Vash Level 2 Box Office Collection Day 8: હોરર ફિલ્મો દર્શકોની પ્રિય બની રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં હોરર-કોમેડી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર પ્રભુત્વ મેળવ્યું છે. સ્ત્રી 2, મુંજ્યા, શૈતાન અને મા જેવી ફિલ્મોનો કોન્સેપ્ટ લોકોને ગમ્યો છે. હાલમાં બોક્સ ઓફિસ પર બીજી એક ફિલ્મ છે જે હાલમાં દર્શકોને થિએટરોમાં ખેંચી રહી છે - આ ફિલ્મ છે વશ લેવલ 2.
ગુજરાતી ભાષામાં બનેલી સુપરનેચરલ હોરર થ્રિલર ફિલ્મ વશ લેવલ 2 બોક્સ ઓફિસ પર પરમ સુંદરી સહિત ઘણી મોટી ફિલ્મોને સતત ટક્કર આપી રહી છે. રિલીઝના આઠમા દિવસે પણ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન ઘણું સારું રહ્યું. જાણો કમાણીના લેટેસ્ટ આંકડા
Vash Level 2 Box Office Collection
Sakanlik.com ના અહેવાલો અનુસાર વશ લેવલ 2 ફિલ્મે રિલીઝના સાતમા દિવસે 1 કરોડ રુપિયાની કમાણી કરી હતી. જેમાં ગુજરાતી ભાષામાં 45 લાખ અને હિન્દી ભાષામાં 55 લાખ રુપિયાનું કલેક્શન કર્યું હતું. આ સાથે ફિલ્મની અત્યાર સુધીની કુલ કમાણી 8.62 કરોડને પાર થઈ ગઈ છે. એટલે કે ફિલ્મે બજેટ જેટલી કમાણી કરી લીધી અને હવે નફા સાથે આગળ વધી રહી છે.
- પહેલો દિવસ - 1.3 કરોડ
- બીજો દિવસ - 90 લાખ
- ત્રીજો દિવસ - 90 લાખ
- ચોથો દિવસ - 1.7 કરોડ
- પાંચમો દિવસ - 2.2 કરોડ
- છઠ્ઠો દિવસ - 59 લાખ
- સાતમો દિવસ - 1 કરોડ