Ahmedabad Train Time Table: અમદાવાદને બદલે 6 ટ્રેન સાબરમતીથી અને 3 ગાંધીનગર સ્ટેશનથી ઉપડશે, જુઓ નવું ટાઇમટેબલ

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Fri 08 Mar 2024 10:29 AM (IST)Updated: Fri 08 Mar 2024 10:42 AM (IST)
6-trains-will-depart-from-sabarmati-and-3-from-gandhinagar-station-instead-of-ahmedabad-see-new-timetable-295854

Ahmedabad Train Time Table: બુલેટ ટ્રેન અને સ્ટેશનના રિ-ડેવલપમેન્ટની કામગીરીને પગલે અમદાવાદ આવતી અને જતી કેટલીક ટ્રેનોને સાબરમતી અને ગાંધીનગર રેલવે સ્ટેશનથી દોડાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 6 ટ્રેનોને સાબરમતી સ્ટેશનથી અને 3 ટ્રેનોને ગાંધીનગર સ્ટેશન પરથી ઉપડશે. વેરાવળ એક્સપ્રેસ અને વેરાવળ સુપરફાસ્ટ એક્સપ્રેસને ગાંધીનગર સ્ટેશનથી ઉપાડવાનો નિર્ણય લેવાયો છે. આ ટ્રેનો ચાંદલોડિયા સ્ટેશન ખાતે ઉભી રખાશે.

આ ટ્રેનો અમદાવાદની બદલે સાબરમતી સ્ટેશનથી ઉપડશે

  • 7 એપ્રિલથી ટ્રેન નં 12957 નવી દિલ્હી સ્વર્ણ જયંતી રાજધાની એસ્પ્રેસ
  • 1 એપ્રિલથી ટ્રેન નં 19401 લખનઉ સાપ્તાહિક એસ્પ્રેસ
  • 28 માર્ચથી ટ્રેન નં 19407 વારાણસી સાપ્તાહિક એસ્પ્રેસ
  • 28 માર્ચથી ટ્રેન નં 19409 ગોરખપુર દ્વિ-સાપ્તાહિક એસ્પ્રેસ
  • 26 માર્ચથી ટ્રેન નં 20939 સુલ્તાનપુર સાપ્તાહિક એસ્પ્રેસ
  • 31 માર્ચથી ટ્રેન નં 19415 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા સાપ્તાહિક એસ્પ્રેસ

આ ટ્રેનો ગાંધીનગરથી ઉપડશે

  • 2 એપ્રિલથી ટ્રેન નં 22957 વેરાવળ સુપરફાસ્ટ એસ્પ્રેસ
  • 2 એપ્રિલથી ટ્રેન નં 19223 જમ્મુતવી એસ્પ્રેસ
  • 16 માર્ચથી ટ્રેન નં 19119 વેરાવળ એસ્પ્રેસ

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.