અમદાવાદમાં દબાણ હટાવો ઝૂંબેશ તેજઃ AMCએ 24 દિવસમાં 1428 લારી-ગલ્લા દૂર કર્યાં, 2340 વાહનો પાસેથી રૂ. 15.24 લાખનો દંડ વસૂલ્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 1 થી 24 સપ્ટેમ્બર 2026 દરમિયાન શહેરના સાત ઝોનમાં દબાણ હટાવો ઝુંબેશ ચલાવી. આ કાર્યવાહીમાં 1428 લારી-ગલ્લા દૂર કરાયા અને 2340 વાહનો પાસેથી કુલ રૂ. 15.24 લાખનો દંડ વસૂલવામાં આવ્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 26 Sep 2026 07:00 AM (IST)Updated: Sat, 26 Sep 2026 07:00 AM (IST)
ahmedabad-encroachment-drive-amc-removes-over-1400-handcarts-and-400-sheds-across-city

AMC Encroachment Drive Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (AMC) એસ્ટેટ ખાતા દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તા. 1 સપ્ટેમ્બર 2026થી તા. 24 સપ્ટેમ્બર 2026 સુધીના 24 દિવસ દરમિયાન શહેરના તમામ સાત ઝોનમાં જાહેર રસ્તાઓ સહિત વિવિધ સ્થળોએ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.

આ સમયગાળા દરમિયાન લારી-ગલ્લા, શેડ, વાંસ-વળી-તાડપત્રી તથા અન્ય પરચૂરણ માલસામાન દૂર કરવાની સાથે જાહેર રસ્તાઓ પરના જાહેરાત બોર્ડ, બેનર અને હોર્ડિંગ્સ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત દબાણ સંબંધિત કામગીરીના ભાગરૂપે વાહનોને લોક કરવા તથા દંડ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

પશ્ચિમ ઝોનમાં ગોલ્ડન ટ્રાયએન્ગલથી સ્ટેડિયમ ચાર રસ્તા, સ્વસ્તિક ચાર રસ્તા, પંચવટી પાંચ રસ્તા, પરિમલ ગાર્ડનથી અંડરપાસ સુધી તથા રેલવે લાઇન સુધીના જાહેર રસ્તા ઉપરાંત ગોલ્ડન ટ્રાયએન્ગલથી સરદાર પટેલ સ્ટેચ્યુ, નારણપુરા ચાર રસ્તા, અંકુર ચાર રસ્તા અને શાસ્ત્રીનગર ચાર રસ્તા સુધીના જાહેર રસ્તા પર કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ઝોનમાં 172 લારી-ગલ્લા અને 23 શેડ દૂર કરવામાં આવ્યા હતા. 159 વાંસ-વળી-તાડપત્રી તથા 1,393 અન્ય પરચૂરણ માલસામાન દૂર કરવામાં આવ્યો હતો. જાહેર રસ્તા પરના 528 જાહેરાત બોર્ડ, બેનર અને હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા હતા. 174 વાહનો લોક કરવામાં આવ્યા હતા અને 235 વાહનોને દંડ કરવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન રૂ.1,25,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ડમરૂ સર્કલ ઘાટલોડિયાથી ચાણક્યપુરી રોડ થઈ ગુજરાત હાઇકોર્ટ કોમ્પ્લેક્સ સુધીના રસ્તા, રન્નાપાર્કથી પ્રભાત ચોક સુધીનો રસ્તો, જજિસ બંગલો રોડ, પકવાન ચાર રસ્તાથી માનસી સર્કલ થઈ કેશવબાગ સુધીનો રોડ, ઇસ્કોન ચાર રસ્તાથી પકવાન ચાર રસ્તા સુધીનો માર્ગ તથા પકવાન ચાર રસ્તાથી થલતેજ ચાર રસ્તા, ગોતા ચાર રસ્તા થઈ વૈષ્ણોદેવી સર્કલ સુધીના માર્ગ સહિત ઉપરોક્ત રૂટ સિવાયના અન્ય વિસ્તારોમાં પણ કામગીરી કરવામાં આવી હતી.

naidunia_image

અહીં 222 લારી-ગલ્લા અને 63 શેડ દૂર કરાયા હતા, જ્યારે 287 વાંસ-વળી-તાડપત્રી અને 1,241 અન્ય પરચૂરણ સામાન દૂર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 349 જાહેર રસ્તા પરના જાહેરાત બોર્ડ, બેનર અને હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા હતા. 546 વાહનો લોક કરવામાં આવ્યા અને 514 વાહનોને દંડ કરવામાં આવ્યો હતો. ઝોન દ્વારા રૂ.2,66,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં કેન્યુગ ચાર રસ્તાથી શ્યામલ ચાર રસ્તા, શ્યામલ ચાર રસ્તાથી સર્કલ-પી, પ્રહલાદનગર એસ.જી. હાઇવે, ઇસ્કોન સર્કલથી ઉજાલા સર્કલ સુધીનો એસ.જી. હાઇવે તેમજ પી.આઈ.એલ. અંતર્ગત અન્ય સ્થળોએ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઝોનમાં 153 લારી-ગલ્લા, 83 વાંસ-વળી-તાડપત્રી અને 819 અન્ય પરચૂરણ માલસામાન દૂર કરવામાં આવ્યા હતા.

જાહેર રસ્તા પરના 481 જાહેરાત બોર્ડ, બેનર અને હોર્ડિંગ્સ દૂર કરાયા હતા. 208 વાહનો લોક કરવામાં આવ્યા હતા અને 208 વાહનોને દંડ કરવામાં આવ્યો હતો. કામગીરી દરમિયાન રૂ.1,87,400નો દંડ વસૂલ થયો હતો.

પૂર્વ ઝોનમાં હસ્તિનાપુર સોસાયટી, હાટકેશ્વર સર્કલ રોડ, રબારી કોલોની મેટ્રો, સદગુરુ ગાર્ડનથી નિકોલ, સોનીની ચાલી, સારંગપુર બ્રિજથી બાર્સેલોના સર્કલ તથા ઠક્કરબાપાનગર ચાર રસ્તાથી જશોદાનગર ચાર રસ્તા સુધીના વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવી હતી.

naidunia_image

આ દરમિયાન 253 લારી-ગલ્લા અને 95 શેડ દૂર કરવામાં આવ્યા હતા. 368 વાંસ-વળી-તાડપત્રી તથા 1,433 અન્ય પરચૂરણ સામાન દૂર કરાયો હતો. 839 જાહેરાત બોર્ડ, બેનર અને હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા હતા. 651 વાહનો લોક કરાયા હતા અને 651 વાહનોને દંડ કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં રૂ.2,47,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

મધ્ય ઝોનમાં જમાલપુર ફ્રુટ માર્કેટ, જમાલપુર શક માર્કેટ, કાલુપુર શક માર્કેટ, કાલુપુર ફ્રુટ માર્કેટ, દરિયાપુર દરવાજા, ગાભા બજાર, નમસ્તે સર્કલ અને ભદ્ર વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઝોનમાં 279 લારી-ગલ્લા અને 114 શેડ દૂર કરવામાં આવ્યા હતા. 399 વાંસ-વળી-તાડપત્રી તથા 1,523 અન્ય પરચૂરણ સામાન દૂર કરવામાં આવ્યો હતો.