Share Market Holidays 2026: આવતા વર્ષે શેરબજાર 15 દિવસ બંધ રહેશે, NSE એ જાહેર કર્યું નવું કેલેન્ડર; જુઓ રજાઓની સંપૂર્ણ યાદી

NSE એ વર્ષ 2026 માટે શેરબજારની રજાઓની સત્તાવાર યાદી જાહેર કરી. આવતા વર્ષે કુલ 15 ટ્રેડિંગ હોલિડેઝ રહેશે. મહિના પ્રમાણે રજાઓ અને મુહૂર્ત ટ્રેડિંગની તારીખ જાણો.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sat, 13 Dec 2025 03:40 PM (IST)Updated: Sat, 13 Dec 2025 03:40 PM (IST)
share-market-holidays-2026-nse-trading-holiday-calendar

Share Market Holidays 2026: નવા વર્ષની શરૂઆતને હવે ગણતરીના અઠવાડિયા બાકી છે, ત્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ વર્ષ 2026 માટે શેરબજારની રજાઓની સત્તાવાર યાદી (Holiday Calendar) જાહેર કરી દીધી છે. ટ્રેડર્સ અને રોકાણકારો માટે આ એક મહત્વનો રોડમેપ છે, જેના આધારે તેઓ તેમના ટ્રેડિંગનું આયોજન કરી શકશે. સત્તાવાર યાદી મુજબ, વર્ષ 2026 માં શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજાઓ સિવાય ભારતીય શેરબજાર કુલ 15 દિવસ બંધ રહેશે.

કયા મહિનામાં સૌથી વધુ રજાઓ?

NSE ના કેલેન્ડર પર નજર કરીએ તો, 2026 માં માર્ચ (March) મહિનામાં સૌથી વધુ રજાઓ રહેશે. માર્ચમાં શેરબજારમાં કામકાજ 3 દિવસ માટે બંધ રહેશે. ત્યારબાદ એપ્રિલ (April), મે (May), ઓક્ટોબર (October) અને નવેમ્બર (November) મહિનામાં બે-બે રજાઓ રહેશે. આ યાદીમાં હોળી, ઈદ, દિવાળી અને નાતાલ જેવા પ્રમુખ તહેવારોનો સમાવેશ થાય છે.

વર્ષ 2026 માં શેરબજારની રજાઓની યાદી

તારીખ દિવસ શેર માર્કેટ હોલિડેનું કારણ
26 જાન્યુઆરી 2026 સોમવાર ગણતંત્ર દિવસ
3 માર્ચ 2026 મંગળવાર હોળી
26 માર્ચ 2026 ગુરુવાર રામ નવમી
31 માર્ચ 2026 મંગળવાર મહાવીર જયંતી
3 એપ્રિલ 2026 શુક્રવાર ગુડ ફ્રાઈડે
14 એપ્રિલ 2026 મંગળવાર ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી
1 મે 2026 શુક્રવાર મહારાષ્ટ્ર દિવસ
28 મે 2026 ગુરુવાર બકરી ઈદ
26 જૂન 2026 શુક્રવાર મુહર્રમ
14 સપ્ટેમ્બર 2026 સોમવાર ગણેશ ચતુર્થી
2 ઓક્ટોબર 2026 શુક્રવાર મહાત્મા ગાંધી જયંતી
20 ઓક્ટોબર 2026 મંગળવાર દશેરા
10 નવેમ્બર 2026 મંગળવાર દિવાળી (બલિપ્રતિપદા)
24 નવેમ્બર 2026 મંગળવાર પ્રકાશ ગુરુપર્વ શ્રી ગુરુ નાનક દેવ
25 ડિસેમ્બર 2026 શુક્રવાર ક્રિસમસ

શનિ-રવિના કારણે 'મિસ' થયેલી રજાઓ

વર્ષ 2026 માં કુલ 4 એવા મહત્વના તહેવારો છે જે શનિવાર કે રવિવારે આવે છે, તેથી તેને અલગથી ટ્રેડિંગ હોલિડે તરીકે ગણવામાં આવ્યા નથી:

  • 15 ફેબ્રુઆરી, 2026 (રવિવાર): મહા શિવરાત્રી
  • 21 માર્ચ, 2026 (શનિવાર): ઈદ-ઉલ-ફિત્ર (રમઝાન ઈદ)
  • 15 ઓગસ્ટ, 2026 (શનિવાર): સ્વતંત્રતા દિવસ
  • 8 નવેમ્બર, 2026 (રવિવાર): દિવાળી લક્ષ્મી પૂજા

2026માં મુહૂર્ત ટ્રેડિંગ ક્યારે યોજાશે?

દિવાળીના પાવન પર્વ પર યોજાતું વિશેષ 'મુહૂર્ત ટ્રેડિંગ' સત્ર 8 નવેમ્બર, 2026 (રવિવાર) ના રોજ યોજાશે. હિન્દુ કેલેન્ડર મુજબ નવા સંવતની શરૂઆત કરતા આ સેશનમાં રોકાણકારો શુભ મુહૂર્તમાં ખરીદી કરતા હોય છે. આ સ્પેશિયલ સેશનનો સમય એક્સચેન્જ દ્વારા પાછળથી જાહેર કરવામાં આવશે.