Vash Level 2 Box Office Collection Day 5: જાનકી બોડીવાલા, હિતુ કનોડિયા, મોનલ ગજ્જર અને હિતેન કુમાર સ્ટારર 'વશ લેવલ 2' હાલ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મને ગુજરાતી દર્શકો તરફથી સારો એવો પ્રતિસાદ મળ્યો છે. વિકએન્ડમાં ફિલ્મ બજેટ જેટલી કમાણી કરવા સુધી પહોંચી ગઈ છે. જાણો રિલીઝના પાંચમા દિવસે ફિલ્મે કેટલી કમાણી કરી…
વશ લેવલ 2 બોક્સ ઓફિસ કલેક્શન(Vash Level 2 Box Office Collection)
બોક્સ ઓફિસ પર હાલ વશ લેવલ 2નો આતંક છવાયેલો છે. ગુજરાતી અને હિન્દી ભાષામાં થઈને ફિલ્મે વિકએન્ડમાં સારી એવી કમાણી કરી લીધી છે. સેકનિલ્કના અહેવાલ અનુસાર ફિલ્મે રિલીઝના પાંચમા દિવસે કુલ 2.27 કરોડની કમાણી કરી લીધી છે. જે રિલીઝ થયા બાદની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી છે.
વશ લેવલ 2 ભાષા અનુસાર કમાણી
પાંચમા દિવસે ભાષા પ્રમાણે કમાણીની વાત કરીએ તો ગુજરાતી ભાષામાં 1.21 કરોડ અને હિન્દી ભાષામાં 1.06 કરોડની કમાણી કરી છે. ફિલ્મની ગુજરાતી ભાષામાં કુલ કમાણીની વાત કરીએ તો 3.96 કરોડ છે જ્યારે હિન્દી ભાષામાં 3.11 કરોડની કુલ કમાણી કરી છે. આ જોતા એ સ્પષ્ટ છે કે ફિલ્મને ગુજરાતી ભાષામાં તો સારો એવો રિસ્પોન્સ મળ્યો છે પરંતુ હિન્દી ભાષામાં દર્શકોને થિએટરો સુધી લાવવામાં એટલી સફળ રહી નથી.
ફિલ્મનું કુલ બજેટ 8 કરોડની આસપાસ હતું. ફિલ્મે કુલ કલેક્શન મામલે 7 કરોડના આંકડાને ક્રોસ કરી લીધો છે. એટલે કે ફિલ્મે બજેટ જેટલી કમાણી કરી લેશે. આ સાથે જોવાનું છે કે આ ફિલ્મ અગાઉ રિલીઝ થયેલી ગુજરતી ફિલ્મોને કમાણી મામલે ટક્કર આપી શકે છે કે કેમ.