Ahmedabad: શાહીબાગ સ્થિતિ BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય શાકોત્સવ યોજાયો, સેંકડો હરિભક્તોએ દર્શનનો લાભ લીધો

અમદાવાદના શાહીબાગ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં પ્રબોધિની એકાદશી 2026ના રોજ ભવ્ય શાકોત્સવ ઉજવાયો. સેંકડો હરિભક્તોએ ભગવાન સમક્ષ અર્પણ કરાયેલા શાકભાજી અને ફળોની હાટડીના દર્શન કરી આરતીનો લાભ લીધો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 22 Nov 2026 12:00 AM (IST)Updated: Sun, 22 Nov 2026 12:00 AM (IST)
ahmedabad-news-grand-shakotsav-celebrated-on-prabodhini-ekadashi-at-baps-swaminarayan-mandir-shahibaug

Ahmedabad: પૃથ્વીને અનેકવિધ શાકભાજી અને ફળોથી સમૃદ્ધ કરી સમગ્ર માનવજાત પર મહેર કરનાર એવા પરમાત્મા પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવા આ વિશિષ્ટ ઉત્સવની પ્રતિ વર્ષ અનેરા ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક તમામ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરોમાં (BAPS Swaminarayan Mandir) ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.

આજે 21 નવેમ્બર, 2026ના રોજ ચાતુર્માસના અંતે પ્રબોધિની એકાદશીના (Prabodhini Ekadashi) પવિત્ર દિને અમદાવાદમાં બી.એ.પી.એસ. શાહીબાગ સ્વામિનારાયણ મંદિરે ભગવાન સમક્ષ સેંકડો શાકભાજી અને ફળોની ભવ્ય હાટડીનું (BAPS Swaminarayan Mandir Shahibaug Shakotsav 2026) આયોજન કરવામાં આવ્યું હતું.

સેંકડો હરિભક્તોએ આજના આ પવિત્ર દિને કલાત્મક રીતે ભગવાન સમક્ષ અર્પણ કરેલાં અનેક પ્રકારના શાકભાજી અને ફળોની હાટડીના દર્શન કર્યા હતાં અને સાંજે વિશિષ્ટ આરતીનો લાભ લીધો હતો.