Ahmedabad: CTM ઑવર બ્રિજ પરથી યુવકની મોતની છલાંગ, વાહનોની અવરજવર વચ્ચે નીચે કૂદી પડતા ટ્રાફિકજામ

CTM સ્થિત ડબલ ડેકર બ્રિજ ઉપરથી એક અજાણ્યા યુવકે નીચે પડતું મૂકતા અફરાતફરી મચી જવા પામી છે. હાલ રામોલ પોલીસ મૃતકની ઓળખ મેળવવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 06 Oct 2026 06:44 PM (IST)Updated: Tue, 06 Oct 2026 06:44 PM (IST)
ahmedabad-news-youth-jumps-to-death-from-ctm-overbridge-causes-heavy-traffic-jam

Ahmedabad: અમદાવાદ શહેરમાં બ્રિજ પરથી પડતુ મૂકીને આપઘાતના બનાવો વધી રહ્યા છે. ગત સપ્તાહે નવ નિર્મિત મકરબા બ્રિજ પરથી પડતુ મૂકીને એક યુવકે જીવન ટૂંકાવ્યું હતુ, ત્યારે આવો વધુ એક બનાવ રામોલમાંથી સામે આવ્યો છે. જેમાં CTM ચાર રસ્તા પર આવેલા ડબલ ડેકર બ્રિજ પરથી એક યુવકે મોતની છલાગ લગાવી છે.


આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદથી વડોદરા એક્સપ્રેસ હાઈવે તરફ જતાં CTM ચાર રસ્તા પર આવેલા ડબલ ડેકર ઓવર બ્રિજ પરથી આજે એક યુવકે અચાનક નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હતો. બ્રિજ પર વાહનોની અવરજવર વચ્ચે યુવકે અચાનક નીચે કૂદકો મારતા અફરાતફરી મચી જવા પામી હતી.

બીજી તરફ આ ઘટનાની જાણ થતાં રામોલ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી હતી. જેમણે સ્થળ પરથી ટ્રાફિક હટાવીને વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો. જે બાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને આગળની તપાસ હાથ ધરી છે. હજુ સુધી યુવકની ઓળખ થઈ શકી નથી. જેથી પોલીસે યુવકને ઓળખ મેળવવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.