Ahmedabad Rath Yatra 2026: ભગવાનના ત્રણેય રથનું સરસપુરથી નીજ મંદિર તરફ પ્રયાણ, ટ્રકો દિલ્હી ચકલા તરફ આગળ વધ્યા

રથયાત્રામાં જોડાનાર 18 જેટલા ગજરાજ (હાથીઓ) વધુ પડતા અવાજથી ભડકે નહીં તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ખાસ સોફ્ટવેર તૈયાર કરીને ગજરાજ પર ગાયરોમીટર લગાવવામાં આવ્યા છે. જેનું સફળ ટેસ્ટિંગ પણ થઈ ચૂક્યું છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 16 Jul 2026 07:24 AM (IST)Updated: Thu, 16 Jul 2026 04:23 PM (IST)
live-ahmedabad-rath-yatra-2026-route-map-location-timings-photos-videos-news-updates

Ahmedabad Rath Yatra 2026 Updates: ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રાજીના રથ સરસપુર મોસાળથી હવે નીજ મંદિર તરફ પ્રયાણ કરી રહ્યાં છે. બીજી તરફ ટ્રકો તંબુ ચોકી પાસેથી દિલ્હી ચકલા તરફ આગળ વધી રહ્યાં છે. દરિયાપુર તંબુ ચોકી ખાસે પોલીસ કમિશન અનુપમસિંહ ગહેલોત ઉપસ્થિત છે. 

ભગવાનના ત્રણેય રથનું સરસપુરથી નીજ મંદિર તરફ પ્રયાણ

ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રાજીના રથ સરસપુર મોસાળથી હવે નીજ મંદિર તરફ પ્રયાણ કરી રહ્યાં છે. બીજી તરફ ટ્રકો તંબુ ચોકી પાસેથી દિલ્હી ચકલા તરફ આગળ વધી રહ્યાં છે. દરિયાપુર તંબુ ચોકી ખાસે પોલીસ કમિશન અનુપમસિંહ ગહેલોત ઉપસ્થિત છે. 

અખાડા સરસપુરથી નીજ મંદિર તરફ રવાના થયા

ગજરાજ બાદ અખાડા પણ સરસપુરથી નીજ મંદિર તરફ રવાના થયા છે. થોડા સમયમાં ભગવાનના ત્રણેય રથ પણ નીજ મંદિર તરફ પ્રયાણ કરશે. સરસપુરમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાનના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે.

મોસાળમાં એક કલાક રોકાશે ત્રણેય રથ

ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામજીના રથ સરસપુર મોસાળ પહોંચી ગયા છે. મોસાળમાં રથ એક કલાક સુધી રોકાશે. મામેરું રથ સુધી લાવવામાં આવ્યું છે. બ્હોળી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા છે. સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું છે.

naidunia_image

ભગવાનના ત્રણેય રથ કાલુપુર પહોંચવા આવ્યા

ભગવાનના ત્રણેય રથ પાચકુવાથી નીકળ્યા છે અને કાલુપુર પહોંચવા આવ્યા છે. ત્રણેય રથ અને ખલાસીઓ પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો છે. રથયાત્રાના રૂટ પર ભક્તોની ભારે ભીડ છે. સમગ્ર રૂટ પર અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અમદવાદના મેયર, મનપા કમિશનરે ભગવાનના દર્શન કર્યા

ત્રણેય રથ મનપા ખાતે પહોંચતા મેયર હિતેશ બારોટ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલ, મનપા કમિશનર બંછાનિધિ પાનીએ રથનું સ્વાગત કર્યું હતું અને ભગવાનના દર્શન કર્યા હતા. 

ભગવાનના ત્રણેય રથ મનપા કચેરી પહોંચ્યા

ભગવાનના ત્રણેય રથ મહાનગરપાલિકાની ઓફિસે પહોંચ્યા છે. ભજન મંડળીઓ ખાડિયા પહોંચી છે. જ્યારે અખાડા સરસપુર પહોંચ્યા છે. રથયાત્રા ધીમી ચાલી રહી હોવાથી જેસીપી નીરજ બડગુજર દ્વારા કરતબાજોને ઝડપથી આગળ વધવા જણાવ્યું હતું.

