Ahmedabad: નહેરુનગરમાં જમીનના ડખ્ખામાં ફાયરિંગ, નિવૃત DySPએ ધડાધડ ગોળીઓ છોડતા અફરાતફરી મચી

સેટેલાઈટ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. જ્યાંથી બિનવારસી કાર મળી આવી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 27 May 2026 06:57 PM (IST)Updated: Wed, 27 May 2026 06:57 PM (IST)
ahmedabad-news-former-dysp-5-round-firing-at-nehrunagar-over-land-dispute
HIGHLIGHTS
  • ફાયરિંગમાં કોઈ જાનહાનિના અહેવાલ નહીં

Ahmedabad: શહેરના નહેરુનગર વિસ્તારમાં જમીનના ડખ્ખામાં નિવૃત DySp દ્વારા પાંચ રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે. જો કે ગોળીબારની આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, નિવૃત DySp અશ્વિન ચૌહાણને નહેરુનગર સ્થિત ઝાંસીની રાણીના બસ સ્ટેન્ડની પાછળ આવેલી જમીનને લઈને અશોક ચૌહાણ નામની વ્યક્તિ સાથે લાંબા સમયથી માથાકૂટ ચાલે છે. આ બાબતને લઈને આજે બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા DySpએ પોતાની રિવોલ્વરમાંથી ધડાધડ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ.

આ ઘટનાની જાણ થતાં સેટેલાઈટ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાંથી પોલીસને એક બિનવારસી કાર મળી આવી છે. હાલ તો પોલીસે આસપાસના CCTV ફૂટેજ મેળવવા સહિત અન્ય પુરાવા એકત્રિત કર્યા છે. આ સાથે જ ફાયરિંગ પાછળ જમીન વિવાદ કે બીજુ કોઈ કારણ જવાબદાર છે, તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.