Ahmedabad: સિવિલમાં ગેસ્ટ્રિક પુલ-અપની સફળ સર્જરી, 5 વર્ષની બાળકીને પ્રથમ વખત મોંથી ખોરાક લેતા જોઈ માતા-પિતા ભાવુક

ઈસોફેજીયલ એટ્રેશિયા 4000 બાળકોમાં એકમાં જોવા મળતી દુર્લભ જન્મજાત ખામી, 2025માં સિવિલ હોસ્પિટલ ના ડોક્ટરો દ્વારા આવી ત્રણ ગેસ્ટ્રીક સર્જરી કરી 3 બાળકોના જીવનમાં સ્વાદ ભરવામાં આવ્યો

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 04 Jan 2026 10:28 PM (IST)Updated: Sun 04 Jan 2026 10:29 PM (IST)
ahmedabad-news-successful-gastric-pull-up-surgery-in-pediatric-department-of-civil-668153
HIGHLIGHTS
  • અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરીમાં હોજરીને ખેંચી તેમાંથી અન્નનળી બનાવવામાં આવે છે
  • દર વર્ષે 18 હજાર નવજાત બાળકો આ પ્રકારની જન્મજાત ખામી સાથે પેદા થતા હોય છે: ડોક્ટર

Ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના તબીબોએ 5 વર્ષની બાળકી પર જટિલ ગણાતી ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરી છે. આ સર્જરી બાદ 5 વર્ષે પહેલીવાર બાળકી પોતાના મોંઢેથી ખોરાક લેતી થઈ છે.

આ વિશે વધુ વિગતો આપતા સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યુ કે, ખેડા ના રહેવાસી અને વ્યવસાયે શિક્ષક એવા વૈભવ મહેતા અને કોકિલા બેનની દીકરી દ્વિજાને જન્મથી અન્નનળી બનેલી જ નહતી એટલે એ સમય તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં જ ઓપરેશન કરી ગળા માં કાણું કર્યું જ્યાં થી લાળ બહાર આવે અને હોજરી માં ટ્યૂબ મૂકી જેથી ખાવાનું આપી શકાય.

શરીરમાં લોહીની ખામી, શરદી, કફ વગેરે તકલીફો ના કારણે દ્વિજાને ગેસ્ટ્રીક પૂલ અપ સર્જરી કરવામાં પાંચ વર્ષ જેટલો સમય લાગ્યો હતો આખરે જન્મ ના પાંચ વર્ષ પછી માતા પિતા ની અથાક મહેનત ના પરિણામે દ્વિજા નું વજન તેમજ લોહીના ટકામાં સુધારો થતા સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક સર્જરી વિભાગના ડોક્ટરો દ્વારા તેની ગેસ્ટ્રીક પૂલ અપ સર્જરી કરવા નું નક્કી કરવામાં આવ્યું હતું.

દ્વિજાની આ સર્જરી માટે પિતા વૈભવભાઈએ પ્રાઇવેટ હોસ્પિટલમાં તપાસ કરતા આશરે ચારથી પાંચ લાખ લાખ રૂપિયા નો ખર્ચો જણાવવા માં આવ્યો હતો પરંતુ આટલો ખર્ચો પરવડે તેમ ન હોવાથી તેમજ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે આ પ્રકારના ઘણા દર્દીઓની સફળ સારવાર થઈ હોવાનું માલુમ પડતા તેઓએ દ્વિજા ની ગેસ્ટ્રીક પુલ અપ સર્જરી પણ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે જ કરાવવાનું નક્કી કર્યું.

તા. 17.12.25 ના રોજ ડૉ. રાકેશ જોશી પ્રોફેસર પીડિયાટ્રિક સર્જરી , ડોક્ટર જયશ્રી રામજી પ્રોફેસર પીડીયાટ્રીક સર્જરી અને ડો. સીમા પ્રોફેસર એનેસ્થેસિયા વિભાગ તથા ડૉ. મૃણાલિની અને ડૉ. કિંજલની ડોક્ટરોની ટીમ દ્વારા પાંચ વર્ષની દ્વિજાની સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે ગેસ્ટ્રિક પુલ અપ સર્જરી સફળતાપુર્વક કરવામાં આવી.

સર્જરી બાદ પોસ્ટઓપરેટિવ પીરીયડ કોઈ પણ તકલીફ વગરનો રહેતા દ્વિજાએ પાંચ વર્ષે પહેલીવાર મોઢા દ્વારા ખાવાનું શરૂ કર્યું હતું. બાળકની સ્થિતી સામાન્ય અને સંતોષકારક થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી છે તેમ ડો. જોષી એ જણાવ્યુ હતુ.