Diwali Muhurat Trading 2026: તોફાની તેજી વચ્ચે શેર બજારનો સમય, MCX શેડ્યૂલ અને SIP અંગે મોટું અપડેટ

ભારતીય શેરબજારમાં દિવાળી પૂર્વે તેજી જોવા મળી હતી, રોકાણકારો મુહૂર્ત ટ્રેડિંગમાં પણ આવી જ તેજીની આશા રાખી રહ્યા છે. આ લેખમાં દિવાળી 2026 મુહૂર્ત ટ્રેડિંગનો સમય, MCX શેડ્યૂલ અને SIP રોકાણ અંગેની માહિતી આપવામાં આવી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 07 Nov 2026 07:42 PM (IST)Updated: Sat, 07 Nov 2026 07:42 PM (IST)
diwali-muhurat-trading-2026-timings-market-hours-and-can-you-do-sip

Diwali Muhurat Trading 2026: આ સપ્તાહ ભારતીય શેર બજારમાં તોફાની તેજી જોવા મળી હતી. ગત શુક્રવારે સેન્સેક્સ 1,718.01 અંકના જબરદસ્ત ઉછાળા સાથે 81,028.02 પર બંથ થયો હતો. જ્યારે નિફ્ટી 493.75 અંક વધીને 25,030.35 પર બંધ થયું હતુ.

દિવાળી પૂર્વે બજારમાં જોવા મળેલી આ તેજીને પગલે રોકાણકારો ભારે ઉત્સાહિત છે અને દિવાળીના 'મુહૂર્ત ટ્રેડિંગ' પર પણ આવી જ તેજી યથાવત રહે તેવી આશા રાખી રહ્યા છે. જો કે મુહૂર્ત ટ્રેડિંગનો સમય શું છે અને શું મુહૂર્ત ટ્રેડિંગમાં એસ.આઈ.પી. (SIP) કરી શકાય કે નહીં? તેવા પ્રશ્ન અનેક લોકોને થતા હશે, તો અમે અહીં તમારી તે મુંઝવણ દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.

આ વર્ષે દિવાળીનો પર્વ 8 નવેમ્બરના રવિવારના રોજ આવી રહ્યો છે. આમ તો શેરબજાર રવિવારના દિવસે બંધ રહે છે, પરંતુ દિવાળી હોવાથી માર્કેટ થોડા કલાકો માટે ખુલશે. આ દરમિયાન નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) એમ બન્ને પર મુહુર્ત ટ્રેડિંગ થશે.

મુહૂર્ત ટ્રેડિંગની વાત કરીએ તો, દિવાળીના દિવસે બપોરે 2:05 વાગ્યાથી શરૂ થશે, જે બપોરે 3:30 વાગ્યા સુધી ચાલશે. લાઈવ ટ્રેડિંગ સેશન્સ સિવાય બપોરે 1:50 થી 2:05 વચ્ચે એક બ્લોક ડીલ સત્ર પણ રહેશે.

જ્યારે પ્રી-ઑપન ઓર્ડર એન્ટ્રી સેશન બપોરે 2:05 વાગ્યાથી શરૂ થશે અને પાંચ મિનિટ બાદ 2:10 કલાકે સમાપ્ત થશે. પ્રી માર્કેટ સેશનમાં લિમિટ અને માર્કેટ એમ બન્ને પ્રકારના ઓર્ડર માટે એન્ટ્રી, મોડિફિકેશન અને કેન્સલેશન કરવાની સુવિધા મળશે.

જે બાદ બપોરે 2:15 થી 2:17 વાગ્યા સુધી પ્રી-ઓપન (ઓર્ડર, મેચિંગ અને ટ્રેડ કન્ફોર્મેશન)નો સમય રહેશે. જ્યારે 2:17 થી 2:20 વાગ્યા સુધી પ્રી-ઓપન બફર પીરિયર રહેશે અને બપોરે 2:20થી 3:30 સુધી ટ્રેડિંગ થશે.

કોમોડિટી ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ટ્રેડિંગ બપોરે 2:20 વાગ્યે શરૂ થશે, જે સાડા 3 વાગ્યે સમાપ્ત થશે. 8 નવેમ્બર રવિવારના રોજ વિશેષ સત્ર બપોરે 2:05 કલાકે શરૂ થશે, જે 2:19 વાગ્યે સમાપ્ત થશે. MCX પર દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ સેશન બપોરે 2:20 વાગ્યાથી બપોરે 3:30 વાગ્યાની વચ્ચે રહેશે.

શું મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન SIP કરી શકો છો?

જો તમે દિવાળીના દિવસે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માંગતા હોવ, તો કરી શકો છો. જો કે તમે પૈસા રોક્યા એટલે રોકાણ થઈ ગયું તેમ નહીં થાય. જ્યારે તમે રોકાણ માટે પ્રોસીડ કર્યું છે, તો તેના માટે ઓર્ડર લગાવવો પડે છે.

અનેક ટ્રેડિંગ પ્લેટફોર્મ દિવાળીના દિવસે SIP શરૂ કરવા કે ફંડ ખરીદવાનો ઑપ્શન આપે છે. એટલે કે તમે ઓર્ડર સબમિટ કરી શકો છો, પરંતુ તે ત્યારે જ શરૂ થશે, જ્યારે તમારું રોકાણ મ્યુચ્યુઅલ ફંડ હાઉસ સુધી પહોંચે. જો તમે એકસાથે રોકાણ કર્યું કે પછી SIPનું પેમેન્ટ કરી દીધુ હોય, તો તે પેમેન્ટ જ્યારે મ્યુચ્યુઅલ ફંડ હાઉસ પાસે પહોંચે, તેજ બિઝનેસ ડેના આધારે આપને NAV એલોટ થાય છે.