ભગવાનના ત્રણેય રથ જમાલપુર પગથિયા પાસે પહોંચ્યા

ભગવાનના ત્રણેય રથ જમામલપુર પગથિયા પાસે પહોંચ્યા છે. રથયાત્રા ધીમે-ધીમે આગળ વધી રહી છે. ખાડિયામાં શહેર કોંગ્રેસ સમિતિ અને મુસ્લિમ સમાજ દ્વારા અખાડાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

જગન્નાથ મંદિરના ટ્રસ્ટી અને મહંત સરસપુર મંદિર પહોંચ્યા

અમદાવાદ મહાનગર ઓફિસ ખાતે પધાદિકારીઓ દ્વારા જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજનું સ્વાગત કરવા માટે રાહ જોઇ રહ્યાં છે. તો બીજી તરફ ગજરાજ સાથે ચાલતા-ચાલતા તેઓ સરસપુર પહોંચ્યા છે.  

naidunia_image

ભગવાનના રથ જમાલપુરથી આગળ વધ્યા

ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે ભગવાનના ત્રણેય રથ ધીમે ધીમે જમાલપુરથી આગળ વધી રહ્યાં છે. મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રાના માર્ગ પર ભગવાનની એક ઝલક મેળવવા અને દર્શન કરી ધન્યતા અનુભવવા ઉમટ્યા છે.

149મી રથયાત્રાનો ડ્રોન નજારો

ભગવાન જગન્નાથથી નગરચર્યા પર નીકળ્યા છે. મોટી સંખ્યામાં ભક્તો એકઠા થયા છે. જેનો ડ્રોન વીડિયો સામે આવ્યો છે.

દવે પરિવાર દ્વારા મામેરાની તૈયારીઓ શરૂ કરવામાં આવી

સરસપુરમાં ભગવાનના આગમનની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. લુહાર શેરીમાં ભક્તો માટે રસોડું તૈયાર કરવામાં આવ્યું છે. મંદિરમાં દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. દવે પરિવાર દ્વારા મામેરું તૈયાર કરવામાં આવી રહ્યું છે. થોડીવારમાં મામેરું આવશે. 

naidunia_image

ટેબ્લોમાં દ્વારકા મંદિરની ઝાંખી જોવા મળી 

અમદાવાદની 149મી અષાઢી બીજની રથયાત્રામાં 101 સુશોભિત ટ્રક (ટેબ્લો) સામેલ છે. ટેબ્લોમાં ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓ, દ્વારકા મંદિરની ઝાંખીઓ જોવા મળી છે. સામાજિક અને ધાર્મિક થીમ આધારિત રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યા આવ્યા છે. 18 શણગારેલા ગજરાજો (હાથી) અને 30 જેટલા અખાડા અને વિવિધ ભજન મંડળીઓ પણ જોડાયા છે.

અખાડાઓ દ્વારા કરતબો દેખાડવામાં આવ્યા

ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિર્ધારિત રૂટ પર ધીમે ધીમે આગળ વધી રહી છે. ગજરાજ પાનકોર પહોંચ્યા છે. રથયાત્રા રૂટ પર ભારે ભીડ જોવા મળી રહી છે. અખાડાઓ દ્વારા વિવિધ કરતબો દર્શાવવામાં આવી રહ્યાં છે.

ટ્રક રાયપુર મહાદેવ મંદિરથી આગળ વધ્યા

જમાલપુર વૈશ્ય સભા ખાતે ભગવાનના દર્શન કરવા માટે ભારે ભીડ ઉમટી છે. ભારે ભીડ ઉમટવાના કારણે રથયાત્રા અટવાઇ હતી અને ધીમે-ધીમે આગળ વધી રહી છે. રથ મંદિરની બહાર છે અને ભજન મંડળી હજી મંદિરમાંથી નીકળી નથી. અખાડા વૈશ્ય સભા પાસે પહોંચ્યા છે. ટ્રક રાયપુર ચકલેશ્વર મહાદેવ મંદિરથી આગળ વધ્યા છે. 

