Ahmedabad to Becharaji GSRTC Bus: અમદાવાદથી બહુચરાજી જવાની બેસ્ટ બસ અને ભાડા વિશે જાણો

ઘણા દિવસથી પ્લાનિંગ કરી રહ્યા છો કે બહુચરાજી જવું છે, તો ચિંતા છોડો અને આ સમાચાર વાંચી બેગ પેક કરી બાળકો સાથે રવિવારની રજામાં નિકળી પડો, મજા પડશે.

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Mon 20 Jan 2025 04:48 PM (IST)Updated: Mon 20 Jan 2025 04:48 PM (IST)
ahmedabad-to-becharaji-gsrtc-bus-tickets-fares-and-time-table-462230

Ahmedabad Gita Mandir To Becharaji GSRTC Bus Ticket Price: અમદાવાદથી બહુચરાજી માતાજીના દર્શને જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા કામના છે. અહીં તમને અમદાવાદથી જતી ગુજરાત એસટી એટલે કે જીએસઆરટીસીની બસો અને તેના ભાડા વિશેની માહિતી આપીશું. સાથે બહુચરાજી નજીકમાં તમે ક્યાં ફરવા જઈ શકો છો તેના વિશે પણ જણાવીશું. અમદાવાદના ગીતા મંદિરથી બહુચરાજી જવા માટે કઈ કઈ બસ મળશે તે અંગે આજે અહીં વાત કરીશું.

અમદાવાદથી બહુચરાજી જવા માટે બસનો સમય શું હોય છે? (Ahmedabad to Becharaji bus gsrtc timings)

  • 03:10
  • 05:15
  • 05:30
  • 07:30
  • 09:15
  • 11:00
  • 13:15
  • 14:30
  • 15:30
  • 16:30
  • 18:30

અમદાવાદથી બહુચરાજી જવા માટે ભાડું શું છે? (Ahmedabad to Becharaji bus gsrtc bus fare)

અમદાવાદથી બહુચરાજી જવા માટે GSRTC બસનું ભાડું 111 રૂપિયાથી 151 રૂપિયા સુધી છે.

અમદાવાદથી બહુચરાજી પહોંચવા માટે કેટલો સમય લાગે? (Ahmedabad to Becharaji distance and time)

GSRTC બસને અમદાવાદના ગીતા મંદિરથી બહુચરાજી પહોચવા માટે આસરે અઢી કલાકનો સમય લાગે છે. કોઈ બસ વધારે ગામડા લે તો તેને 3 કલાક જેવો સમય લાગે છે. અમદાવાદથી બેચરાજી 98 કિલોમીટર થાય છે.

બહુચરાજીની આસપાસ ફરવા લાયક સ્થળો કયા કયા છે? (Best Tourist places Near Becharaji)

જો તમે એક દિવસના પ્રવાસ પર નિકળી રહ્યા છો તો બહુચારાજી માતાજીના દર્શન કરી તમે મોઢેરા સૂર્ય મંદિર જઈ શકો છો. જે અહીંથી 14 કિલોમીટરના અંતરે છે આસરે અડધો કલાકમાં તમે ત્યાં પહોચી શકો છો. ત્યાં જવા માટે તમને બહુચરાજી સ્ટેશન બહારથી રીક્ષાઓ સરળતાથી મળી જશે.