Ahmedabad: સુભાષબ્રિજના રિનોવેશન માટે રૂ. 240 કરોડ મંજૂર, 9 મહિના પછી હયાત બ્રિજને રિપેર કરી ખુલ્લો મૂકાશે

સુભાષ બ્રિજની બે ભાગમાં કામગીરી કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં હયાત બ્રિજના સુપર સ્ટ્રક્ચરને રિપ્લેસ કરીને સ્ટ્રેન્થનિંગ કરાશે. જે બાદ ટુ-વ્હીલરો અને હળવા વાહનો માટે બ્રિજને ખુલ્લો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 05 Mar 2026 09:46 PM (IST)Updated: Thu, 05 Mar 2026 09:46 PM (IST)
ahmedabad-news-subhash-bridge-to-get-new-strength-and-extra-lanes-amc-sanctions-rs-240-crore-project
HIGHLIGHTS
  • અત્યારના સુભાષ બ્રિજનું સ્ટ્રક્ચર તોડીને નવું સુપરસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે
  • હયાત બ્રિજની બન્ને બાજુ બે નવી લેન ઉમેરવામાં આવશે

Ahmedabad: આજે AMC ખાતે અમદાવાદ મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીની મહત્ત્વની બેઠક મળી હતી. જેમાં અમદાવાદ શહેરમાં રૂ. 2500 કરોડના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે. જે પૈકી શહેરના સુભાષબ્રિજના રિનોવેશન માટે રૂ. 240 કરોડના પ્રોજેક્ટને લીલીઝંડી મળી ગઈ છે.

આ અંગે વિગતો આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, સુભાષબ્રિજને ક્ષતિના કારણોસર બંધ કરવામાં આવ્યો હતો. હવે તેની ટેકનિકલ પ્રોસેસ પૂરી થતા સ્ટેન્ડિંગ કમિટીની અંદર સુભાષ બ્રિજના રિનોવેશન માટે રૂ.240 કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે.

અમદાવાદના અલગ-અલગ વોર્ડમાં હોલ, બ્રિજ, ફૂટપાથ સહિતના વિવિધ રૂ. 2500 કરોડ કરતાં વધુ કામોને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી મળી ગઈ છે. જેના પરિણામે શહેરના વિકાસની ગતિ વેગ પકડશે.

આ સ્ટેન્ડિંગ કમિટીમાં દક્ષિણ પશ્ચિમ ઝોનનાં ડે.મ્યુ.કમિશ્નર મિરાંત પરીખે જણાવ્યું કે, સુભાષ બ્રિજ અમદાવાદ શહેરની જીવાદોરી સમાન છે, જેથી ત્યાંથી મુખ્યત્વે ટ્રાફિક પસાર થાય છે. સુભાષ બ્રિજમાં જે તે સમયે નાની-મોટી ક્ષતિઓ થઇ હતી, ત્યારે તાત્કાલિક ધોરણે કોઇને પણ જાનહાની ન થાય કે અન્ય પ્રશ્નો ન ઉભા થાય તેને ધ્યાનમાં રાખીને આપણે બ્રીજને ત્વરિત બંધ કર્યો હતો.

જે બાદ સુભાષ બ્રિજનું ફાઉન્ડેશન લેવલથી કામ થાય તે માટે ટેન્ડર બહાર પાડવાનું નક્કી કરી, તેની કામગીરી હાથ ધરવાનું નક્કી કરાયું હતું. તેમાં બે ભાગમાં કામગીરી કરવાના છે. જેમાં હયાત બ્રિજમાં જે સુપરસ્ટ્રક્ચર છે તેને તોડીને નવો સુપરસ્ટ્રક્ચર તૈયાર કરી તેનું સ્ટ્રેન્થનિંગનું કામ કરવામાં આવશે. આ ઉપરાંત બ્રિજની આજુબાજુ બે નવી લેનને ઉમેરીને આખી કામગીરી કરવામાં આવશે.

આ માટેનાં બીજા પ્રયત્ને ટેન્ડરને સ્ટેન્ડિંગમાં મંજૂરી આપવામાં આવી છે, જેમાં હયાત બ્રીજનાં સુપર સ્ટ્રક્ચરને રિપ્લેસ કરીને સ્ટ્રેન્થનિંગ કરવાનું છે. આ બ્રિજને રિપેર કરવા માટે નવ મહિનાનો સમયગાળો લાગશે અને નવ મહિના પછી આ બ્રિજને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. ત્યારબાદ બ્રિજ પર ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે.

વધુમાં મિરાંત પરીખે જણાવ્યું કે, ટ્રાફિકનાં ભારણને ઓછો કરવા માટે ટ્રાફિકને ડાયવર્ઝન આપવા બીજી બે એક્સ્ટ્રા લેન તૈયાર કરવામાં આવશે, તે માટે લગભગ 24 મહિનાનો સમય તેને તૈયાર કરવામાં લાગશે. આ માટે કુલ રૂ. 232 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.