અમદાવાદના વટવામાં સામે જોવા બાબતે મારામારી: યુવક પર હુમલો કરી વાહનમાં તોડફોડ, 4 સામે ફરિયાદ

અમદાવાદના વટવામાં બચુભાઈના કૂવા નજીક વાહન ચલાવતી વખતે સામે જોવા બાબતે મારામારી થઈ. યુવક પર હુમલો કરી વાહનમાં તોડફોડ કરાઈ, વટવા પોલીસે 4 સામે FIR નોંધી 2 આરોપીઓની અટકાયત કરી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 25 Nov 2026 11:47 AM (IST)Updated: Wed, 25 Nov 2026 11:47 AM (IST)
ahmedabad-vatva-assault-over-looking-youth-attacked-vehicle-vandalized-four-booked

Ahmedabad News: અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો કાયદો અને વ્યવસ્થા લીરેલીરા ઉડાવતા હોય ચોંકાવનારી ઘટના વટવા વિસ્તારમાંથી સામે આવી છે. વટવામાં આવેલા બચુભાઈના કૂવા નજીક વાહન ચલાવતી વખતે સામે જોવા બાબતે બે વ્યક્તિઓ વચ્ચે ઉગ્ર વિવાદ સર્જાયો હતો. જે બાદ એક યુવક પર ચારેક જેટલા લોકોએ હિચકારો હુમલોક કરતાં સમગ્ર વિસ્તારમાં તંગદિલી સર્જાઈ દઈ હતી.

વટવામાં સામે જોવા બાબતે ઉગ્ર વિવાદ

મળતી વિગત મુજબ, વટવા વિસ્તારમાં વાહન ચલાવતા સામે જોવા બાબતે બે યુવકો વચ્ચે બોલાચાલી બાાદ મારામારી સર્જાઈ હતી. જેમાં એક યુવક પર ચાર લોકોએ હુમલો કરીને વાહનને પણ નુકસાન પહોંચાડ્યું હતું. જોકે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ જતાં માહોલ ગરમ થઈ ગયો હતો. જ્યારે ઘટનાની જાણ વટવા પોલીસને થઈ તો પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી.

ચાર શખ્સોએ યુવકને ઢોર માર માર્યો

પોલીસ દ્વારા લોકોને ઘટના સ્થળ પરથી દૂર કરવામાં આવ્યા હતા. જ્યારે આ મામલે વટવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. યુવકની ફરિયાદ લઈને વટવા પોલીસે કાર્યવાહી કરીને બે આરોપીઓની અટકાયત કરી હતી. આ અંગે વટવા પોલીસના પીઆઈ .એ એ વછેટાના જણાવ્યા પ્રમાણે, વટવામાં બચુભાઈના કુવા પાસે પિયુષ ચુનારા નામના યુવક અને બીજા યુવક વચ્ચે મારામારી થઈ હતી.

આરોપી પિયુષે પોતાના સાગરિતો સાથે મળીને યુવકને માર માર્યો અને વાહનને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનાને લીધે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. હાલ આ મામલે ચાર આરોપીઓ સામે FIR દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.