Ahmedabad: ભાજપ MLA હાર્દિક પટેલને કાનૂની રાહત, પાટીદાર અનામત આંદોલન સમયનો કેસ પરત ખેંચવાની પ્રક્રિયા આખરે પૂર્ણ

નિકોલના મ્યુનિસિપલ ગ્રાઉન્ડ પર હાર્દિક પટેલ સહિતના આગેવાનોએ પોલીસની પરવાનગી વિના પ્રતિક ઉપવાસ પર ઉતર્યા હતા. પોલીસે રેલી અટકાવતા લોકોને ઉશ્કેરી પોલીસને ગાળો ભાંડી હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 11 Feb 2026 05:14 PM (IST)Updated: Wed, 11 Feb 2026 05:15 PM (IST)
ahmedabad-news-gujarat-govt-files-application-to-withdraw-nikol-police-case-against-hardik-patel
HIGHLIGHTS
  • 8 વર્ષ પૂર્વે નિકોલ પોલીસ મથકમાં હાર્દિક પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી
  • ગુજરાત સરકારે પાટીદાર નેતા વિરુદ્ધ કેસ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ કરી

Ahmedabad: પાટીદાર નેતા અને વિરમગામ વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા હાર્દિક પટેલને મોટી રાહત મળવા જઈ રહી છે. હકીકતમાં સરકાર દ્પાવારા ટીદાર અનામત આંદોલન સમયે નિકોલ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે.

હાર્દિક પટેલ, ગીતા પટેલ સહિતના પાટીદાર આગેવાનો સામે ફરિયાદ નોંધાઈ હતી
2018માં પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ સહિતના આગેવાનો દ્વારા પોલીસની પરવાનગી વિના પૂર્વ આયોજિત કાવતરું ઘડીને અમદાવાદના નિકોલ વિસ્તારના મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે પ્રતિક ઉપવાસ પર ઉતરવાનું આયોજન કર્યું હતુ. જેમાં પોલીસે રેલીને અટકાવતા તેઓ ઉશ્કેરાયા હતા અને અપશબ્દો બોલવા સાથે પોલીસ સાથે ઝપાઝપી કરવાનો આરોપ હતી.

આ મામલે હાર્દિક પટેલ, ગીતા પટેલ સહિતના પાટીદાર આગેવાનો વિરુદ્ધ પોલીસના જાહેરનામાનો ભંગ કરવા સહિત અલગ-અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેની ટ્રાયલ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલી હતી.

ગુજરાત સરકાર દ્વારા હાર્દિક પટેલ વિરુદ્ધની ફરિયાદ પરત ખેંચવા માટે કાયદેસરની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અને સરકારી વકીલ દ્વારા સમગ્ર કેસની સમીક્ષા કરીને પોતાનો અભિપ્રાય રજૂ કરવામાં આવ્યો હતો. જેના આધારે ફરિયાદ પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર પક્ષે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરીને કેસ પરત ખેંચવાની જરૂરી કાર્યવાહી પણ આટોલી લેવામાં આવી છે.

હવે અમદાવા ગ્રામ્ય કોર્ટ સરકારની અરજી પર અંતિમ આદેશ આપશે. જે બાદ કેસ સત્તાવાર રીતે પરત લેવામાં આવશે. હાર્દિક પટેલ વિરુદ્ધનો આ 7 વર્ષ જૂનો કેસ પરત ખેંચવામાં આવતા, તેને કાયદાકીય રીતે મોટી રાહત મળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.