Ahmedabad: ચાંદખેડામાં સાવકા પિતાએ 2 મહિના સુધી સગીર દીકરી પર દુષ્કર્મ આચર્યું, પત્નીએ રૂમમાં હિડન કેમેરો ગોઠવી પતિનું પાપ પકડ્યું

શહેરના ચાંદખેડા વિસ્તારમાં સાવકા પિતાએ બે મહિના સુધી સગીર દીકરીનું શારીરિક શોષણ કર્યું હતું. પત્નીએ રૂમમાં હિડન કેમેરો ગોઠવી પુરાવા એકઠા કર્યા બાદ પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી, પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 03 Sep 2026 11:11 PM (IST)Updated: Thu, 03 Sep 2026 11:11 PM (IST)
ahmedabad-crime-news-stepfather-rapes-minor-daughter-for-2-months-teacher-wife-catches-him-on-camera
HIGHLIGHTS
  • શિક્ષિકા પત્ની સ્કૂલે જાય ત્યારે પતિ સાવકી દીકરીને હવસનો શિકાર બનાવતો

Ahmedabad Crime News: શહેરના ચાંદખેડા વિસ્તારમાં પિતા-પુત્રીના સબંધોને કલંકિત કરતો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં સાવકા પિતાએ પત્નીની ગેરહાજરીમાં સાવકી દીકરીનું સતત બે મહિના સુધી શારીરિક શોષણ કર્યું હતું. આ મામલે પત્નીએ પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી મહિલાએ 2017માં કપડાની દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કરતાં યુવક સાથે લગ્ન કર્યા હતા.ફરિયાદી મહિલાની સગીર દીકરી પર તેના જ પતિએ દાનત બગાડી હતી.

છેલ્લા 2 મહિનાથી જ્યારે પણ ફરિયાદી મહિલા સવારે સ્કૂલે જતી, ત્યારે આરોપી પતિ બળજબરીથી સગીર દીકરી પર દુષ્કર્મ આચરતો હતો. આખરે સાવકા પિતાનો જુલમ સહન ના થતા આખરે સગીરાએ પોતાની માસીને આ મામલે જાણ કરી હતી.

પતિને પકડવા માટે પત્નીએ રૂમમાં કેમેરો ગોઠવી રેકોર્ડિંગ કરી લીધુ

પીડિત સગીરાની માસીએ પોતાની બહેનને આ બાબતે જાણ કરતાં તેણે પતિ સામે મજબૂત પુરાવા મેળવવા માટે ઘરેથી નીકળતા પહેલા રૂમમાં મોબાઈલ સંતાડીને તેનો મોબાઈલ કેમેરો ઑન કરી દીધો હતો. જ્યારે માતા સ્કૂલે ગઈ, ત્યારે તેની પાછળ પતિએ સગીર દીકરી સાથે બળજબરી કરી તે સમગ્ર ઘટના છૂપી રીતે ગોઠવેલા કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ફૂટેજના આધારે માતાએ ચાંદખેડા પોલીસ મથકમાં પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

હાલ તો પોલીસે દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આરોપીની અટકાયત કરી છે. જ્યાસે સગીરાનું મેડિકલ પરીક્ષણ સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.