ગજરાજ ઢાળની પોળ ખાતેથી પસાર થયા

રથયાત્રામાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. રથયાત્રા દરમિયાન અંગદાન મહાદાનનો સંદેશ આપતો ટ્રક જોડાયો છે. રથયાત્રાના સ્વાગતના પોસ્ટર સાથે મુસ્લિમ સમાજના આગેવાનો પહોંચ્યા છે. ગજરાજ હાથીની પોળથી પસાર થયા છે. દોડે નહીં એ માટે અમુક હાથીના પંગ બાંધવામાં આવ્યા છે. 

ટ્રકમાં વધુ લોકો બેસી જતા નીચે ઉતારાયા

જગન્નાથજીની 149મી રથયાત્રા નીજ મંદિરથી આગળ વધી રહી છે. રથયાત્રામાં શણગારેલા ટ્રકો, ગજરાજ જોડાયા છે. ગજરાજ જમાલપુરથી આગળ વધીને ખમાસા પહોંચ્યા છે. રથયાત્રા દરમિયાન એક ટ્રકમાં વધુ લોકે બેસેલા હોવાનું ધ્યાને આવતા સુરક્ષાના ભાગરુપે તેમને નીચે ઉતારવામાં આવ્યા હતા. 

naidunia_image

અત્યારસુધીમાં 38 ટ્રકો રવાના થયા

જમાલપુર દરવાજાથી ટ્રકો મહાનગરપાલિકાની ઓફિસ તરફ આગળ વધી રહ્યાં છે. અત્યારસુધીમાં જમલાપુરથી 38 ટ્રકો રવાના થયા છે. ટ્રકો પર નજર રાખવા માટે સીસીટીવી વાન જોડાઇ છે. ઇરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધમાં ભારત શાંતિ ઇચ્છી રહ્યું છે તેવો સંદેશ આપતો એક ટ્રક જોડાયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એન્ટી ડ્રોન ગનની મદદથી બિનઅધિકૃત ડ્રોનનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. 

naidunia_image

ટ્રકો રથયાત્રામાં જોડાયા

અમદાવાદ પોલીસ કમિશનર અને જેસીપી ક્રાઇમ દ્વારા શણગારેલા ટ્રકને લીલી ઝંડી આપવામાં આવ્યા બાદ નીજ મંદિરથી નીકળીને રથયાત્રામાં જોડાયા છે. 

naidunia_image

ગજરાજ વૈશ્ય સભા પહોંચ્યા

રથયાત્રા નિર્ધારિત રૂટ પર આગળ વધી રહી છે. ગજરાજ વૈશ્ય સભા પહોંચ્યા છે. સમગ્ર રૂટ પર મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરવા ઉમટ્યા છે. મંદિરની બહાર ભગવાનના દર્શન ભાવિકો કરી રહ્યાં છે. 

મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રામાં જોડાયા

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે. ભારે ભીડ વચ્ચે ભગવાન લોકોને દર્શન આપવા માટે નીકળ્યા છે. સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યો છે. 

naidunia_image

ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા

ભગવાન જગન્નાથ, ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા છે. રથયાત્રા નિર્ધારિત રૂટ પર આગળ વધી રહી છે. ગજરાજોનો કાફલો ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છેકે,અષાઢી બીજ ઉત્સવ અને 149મી ભગવાન જગન્નાથ રથયાત્રા શરૂ થઈ ગઈ છે. આજે, ભગવાન જગન્નાથ, ભગવાન બલરામ અને દેવી સુભદ્રા દરિદ્ર નારાયણ, ગરીબો અને તમામ ભક્તોને દર્શન આપવા માટે તેમના શહેરની શોભાયાત્રામાં નીકળ્યા છે. હું સરકારી અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, કોર્પોરેશન સ્ટાફ, ફાયર બ્રિગેડ અધિકારીઓ અને આ રથયાત્રાના સફળ સંચાલનમાં સામેલ દરેકને હૃદયપૂર્વક શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું.

