Ahmedabad Rath Yatra 2026: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી મંગળા આરતી, હર્ષ સંઘવી પણ સહભાગી થયા

જમાલપુર સ્થિત જગન્નાથ મંદિર ખાતે વહેલી સવારે 4 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 16 Jul 2026 07:57 AM (IST)Updated: Thu, 16 Jul 2026 07:57 AM (IST)
ahmedabad-149th-jagannath-rath-yatra-amit-shah-mangla-aarti
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી

Ahmedabad Jagannath Rath Yatra 2026અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રાનો પ્રારંભ થયો છે. અષાઢ સુદ બીજના પાવન અવસરે આખું અમદાવાદ ભક્તિમાં રંગાયું છે. જમાલપુર સ્થિત જગન્નાથ મંદિર ખાતે વહેલી સવારે 4 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરી હતી.

કેન્દ્રીય મંત્રી અમિત શાહે કરી મંગળા આરતી

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે આજે વહેલી સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથની મંગળા આરતી યોજાઈ હતી. આ મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ તેમના પરિવાર સાથે વિશેષ રૂપથી ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે વર્ષોથી અમદાવાદની રથયાત્રા દરમિયાન મંગળા આરતીમાં ભાગ લેવાની પોતાની પરંપરા જાળવી રાખી છે.

ભગવાનને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવાયો

કેન્દ્રીય ગૃહ અમિત શાહે ભગવાન જગન્નાથજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. મંગળા આરતી કર્યા બાદ ભગવાનને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવાયો હતો. આ તકે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ સહભાગી થયા હતા. આજે ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળીને ભક્તોને દર્શન આપશે.

naidunia_image

નાગરિકોને રથયાત્રાની શુભકામનાઓ પાઠવી

નાગરિકોને રથયાત્રાની શુભકામના પાઠવતા અમિત શાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે, ''જય જગન્નાથ! શ્રી જગન્નાથ રથયાત્રાના શુભ અવસર પર સૌને હાર્દિક શુભેચ્છાઓ. વિશ્વવિખ્યાત જગન્નાથ રથયાત્રા એ અતૂટ શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિનું પ્રતીક છે. ગુજરાતમાં પણ આ પવિત્ર રથયાત્રા દર વર્ષે ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવવામાં આવે છે. હું ભગવાન જગન્નાથજીને સૌની સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરું છું.''

અમદાવાદ વાતાવરણમાં ગૂંજ્યું 'જય જગન્નાથ'

આ રથયાત્રા શ્રદ્ધા, સેવા અને સામાજિક સમરસતાનું જીવંત પ્રતીક બની છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાના આયોજન અને લોકોના ઉત્સાહની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, અમદાવાદની શેરીઓ યુવાનોથી લઈને વડીલો સુધીના લોકોથી ધમધમી રહી છે અને ચારેકોર 'જય જગન્નાથ' નાદ ગુંજી રહ્યા છે.