ ટ્રેન શરૂ થઈ જશે તેમ જણાવ્યું છે. 

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિ વિશે વિગતવાર માહિતી આપી છે. જેમાં જણાવ્યા પ્રમાણે, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના હાઈ સ્પીડ કોરિડોર તબક્કાવાર તૈયાર થઈ રહ્યો છે. જે પૈકી સુરતથી વાપી સુધીનું પ્રથમ સેક્શન 2027 સુધીમાં શરૂ થઈ જશે.

બુલેટ ટ્રેનના કામકાજની વિગતો આપતા રેલવે મંત્રીએ જણાવ્યું કે, સપ્ટેમ્બર સુધીમાં 456 થાંભલાઓનું કામ તેમજ 371 કિલીના પુલનું નિર્માણ થઈ ચૂક્યું છે. આ ઉપરાંત 299 કિમી રૂટ પર અવાજ પ્રતિરોધક 6 લાખ જેટલા નોઈઝ બેરિયર પણ લગાવી દેવામાં આવ્યા છે.

206 કિલોમીટરના પુલ પર 9300 ઑવરહેડ ઈક્વિપમેન્ટ વીજળીના થાંભલા પણ લગાવી દેવામાં આવ્યા છે. આ સાથે જ 4 પહાડી ટનલનું ખોદકામ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે. જે પૈકી મહારાષ્ટ્રમાં 21 કિલોમીટર લાંબી ટનલના 5 કિમી ભાગનું ખોદકામ માઉન્ટેન ટનલિંગ થકી કરવામાં આવ્યું છે.

બુલેટ ટ્રેનના 8 સ્ટેશનો બનીને તૈયાર

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના 8 સ્ટેશનોનું સિવિલ વર્ક મોટાભાગે પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યાં માત્ર આર્કિટેક્ચરલ ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે. સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશન, સુરત અને ઠાણેમાં મેઈન્ટેનેન્સ ડેપો બનાવવાનું કામ ચાલી રહ્યું છે.

મહારાષ્ટ્રમાં આ હાઈસ્પીડ રેલ કોરિડોર 21 કિમી લાંબી ટનલમાંથી પસાર થાય છે. જે પૈકી 7 કિલોમીટરનો ભાગ દરિયાની નીચે (ઠાણે ક્રીક)માંથી પસાર થઈ રહ્યો છે, જે દેશની પ્રથમ અંડર સી ટનલ છે.

ગત જુલાઈમાં વિક્રોલી અને સાવલીમાં બે ટનલ બોરિંગ મશીનો લગાવવામાં આવ્યા છે. આ દરેક મશીનની ઊંચાઈ 4 માળની બિલ્ડિંગ જેટલી ઊંચી છે અને વજન 3 હજાર ટન કરતાં પણ વધારે છે. જે 500 હાથીના વજન જેટલું છે. આ મશીન 96 મીટર લાંબા એટલે કે લગભગ 5 ક્રિકેટની પીચ જેટલા છે.

સ્વદેશી B28 ટ્રેન સેટ ICF અને BEML બનાવી રહ્યું છે, જેને 280 કિમી પ્રતિ કલાકની ગતિએ દોડાવવામાં આવશે. પ્રથમ બોડી ફ્રેમ બન્યા બાદ સ્ટ્રક્ચર ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. જે બાદ 2027ના મધ્યમાં બુલેટ ટ્રેનના ટ્રેકનું ટ્રાયલ શરૂ કરવામાં આવશે. જ્યારે 350 કિમી પ્રતિકલાકની ઝડપે દોડતી B35 ટ્રેન પછીથી દોડાવવામાં આવશે.