Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે દિવાળી પર્વ પૂર્વે અમદાવાદમાં યોજાયેલ ઉચ્ચ સ્તરીય બેઠકમાં કાયદો વ્યવસ્થા અને નાગરિક સુરક્ષા સ્થિતિની સહિતની સંવેદનશીલ બાબતોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રાજ્યના ગૃહ વિભાગ તથા વિવિધ સુરક્ષા એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થા સંબંધિત વિવિધ મુદ્દાઓ વિશે ચર્ચા પરામર્શ કર્યા હતા
કાયદો વ્યવસ્થા, સાયબર ક્રાઇમ, પોલીસ મોર્ડનાઈઝેશન, બોર્ડર અને કોસ્ટલ સિક્યોરિટી, માદક પદાર્થ નિયંત્રણ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફોરેન્સિક બાબતો, આતંકવાદ નિયંત્રણ, આંતર રાજ્ય સહયોગ, ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ, CAA, વસ્તી ગણતરી, અગ્નિવીર યોજના, જેલ અને સ્પેશિયલ કોર્ટ વિષયક બાબતો અંગે કેન્દ્રીય ગૃહ મંત્રીએ વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
રાજ્યમાં કાયદો વ્યવસ્થા સાથે સંકળાયેલી બાબતો અંગે કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા વિવિધ મુદ્દાઓ,રાજ્યની સ્થિતિ અને કામગીરીની સમીક્ષા અંગે જાણકારી આપી હતી. જેમાં રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ, ખેડૂતોના પ્રશ્નો, લવ જેહાદ, આર્થિક અપરાધ, સીમાવર્તી જિલ્લાઓની સ્થિતિ સંબંધિત બાબતો તથા અતિક્રમણ જેવા મહત્વપુર્ણ વિષયે કેન્દ્રિય ગૃહમંત્રીશ્રીએ રાજ્ય સરકારને જરૂરી સૂચનો અને દિશા નિર્દેશો આપ્યા હતા .
રાજ્યમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી લોકોની સ્થિતિ, પોક્સો કેસ, NDPS (નાર્કોટિક્સ ડ્રગ્સ ), ICJS/CCTNS, FIR, આરોપપત્ર, ઈ સાક્ષ્ય એપ્લિકેશન, ઈ-સમન્સના ઇમ્પ્લીમેન્ટેશન બાબતે, મેડિકો લીગલ એક્ઝામિનેશન એન્ડ પોસ્ટ મોર્ટમ રિપોર્ટિંગ સિસ્ટમ (MedLEaPR), મોડલ જેલ અધિનિયમ, મોડલ જેલ મેન્યુઅલ, મોબાઈલ ફોરેન્સિક વેન, વિવિધ વિભાગો અને સંસ્થાઓમાં માનવબળની જરૂરિયાત અને તેને પૂર્ણ કરવાની યોજના સહિત ઇન્વેસ્ટીગેશન ટ્રેકિંગ સિસ્ટમ ફોર સેક્સ્યુઅલ ઓફેન્સિસ (ITSSO) સહિતની બાબતો અંગે પણ વરિષ્ઠ અધિકારીઓએ સ્થિતિ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રીને માહિતીગાર કર્યા હતા.
રાજ્યમાં ન્યાયતંત્ર સંબંધિત વિવિધ બાબતો ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ, ન્યાયાલય સંબંધિત બાબતો, સાંધ્ય અદાલત, તકનિકી પુરાવાઓ પર વધુ ધ્યાન આપીને ઝડપી કાર્યવાહી બાબતે, ન્યાયાલયમાં જરૂરી ભરતીઓ,પબ્લિક પ્રોસિક્યુટર્સ વધારવા, પબ્લિક પ્રોસિક્યુશન સિસ્ટમ મજબૂત કરવા જેવા વિષયો ઉપર પણ ચર્ચા વિચારણા થઇ હતી
રાજ્યમાં સાયબર ક્રાઈમના વિવિધ આયામોના અમલીકરણ, S4C ની સ્થાપના, 1930 હેલ્પલાઇન, સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એનાલિટિકલ રિપોઝિટરી, સાયબર કમાન્ડો, આતંકવાદ નિયંત્રણ, UA(P)A ડેડિકેટેડ સેલ, મોડલ ATS સંરચના, iMOT પોર્ટલ પર નિયમિત ડેટા અપડેશન, NTDFAC, ડિસ્ટ્રીક્ટ પોલીસ મોડ્યુલના ઉપયોગની અધ્યતન સ્થિતિ, વિદેશી નાગરિકોની રોકાણ સમય મર્યાદાના આંકડાઓ અને જિલ્લાઓમાં વિદેશી નાગરિકોના રોકાણની સ્થિતિ, ફોરેનર્સ આઇડેન્ટિફિકેશન પોર્ટલના ઉપયોગમાં રાજ્યની સ્થિતિ, જિલ્લા વાઈઝ નાગરિકતા ડેટા(CAA), પલાયનકારીઓ માટે પ્રત્યાર્પણ સંબંધિત વ્યવસ્થાઓ, PSARA પોર્ટલ અંગે પણ બેઠકમાં રાજયની સ્થિતિની જાણકારી આપવા સાથે અમલીકરણ સંબંધિત બાબતોની પણ કેન્દ્રિય એજન્સીઓ અને રાજ્ય સરકારના ગૃહવિભાગ સહિતના સંબધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓએ ચર્ચા પરામર્શ કર્યા હતા.
