Ahmedabad: I am quite..!- લખી કાળીગામના યુવકે ટ્રેન નીચે પડતું મૂક્યું, બુટલેગરના ત્રાસ ભર્યું અંતિમ પગલું

રાણીપના GST ક્રોસિંગ નજીકથી પસાર થતી ટ્રેન સામે યુવક કૂદી પડ્યો. ધસમસતી ટ્રેન ઉપરથી પસાર થઈ જતાં યુવકનું માથું અને ધડ છૂટા પડી ગયા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 09 Nov 2024 10:35 PM (IST)Updated: Sat, 09 Nov 2024 10:35 PM (IST)
ahmedabad-news-man-commit-suicide-by-jumping-front-of-train-at-gst-crossing-in-ranip
HIGHLIGHTS
  • યુવકના પિતાએ બુટલેગર સામે પોલીસમાં અરજી આપી હતી

Ahmedabad: શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા GST ક્રોસિંગ નજીક એક યુવકે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. યુવકે અંતિમ પગલું ભરતા પહેલા ઈમોશનલ સ્યુસાઈડ નોટ પણ લખી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના રાણીપ વિસ્તારના કાળીગામમાં રહેતા ચિરાગ પ્રતાપ (25) નામના યુવકે આજે સવારના સમયે GST ક્રોસિંગ નજીકથી પસાર થતી ટ્રેનની જંપલાવી દીધુ હતુ. ચિરાગ ઉપરથી ધસમસતી ટ્રેન પસાર થઈ જતાં તેનું માથું અને ધડ અલગ-અલગ થઈ ગયા હતા.

આ ઘટનાના પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરતાં રાણીપ પોલીસ મથકનો કાફલો પણ બનાવના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં પોલીસને મૃતક પાસેથી સ્યુસાઈડ નોટ મળી હતી.

અંતિમ પગલું ભરતા પહેલા ચિરાગે પોતાની સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે, હું અને મારા પપ્પા બેકસુર છીએ.હું તમને છોડીને જઉ છું. મારી પાસે મને અને મારા ફેમિલીને નિર્દોષ સાબિત કરવા માટે બીજો કોઈ રસ્તો જ નથી. માફ કરશો.. I am quite..

પ્રાથમિક તપાસમાં મૃતકના પિતાએ આજથી એખ માસ અગાઉ સ્થાનિક બુટલેગર વિરુદ્ધ પોલીસમાં અરજી આપી હત. જે બાદ બુટલેગર દ્વારા સતત યુવકને ત્રાસ આપવામાં આવતો હતો. જેના કારણે ચિરાગે અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો પોલીસે મૃતકની સ્યુસાઈડ નોટ કબજે કરીને અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.