Pannu Threatens New Video: ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહે વર્લ્ડકપ દરમિયાન ભારતમાં આતંકી હુમલાની ધમકી આપી, નવો વીડિયો આવ્યો સામે

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 28 Sep 2023 09:14 PM (IST)Updated: Thu, 28 Sep 2023 09:14 PM (IST)
pannu-threatens-new-video-khalistani-terrorist-gurpatwant-singh-threatens-terror-attack-in-india-during-world-cup-new-video-came-out

Pannu Threatens New Video: ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસના પ્રમુખ ગુરપતવંત સિંહ પન્નૂનો દુસાહસવાળો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ફ્લાઈઓવરની દીવાલ જોવા મળી રહી છે. આ દીવાલ પર ખાલિસ્તાની સમર્થક અને ભારત વિરોધી નારા લખેલા જોવા મળે છે. વીડિયો જાહેર કરી ખાલિસ્તાની આતંકીએ દાવો કર્યો કે- આ બધું ભારતની સંસદની પાસે થયું છે. પન્નૂએ દાવો કર્યો કે દિલ્હીના ISBT ક્ષેત્ર નજીકની દીવાલો પર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા છે. પન્નૂ દ્વારા વીડિયો જાહેર કર્યા બાદ પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે.

ઉત્તરી દિલ્હીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે એવું માનવામાં આવે છે કે પન્નૂએ ભારત વિરોધ સૂત્રો કરતા ઉત્તરી પૂર્વી દિલ્હીને ઉત્તરી દિલ્હીથી જોડનારા એક ફ્લાઈઓવરમાં તોડફોડ કરી હતી. અધિકારીએ કહ્યું કે અમે આ મામલે FIR નોંધી છે અને તપાસ કરી રહ્યાં છીએ.

પોલીસે સંસદની પાસે તપાસ શરુ કરી
પન્નૂના વીડિયો અંગે દિલ્હી પોલીસને માહિતી મળ્યા બાદ પોલીસની અનેક ટીમોએ સંસદ ભવનની પાસેના વિસ્તારની તપાસ શરુ કરી છે. જો કે કંઈ મળ્યું નથી. વીડિયોની તપાસ બાદ એ ઓળખ થઈ છે કે ખાલિસ્તાન સમર્થિત સૂત્રો ઉત્તરી દિલ્હીની દીવાલો પર લખાયેલા છે.

સંસદ સુધી પહોંચવાની કરી વાત
વીડિયોમાં પન્નૂ એવું કહેતો સંભળાય છે કે દિલ્હી ખાલિસ્તાન બનશે. સાથે જ એવો પણ દાવો કર્યો કે કેનેડાથી ખાલિસ્તાન સમર્થક લોકો દિલ્હી પહોંચ્યા અને સંસદ તેમના મિશનનો ભાગ હતો.

naidunia_image

પન્નૂના વીડિયોમાં સાંભળવા મળી આ ધમકી
આતંકી પન્નૂએ વીડિયોમાં કહ્યું કે- વડાપ્રધાન મોદી તમે શહીદ નિજ્જરની હત્યા માટે જવાબદાર છો અને શીખ ફોર જસ્ટિસ આ હત્યાનો બદલો લેશે. અમારો ટાર્ગેટ 6 ઓક્ટોબરે અમદાવાદમાં થનારા ICC વર્લ્ડકપની મેચ હશે. આ પહેલા પન્નૂએ 15 ઓગસ્ટની આસપાસ અને જી-20 નેતાઓના શિખર સંમેલન પહેલા દિલ્હીમાં પણ ધમકીઓ આપી હતી. બંને કેસનો ખુલાસો દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે કર્યો અને આરોપીઓની ધરપકડ કરી હતી. આતંકી પન્નૂનો નવો વીડિયો ભારત અને કેનેડા વચ્ચે જોવા મળતા તણાવ વચ્ચે આવ્યો છે.

પન્નૂએ કેનેડામાં રહેતા હિન્દુઓને ધમકી આપી હતી
કેનેડા અને ભારતમાં વધતા તણાવ વચ્ચે પન્નૂએ ગત દિવસોમાં કેનેડામાં રહેતા હિન્દુઓને ધમકી આપી હતી ભારત પરત જવાનું કહ્યું હતું. પન્નૂએ કેનેડા છોડો હિન્દુઓ, ભારત જાવ નામથી વાયરલ વીડિયોમાં કહ્યું હતું ભારત-કેનેડાઈ હિન્દુઓ, તમે કેનેડા અને કેનેડાઈ બંધારણ પ્રત્યે તમારી નિષ્ઠાનો અસ્વીકાર કરી દીધો છે. તમારું ધ્યેય ભારત છે. કેનેડા છોડો, ભારત જતા રહો.

કોણ છે ખાલિસ્તાની આતંકી પન્નૂ?
ગુરપતવંત સિંહ પન્નૂ પંજાબના ખાનકોટનો રહેવાસી છે. તેનો પરિવાર 1947માં વિભાજન સમયે પાકિસ્તાનથી અમૃતસરના ખાનકોટમાં આવીને વસ્યો હતો. પન્નૂએ પંજાબ યુનિવર્સિટીમાંથી લૉનો અભ્યાસ કર્યો છે. જે બાદ તે વિદેશ જતો રહ્યો હતો. ત્યારથી જ તે કેનેડા અને અમેરિકામાં રહે ચે. તે વિદેશમાં રહીને ખાલિસ્તાની મૂવમેન્ટ ચલાવી રહ્યો છે. જેમાં તેણે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIનો સાથ મળે છે. તેણે શીખ ફોર જસ્ટિસ સંગઠન (SFJ)નું ગઠન કર્યું છે. પન્નૂ સોશિયલ મીડિયા પર સતત અલગતાવાદની વાતો કરે છે અને ભારત વિરુદ્ધ ઝેર ઓકે છે. 2019માં ભારત સરકારે શીખ ફોર જસ્ટિસ સંગઠન પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.