ત્રણેય રથો ઐતિહાસિક જગન્નાથ મંદિર પરિસરમાંથી નીકળ્યા

ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાને લઈ જતા ત્રણેય રથો ઐતિહાસિક જગન્નાથ મંદિર પરિસરમાંથી નીકળ્યા છે, જે 149મી વાર્ષિક રથયાત્રાની શરૂઆત દર્શાવે છે. ભવ્ય શોભાયાત્રા શરૂ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રથ ખેંચતા જોવા મળ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી

ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાને લઈ જતા ત્રણેય રથો ઐતિહાસિક જગન્નાથ મંદિર પરિસરમાંથી નીકળ્યા છે, જે ૧૪૯મી વાર્ષિક રથયાત્રાની શરૂઆત દર્શાવે છે. ભવ્ય શોભાયાત્રા શરૂ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રથ ખેંચતા જોવા મળ્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે  મંગળા આરતીમાં હાજરી આપી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાન જગન્નાથ રથયાત્રા નિમિત્તે શ્રી જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં હાજરી આપી હતી.

મંદિર પરિસરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ

 ભગવાન થોડા સમયમાં નગરચર્યા પર નીકળશે. એ પૂર્વે મંદિરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. 
 

ગજરાજની સુરક્ષા અને અવાજ નિયંત્રણ માટે ગાયરોમીટર

રથયાત્રામાં જોડાનાર 18 જેટલા ગજરાજ (હાથીઓ) વધુ પડતા અવાજથી ભડકે નહીં તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ખાસ સોફ્ટવેર તૈયાર કરીને ગજરાજ પર ગાયરોમીટર લગાવવામાં આવ્યા છે. જેનું સફળ ટેસ્ટિંગ પણ થઈ ચૂક્યું છે. જો અવાજ નક્કી કરેલા ડેસિબલથી વધશે, તો સાધનો દ્વારા તેની જાણ થશે. આ ઉપરાંત, રથયાત્રાની 100-150 મીટર આગળ પોલીસની એક અલગ સ્ક્વોડ ચાલશે, જે ડીજે વગાડતા કે ફટાકડા ફોડતા લોકોને તાત્કાલિક અટકાવશે. પોલીસ જવાનોને પણ ગજરાજ નજીક સિસોટી (વ્હીસલ) ન વગાડવા કડક સૂચના આપવામાં આવી છે.

જીપીએસ મેપિંગ અને 12 કંટ્રોલ રૂમથી મોનિટરીંગ

રથયાત્રાના તમામ વાહનો અને ટ્રકો પર જીપીએસ (GPS) સિસ્ટમ લગાવવામાં આવી છે અને તેનું જીઆઇએસ (GIS) મેપિંગ કરવામાં આવ્યું છે. રથયાત્રાના રૂટ પર આવતા 8 પોલીસ સ્ટેશનો (ગાયકવાડ હવેલી, ખાડીયા, માધુપુરા, શહેરકોટડા, દરિયાપુર, શાહપુર, કારંજ) તેમજ તંબુ ચોકી અને સ્ટેટ લેવલની કચેરીઓ મળીને કુલ 12 જેટલા કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. ડેશબોર્ડ પરથી કયું વાહન ક્યાં પહોંચ્યું તેનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે. કમાન્ડ એન્ડ કંટ્રોલ અને ક્યુઆરટી (QRT) ટીમ માટે 1000 જેટલા વધારાના માણસો તૈનાત કરવામાં આવ્યા છે.

અફવા ફેલાવનારાઓ પર ડાર્ક વેબ અને એઆઈ દ્વારા નજર રખાશે

સોશિયલ મીડિયા અને ડાર્ક વેબ પર સાયબર ક્રાઇમની વિશેષ ટીમ સતત નજર રાખી રહી છે. એઆઈથી જૂના વીડિયોને નવા ગણાવીને વાયરલ કરનારા કે કોઈપણ પ્રકારની અફવા ફેલાવનારા તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને કોઈ પણ શંકા હોય તો નજીકના પોલીસ સ્ટેશન અથવા 112 નંબર પર સંપર્ક કરવા અપીલ કરી છે.

