Ahmedabad Boss Scam WhatsApp Fraud: શહેરના ચાંગોદર વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીના સુપરવાઈઝર સાથે બોસ સ્કેમ આચરીને રૂ. 3 કરોડની ઠગાઈના કેસમાં સાયબર ક્રાઈમની ટીમે રૂ. 2.94 કરોડ ફ્રીઝ કર્યા હતા, જે પૈકી રૂ. 2.88 કરોડ જેટલી રકમ રિકવર કરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગત 18 ઓગસ્ટના રોજ ચાંગોદર સ્થિત 'પ્યોર એન્ડ ક્યોર' કંપનીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા હાર્દિક પટેલ પર અજાણ્યા વોટ્સએપ નંબર પરથી સંપર્ક કરવામાં આવ્યો હતો. આ વોટ્સએપના DPમાં હાર્દિકના બૉસનો ફોટો મૂકવામાં આવ્યો હતો. કોલ કરનારે હાર્દિકને બોસની જેમ વાતચીત કરીને રકમ ટ્રાન્સફર કરવા જણાવ્યું હતુ.
આ પણ વાંચો
આથી સુપરવાઈઝરે કંપનીના એકાઉન્ટમાંથી રૂ. 3 કરોડ ટ્રાન્સફર કરી દીધા હતા. આ ટ્રાન્જેક્શન બાદ બૉસ સાથે વાત થતાં સાયબર ફ્રોડ થયાનું સામે આવ્યું હતુ. આ મામલે સાયબર સેલમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આ કેસની તપાસમાં સામે આવ્યું કે, બોસ સ્કેમ થકી મેળવેલ ફ્રોડના નાણાં આંધ્ર પ્રદેશના ગુંટુર સ્થિત ગોકુલ ગુરુવર્ધનના બેંક ખાતામાં જમા થયા હતા. જ્યાંથી મધ્ય પ્રદેશના અને જમ્મુ કાશ્મીના અન્ય બેંક ખાતાઓમાં નાણા ટ્રાન્સફર થયા હતા. જે બાદ સાયબર ક્રાઈમ પોલીસે રૂ. 2.94 કરોડ રૂપિયા તાત્કાલિક ફ્રીઝ કર્યાં હતા. જે પૈકી રૂ.2.88 લાખ રિકવર કરી લેવામાં આવ્યા છે. જ્યારે બાકીની 6 લાખની રકમ પણ ટૂંક સમયમાં રિકવર કરી લેવામાં આવશે.
