Muhurat Trading 2026: દિવાળી પર માત્ર 70 મિનિટ જ ખુલશે શેરબજાર, જાણો ક્યારે અને કેટલા વાગ્યે ખુલશે શેર બજાર

દાયકાઓથી મુહૂર્ત ટ્રેડિંગ સાંજના સમયે લક્ષ્મી પૂજન સાથે યોજવાની પરંપરા રહી છે. જોકે, ટ્રેડર્સ, બ્રોકર્સ અને માર્કેટના કર્મચારીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને એક્સચેન્જો દ્વારા આ વિશેષ સત્ર દિવસના સમયે જ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 21 Oct 2026 03:08 PM (IST)Updated: Wed, 21 Oct 2026 03:08 PM (IST)
muhurat-trading-2026-timings-out-check-when-bse-nse-open-on-diwali
દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ 2026

Diwali Muhurat Trading Timings 2026: દિવાળી અને લક્ષ્મી પૂજનના પાવન અવસરે શેરબજારમાં યોજાતી પરંપરાગત ‘મુહૂર્ત ટ્રેડિંગ’ (Muhurat Trading 2026) ને લઈને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) દ્વારા સત્તાવાર સર્કુલર અને શેડ્યૂલ જારી કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે પણ ગત વર્ષની જેમ મુહૂર્ત ટ્રેડિંગ સાંજના બદલે બપોરના સમયે જ યોજાશે.

દાયકાઓથી મુહૂર્ત ટ્રેડિંગ સાંજના સમયે લક્ષ્મી પૂજન સાથે યોજવાની પરંપરા રહી છે. જોકે, ટ્રેડર્સ, બ્રોકર્સ અને માર્કેટના કર્મચારીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને એક્સચેન્જો દ્વારા આ વિશેષ સત્ર દિવસના સમયે જ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિવસના સમયે ટ્રેડિંગ થવાથી તમામ ટ્રેડર્સ અને બજારકર્મીઓ સાંજના સમયે પોતાના પરિવાર સાથે ઉત્સાહપૂર્વક દિવાળી અને લક્ષ્મી પૂજનનો તહેવાર મનાવી શકશે.

આગામી 8 નવેમ્બરે યોજાનાર આ 70 મિનિટના પ્રતીકાત્મક અને વિશેષ ટ્રેડિંગ સત્રને લઈને રોકાણકારોમાં ભારેો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મુહૂર્ત ટ્રેડિંગનું સમયાંતર અને ઓર્ડર પ્લેસમેન્ટનું ટાઈમ-ટેબલ

બજારમાં નિયમિત કારોબાર શરૂ થાય તે પહેલાં પ્રી-ઓપનિંગ અને બ્લોકની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ ખાસ 70 મિનિટના સત્રનું મિનિટ-બાય-મિનિટ ટાઈમ-ટેબલ નીચે મુજબ રહેશે:

  • બપોરે 1:50 થી 2:05 વાગ્યા સુધી: સંસ્થાકીય અને મોટા સોદાઓ માટે બ્લોક ડીલ (Block Deal) સત્ર યોજાશે.
  • બપોરે 2:05 થી 2:10 વાગ્યા સુધી: આ સમયગાળા દરમિયાન રોકાણકારો લિમિટ અને માર્કેટ, બંને પ્રકારના ઓર્ડર દાખલ કરી શકશે. આ દરમિયાન ઓર્ડરમાં ફેરફાર કરવાની કે તેને રદ કરવાની સંપૂર્ણ છૂટ રહેશે.
  • બપોરે 2:10 થી 2:15 વાગ્યા સુધી: આ વિન્ડોમાં માત્ર 'લિમિટ ઓર્ડર' જ સ્વીકારવામાં આવશે.
  • બપોરે 2:15 થી 2:17 વાગ્યા સુધી: ઓર્ડર્સનું મિલાન (Matching) અને ટ્રેડ કન્ફર્મેશનની પ્રક્રિયા પૂરી કરવામાં આવશે.
  • બપોરે 2:17 થી 2:20 વાગ્યા સુધી: બફર પિરિયડ રહેશે.
  • બપોરે 2:20 વાગ્યે: બરાબર આ સમયે શેરબજારમાં નિયમિત ટ્રેડિંગ સત્તાવાર રીતે શરૂ થઈ જશે, જે 3:30 વાગ્યા સુધી ચાલશે. આમ, રોકાણકારોને નવા સંવત વર્ષની શરૂઆતમાં શેર ખરીદવા માટે કુલ 70 મિનિટનો સમય મળશે.

 

IPO અને લિક્વિડિટી મુજબ અલગ વ્યવસ્થા

આ વિશેષ મુહૂર્ત ટ્રેડિંગ સત્ર દરમિયાન નવા આઈપીઓ (IPOs) અને ફરીથી લિસ્ટ થનારી સિક્યોરિટીઝ માટે અલગ નિયમો અને સમય નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ન્હાવા કે રિ-લિસ્ટ થયેલા શેર માટે વિશેષ પ્રી-ઓપન સત્ર બપોરે 2:05 થી 2:50 વાગ્યા સુધી ચાલશે. આ શેરોમાં મુખ્ય ટ્રેડિંગ બપોરે 3:05 વાગ્યે શરૂ થશે અને 3:30 વાગ્યે બંધ થશે. અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર ઓછી લિક્વિડિટી ધરાવતી સિક્યોરિટીઝ માટે કોલ ઓક્શન બપોરે 2:25 વાગ્યાથી 3:10 વાગ્યા સુધી યોજાશે.

ક્લોઝિંગ ઓક્શન અને સેટલમેન્ટના નિયમો

ટ્રેડિંગ સત્રના અંતિમ ચરણમાં ક્લોઝિંગ ઓક્શન સત્ર (CAS) ના દાયરામાં આવતી સિક્યોરિટીઝમાં નિયમિત કારોબાર બપોરે 3:15 વાગ્યે જ અટકી જશે. ત્યારબાદ 3:20 વાગ્યા સુધી રેફરન્સ પ્રાઇસ કાઢવામાં આવશે.

ક્લોઝિંગ ઓક્શન માટેના ઓર્ડર બપોરે 3:20 થી 3:30 વાગ્યાની વચ્ચે લેવામાં આવશે અને ટ્રેડ કન્ફર્મેશન 3:35 વાગ્યા સુધી પૂરું થશે. પોસ્ટ-ક્લોઝ સત્ર બપોરે 3:50 થી સાંજે 4:00 વાગ્યા સુધી યોજાશે. એનએસઈના સર્કુલર મુજબ, ટ્રેડમાં કોઈપણ પ્રકારના ફેરફાર કરવાની મંજૂરી સાંજે 4:15 વાગ્યા સુધી જ રહેશે.

જોકે આ માત્ર 70 મિનિટનું એક પ્રતીકાત્મક અને વિશેષ સત્ર છે, પરંતુ આ દરમિયાન કરવામાં આવેલા તમામ સોદાઓ પર સામાન્ય દિવસોની જેમ જ સેટેલમેન્ટ અને કાયદાકીય નિયમો સંપૂર્ણપણે લાગુ પડશે.