મિત્રને વિદેશ મૂકવા જતાં રસ્તામાં કાળ ભેટ્યો! અમદાવાદમાં કાર પલટી જતાં 32 વર્ષીય યુવકનું મોત, 2 ઈજાગ્રસ્ત

અમદાવાદમાં મિત્રને વિદેશ જવા એરપોર્ટ મૂકવા જતી કાર રેલિંગ સાથે અથડાઈ પલટી. 32 વર્ષીય મયુર રાઠોડનું ઘટનાસ્થળે મોત, 2 મિત્રો ઘાયલ અને કારચાલક મિત્ર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 28 Nov 2026 01:04 PM (IST)Updated: Sat, 28 Nov 2026 01:04 PM (IST)
ahmedabad-car-accident-1-dead-2-injured-as-car-overturns

Ahmedabad Car Accident: અમદાવાદના સરદારનગર એરપોર્ટ રોડ પર મધરાત બાદ સર્જાયેલી એક કરુણ ઘટનામાં એક યુવકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે. લંડન જઈ રહેલા મિત્રને એરપોક્ટ મૂકવા જતા સમયે હાંસોલ નજીક પૂરઝડપે દોડતી સ્કોડા કાર ડિવાઈડર સાથે અથડાતા કાર પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં ચાંદખેડાના એક 32 વર્ષીય યુવક મયુરાજદ રાઠોડનું ઘટનાસ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતુ.

જયારે કારમાં સવાર અન્ય બે મિત્રો પણ ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. સૌથી ચૌંકાવનારી બાબત એ છે કે, અકસ્માત બાદ ઈજાગ્રસ્ત મિત્રોની મદદ કરવાને બદલે કાર ચલાવી રહેલો મિત્ર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

વિદાય બની કાળની કાત

મળતી માહિતી પ્રમાણે, 27 નવેમ્બરની રાત્રે લંડન રવાના થઈ રહેલા જીગર અને તેમના પરિવારના સભ્યો કારમાં એરપોર્ટ તરફ જઈ રહ્યા હતા. તેમની સાથે જ ચાંદખેડાનો ફિઝિયોથેરાપિસ્ટ યુવક મયુરાજદ અને અન્ય મિત્રો કાર ચાલક યશ, ભાવેશ, ચિરાગ, અને ભાવેશ પણ કારમાં સવાર થઈને એરપોર્ટ તરફ જઈ રહ્યા હતા.

રાત્રે લગભગ 3 વાગ્યાના અરસામાં કાર હાંસોલ વિસ્તાર તરફથી પસાર થઈ રહી હતી. ત્યાં અચાનક જ યશે કારના સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દીધોને કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ હતી.

મિત્રોને છોડી ચાલક રફુચક્કર

કાર પલટી મારી જતાં પાછળની સીટમાં બેઠેલા મયુરાજદ રાઠોડને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતનો અવાજ સાંભળીને સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા બને મિત્રોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.

જો કે, આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે કારચાલક યશ કોઈને પણ જાણ કર્યા વિના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરાર ચાલક યશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાતા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.