Ahmedabad Rath Yatra 2026 Live Updates: જગન્નાથપુરી બાદ દેશની સૌથી મોટી ગણાતી અમદાવાદની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા આજે 16 જુલાઈ, 2026 ગુરૂવારના રોજ ભારે હર્ષોલ્લાસ અને ભક્તિમય માહોલમાં સંપન્ન થઈ છે. નાથના દર્શન કરવા માટે સમગ્ર અમદાવાદ જાણે હિલોળે ચડ્યું હતું. સવારે 7:30 વાગ્યે જમાલપુર નિજ મંદિરથી શરૂ થયેલી નગરચર્યા બાદ, મોડી રાત્રે 10 વાગ્યાની આસપાસ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રજીના ત્રણેય રથો સુરક્ષિત રીતે નિજ મંદિર પરત ફર્યા હતા.
આ પાવન અવસરે ભગવાન ખુદ ભક્તોના દ્વારે પહોંચતા સમગ્ર રૂટ પર જનમેદની ઉમટી પડી હતી. એક અંદાજ મુજબ, દિવસ દરમિયાન અંદાજે 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ શ્રદ્ધાભેર પ્રભુના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.