રાજ્યમાં કોસ્ટલ સિક્યોરિટીની સ્થિતિ તથા સીમા સુરક્ષા સંબંધિત સંદિગ્ધ ગતિવિધિઓ, વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામની સ્થિતિ, ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં SDRFની સ્થાપના, ક્ષમતા નિર્માણ અને ઉપલબ્ધતા, SDMF(સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડ)ની ઉપલબ્ધતાની સ્થિતિ અને અમલીકરણ, નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ, અમદાવાદમાં શહેરી પૂર નિવારણની યોજનાઓ અને કાર્યોની સ્થિતિ, રાજ્યમાં શત્રુ સંપત્તિની વર્તમાન સ્થિતિ, આર્મ્સ લાઈસન્સ સહિતની બાબતો અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તથા વિવિધ બાબતોમાં સુધારા માટે હકારાત્મક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે થયેલી અગાઉની બેઠકની ચર્ચા અને અમલીકરણના મુદ્દાઓ અને રાજ્યમાં તેના અમલીકરણની સ્થિતિ અંગે રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસે કેન્દ્રીય મંત્રી શ્રી સહિત કેન્દ્રીય ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓને અવગત કરાવ્યા હતા. જેમાં સિક્યોરિટી અને બોર્ડર મેનેજમેન્ટ સંબંધિત વિવિધ બાબતો અંગે કરવામાં આવેલ સૂચનો અને તેના પર કરવામાં આવેલી કામગીરીની સ્થિતિ અંગે મુખ્ય સચિવશ્રીએ વિગતવાર જાણકારી પૂરી પાડી હતી.
મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવ અને ગૃહ વિભાગના અગ્ર સચિવશ્રી સંજીવ કુમારે પાછલાં ત્રણ વર્ષોમાં રાજ્યમાં બજેટ પ્રાવધાન અને ખર્ચ, જેલ વિષયક બાબતો, પ્રોસિક્યુશન વિષયક ભરતીઓ, DoP - NCL સંબંધિત લક્ષ્યો પ્રાપ્ત કરવા અંગે કરવામાં આવેલી કામગીરી, આપદા વ્યવસ્થાપન, શત્રુ સંપત્તિ, વસ્તી ગણતરી ૨૦૨૭, શહેરી પૂર જોખમ નિવારણ, મેનગ્રુવ સંરક્ષણ, અગ્નિ નિવારણ સેવાઓ, વિશેષ અદાલત તથા ફોરેન્સિક સાયન્સ પ્રકલ્પો અને ફોરેન્સિક સાયન્સ તથા અન્ય કેસોની પાછલા પાંચ વર્ષોની સ્થિતિ તથા આ ક્ષેત્રે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો આપી હતી.
રાજ્યમાં કાયદો વ્યવસ્થા સ્થિતિ, સીમા પ્રબંધન, બોર્ડર મેનેજમેન્ટ, ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડ, સેક્ટર સિક્યોરિટી કોઓર્ડિનેશન ગ્રુપ, વિવિધ પ્રકારના ગુનાઓ અટકાવવા સંબંધિત કામગીરી, ઘુસણખોરી અટકાવવા અંગેની કામગીરી, અતિક્રમણ હટાવવાની કામગીરી, કોસ્ટલ ડિમોલિશન, ઓપરેશન મ્યુલ હન્ટ, બોર્ડર ટૂરિઝમ, રેફરલ એજન્સી કાર્યવાહી, કટ્ટરતા-રોધી કાર્યવાહી, 112 જનરક્ષક સેવાની કામગીરી, 1930 હેલ્પલાઇન સંબંધિત કામગીરી, સાયબર ફ્રોડ માટે મિશન પ્રબોધ અંતર્ગત કામગીરી, ડિજિટલ એરેસ્ટ નાથવા અંગે કામગીરી, આતંકવાદ નિયંત્રણ કામગીરી, બોમ્બ થ્રેટ ઓળખવા અને અટકાવવા અંગેની કામગીરી, પ્રતિરક્ષા એપ્લિકેશન, મત્સ્ય અધિનિયમ અંતર્ગત કાર્યવાહી, સાયબર સ્લેવરી વિરુદ્ધ ઓપરેશન, માદક પદાર્થો અને ડ્રગ્સના નિયંત્રણ અંગે કેન્દ્ર સરકારના ગૃહ વિભાગના સૂચનોના અમલીકરણ સંદર્ભમાં રાજ્ય પોલીસ દળની કામગીરીની વિગતો પોલીસ મહાનિદેશક શ્રી જી એસ મલિકે આપી હતી
2029 સુધીમાં નશામુ્કત ભારતનો ધ્યેય સાકાર કરવા કેન્દ્રીય ગૃહ મંત્રીએ રાજ્યમાં નાર્કોટિક્સ ડ્રગ્સ તથા નશીલા પદાર્થોના નિયંત્રણ માટે કડક હાથે કામ લેવા અને એક્શન પ્લાન બનાવવા, 1933 કંટ્રોલ રૂમના વિસ્તાર અંગે, દરેક એજન્સીઓ, સઘન ડ્રાઇવ ચલાવવા સહિતના વિવિધ આયામો સાથે વ્યાપક સામાજિક જાગૃતિની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.
