FIR Against Gurpatwant Singh Pannu In Ahmedabad: 5 ઓક્ટોબરથી શરૂ થઇ રહેલા આઇસીસી વર્લ્ડ કપ (World Cup 2023)ની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં રમાનારી મેચો દરમિયાન ખાલિસ્તાની ઝંડા ફરકાવવાની ધમકી આપનાર ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુ (Gurpatwant Singh Pannu) સામે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પન્નુ દ્વારા એક ઓડિયો ક્લિપ જારી કરવામાં આવી હતી. જેમાં તેણે ઉક્ત ધમકી ઉચ્ચારી હતી.
શીખ ફોર જસ્ટિસ (SFJ)ના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ દ્વારા જારી કરવામાં આવેલી ઓડિયો ક્લિપ બાદ પોલીસ સતર્ક થઇ ગઇ હતી. પન્નુની ઓડિયો ક્લિપના આધારે ગઇકાલે મોડી રાત્રે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ થઇ છે. પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદમા જણાવ્યા અનુસાર, 28 સપ્ટેમ્બરના રોજ એક અજાણ્યા મોબાઈલ નંબર પરથી ધમકીભર્યા કોલ અલગ-અલગ વ્યક્તિઓને આવી રહ્યાં હતા. જેમા પ્રીરેકોર્ડેડ વોઇસ ક્લીપ રન કરવામાં આવતી હતી. જે લોકોને આ પ્રકારના ધમકીભર્યા કોલ આવ્યા હતા તેમણે વિવિધ માધ્યમો થકી પોલીસનો સંપર્ક કર્યો હતો. તેમજ પોલીસને પ્રીરેકોર્ડેડ વોઇસ ક્લીપ મોકલવામાં આવી હતી.
ઓડિયો ક્લિપમાં કેવી ધમકી આપવામાં આવી હતી
આ ઓડિયો ક્લિપમાં India n 5th October icket Cup from Modi Stadium in Ahmedabad it will not be start of World Cr this will be the beginning of World Terror Cup. Shikhs for Justice is g oing to use and storm Ahmedabad with Khalistan flag. We are going to take reve nge of Shaheed nijjars assassination. We are going to use ballot against your bu llets. We are going to use vote against your violence. Remember 5th October i t will not be World Cricket Cup it will be the beginning of World Terror Cup. Mes sage is from Gurpatwant Singh Pannun After the General Counsel મુજબની અંગ્રેજીમાં પ્રીરેકોર્ડેડ બનાવેલી વોઇસ ક્લીપ હતી.
જે અજાણ્યા મોબાઈલ નંબર પરથી લોકોને પ્રીરેકોર્ડેડ વોઇસકોલ સંભળાવવામાં આવતી હતી તેમાં છેલ્લે મેસેજ ફ્રોમ ગુરુપતવંતસિંહ પન્નુ એમ બોલતા હતા. આ ગુરપતવંતસિંહ પન્નુ ભારત બહાર રહી ખાલીસ્તાન ચળવળના નામે શીખ ફોર જસ્ટીસ નામથી ઓર્ગેનાઇઝેશન ચલાવતો મુખ્ય સૂત્રધાર હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાય આવ્યું છે. આ પન્નુને ભારત સરકાર દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. તાજેતરમાં ગુરપતવંતસિંહ પન્નુએ ભારત દેશની એકતા અખંડીત સાર્વભૌમત્વને નુકશાન થાય અને લોકોમાં કોમી વૈમનશ્ય ફેલાય તેવા પ્રકારની અને ભારતના મહાનુભાવોને ધમકી આપતા જુદા જુદા વીડિયો અને ટીપ્પણીઓ સોશિયલ મીડીયાના માધ્યમથી પોસ્ટ કરેલી છે.
27 સપ્ટેમ્બરના રોજ પ્રીરેકોર્ડેડ વોઇસ ક્લીપ લોકોને સંભળાવી લોકોમાં ભય પેદા કરવા તથા વૈમનશ્ય અને ત્રાસ ફેલવવાનું કૃત્ય આચરવામાં આવ્યું છે. તેમજ શીખ સમુદાય અને અન્ય વર્ગના લોકોમાં ઉશ્કેરાટ પેદા કરવાનો પ્રયાસ કરી ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિ ફેલાય તેવું કૃત્ય આચરવા બદલ સાઈબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના આધારે સાઈબર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઇન્ડિયા-પાકિસ્તાન, વર્લ્ડ કપ ફાઇનલ સહિત અમદાવાદમાં 5 મેચો રમાશે
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ - નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપ 2023ની કુલ 5 મેચો રમાશે. આ મેચોમાં ભારત-પાકિસ્તાનની મેચ અને વર્લ્ડ કપ ફાઇનલ સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ઉલ્લેખનીય છે કે, ભારત-પાકિસ્તાનની મેચ 14 ઓક્ટોબરના રોજ રમાશે, જ્યારે ફાઇનલ 19 નવેમ્બરના રોજ રમાશે. તે સિવાય વર્લ્ડ કપ ઓપનર એટલે ટૂર્નામેન્ટની પ્રથમ મેચ અમદાવાદમાં જ 5 ઓક્ટોબરના રોજ ઇંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ ઉપરાંત અન્ય બે મુકાબલામાં ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયાની ટીમ 4 નવેમ્બરે તો સાઉથ આફ્રિકા-અફઘાનિસ્તાનની ટીમ 10 નવેમ્બરના રોજ એકબીજા સામે ટકરાશે.
કોણ છે ખાલિસ્તાની આતંકી પન્નૂ?
ગુરપતવંત સિંહ પન્નૂ પંજાબના ખાનકોટનો રહેવાસી છે. તેનો પરિવાર 1947માં વિભાજન સમયે પાકિસ્તાનથી અમૃતસરના ખાનકોટમાં આવીને વસ્યો હતો. પન્નૂએ પંજાબ યુનિવર્સિટીમાંથી લૉનો અભ્યાસ કર્યો છે. જે બાદ તે વિદેશ જતો રહ્યો હતો. ત્યારથી જ તે કેનેડા અને અમેરિકામાં રહે ચે. તે વિદેશમાં રહીને ખાલિસ્તાની મૂવમેન્ટ ચલાવી રહ્યો છે. જેમાં તેણે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIનો સાથ મળે છે. તેણે શીખ ફોર જસ્ટિસ સંગઠન (SFJ)નું ગઠન કર્યું છે. પન્નૂ સોશિયલ મીડિયા પર સતત અલગતાવાદની વાતો કરે છે અને ભારત વિરુદ્ધ ઝેર ઓકે છે. 2019માં ભારત સરકારે શીખ ફોર જસ્ટિસ સંગઠન પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