નાના બાળકોના ખીસ્સામાં સરનામું અને મોબાઇલ લખેલી ચીઠ્ઠી રાખવી

પોલીસ કમિશનરે લોકોને ધક્કામુક્કી ન કરવા અને શાંતિથી દર્શન કરવા વિનંતી કરી છે. નાના બાળકો ભીડમાં ખોવાય નહીં તે માટે તેમના ખિસ્સામાં નામ, સરનામું અને મોબાઈલ નંબર લખેલી કાપલી રાખવા વાલીઓને સૂચન કરાયું છે. જેથી જરૂર પડ્યે પોલીસના સહાયતા કેન્દ્રો બાળકને સુરક્ષિત ઘરે પહોંચાડી શકે. મંગળા આરતીના લાઈવ દર્શન માટે મંદિરની બહાર એલઇડી (LED) સ્ક્રીન પણ મુકવામાં આવી છે.

1200થી 1600 જેટલા ખલાસી ભાઈઓ રથયાત્રામાં જોડાશે

ભગવાનનો રથ ખેંચવા માટે ખલાસી બંધુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત અને બહારના શહેરોમાંથી મોટી સંખ્યામાં ખલાસીઓ ખાસ અમદાવાદ આવે છે. આ વર્ષે મુંબઈ, સુરત, મહેમદાવાદ, વડોદરા, ખંભાત અને નડિયાદ જેવા વિવિધ શહેરોમાંથી આશરે 1200 થી 1600 જેટલા ખલાસી ભાઈઓ રથયાત્રામાં જોડાશે અને ત્રણેય રથ ખેંચવાની સેવા આપશે.

પીએમ મોદીએ પ્રસાદ મોકલ્યો

રથયાત્રા પહેલા પ્રસાદ મોકલવાની પરંપરા જે પીએમ નરેન્દ્ર મોદીએ જાળવી રાખી છે. પીએમ મોદી દર વર્ષે રથયાત્રાના એક દિવસ પૂર્વે દિલ્હીથી ભગવાન જગન્નાથજી માટે મગ, જાંબુ, કેરી અને સૂકા મેવાનો ખાસ પ્રસાદ મોકલે છે. તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે શરૂ કરેલી આ પરંપરા આજે પણ દિલ્હીમાં રહીને અખંડ જાળવી રાખી છે.

આજે અમદાવાદમાં વરસાદની શક્યતા

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છેકે, આજે 16 જુલાઈ અષાઢી બીજના દિવસે અમદાવાદ શહેરમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. આજે રથયાત્રા દરમિયાન મેઘાવી માહોલ જોવા મળી શકે છે.

નાયબ મુખ્યમંત્રીએ શુભકામનાઓ પાઠવી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા અંગે જણાવ્યું હતું કે, રાજ્યમાં અનેક જિલ્લાઓમાં અમદાવાદ હોય, ભાવનગર હોય, આણંદ જિલ્લો હોય કે પછી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાલે ખૂબ જ ઉત્સાહપૂર્વક નીકળે તે માટેની વ્યવસ્થાઓ રાજ્યના વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. આપ સૌ લોકોને ભગવાન જગન્નાથજી રથયાત્રાની ખૂબ ખૂબ શુભકામનાઓ. રાજ્યના સૌ નાગરિકોને ભગવાન જગન્નાથજીના દર્શન સારી રીતે થઈ શકે તે માટેની પણ શુભકામનાઓ.

મંદિરને ભવ્ય શણગાર કરવામાં આવશે

ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને પગલે 5000 કિલો ફૂલોથી મંદિરનો શણગાર કરવામાં આવશે. ઓર્કિડ અને લીલી સહિત વિવિધ ફૂલોનો શણગાર કરાશે. ગલગોટા અને સૂર્યમુખીના ફૂલોથી પણ મંદિરને સુશોભવામાં આવશે. ત્યારે અશોકના પાન અને કામિનીથી વિશેષ સજાવટ કરવામાં આવશે. અશોકના પાન, કામિનીથી વિશેષ સજાવટ ભગવાનની કરવામાં આવશે.