Upcoming Web Series & OTT Movies in July 2025: જુલાઈ મહિનો ફિલ્મ અને વેબ સિરીઝ ચાહકો માટે મનોરંજનનો સંપૂર્ણ ડોઝ લઈને આવી રહ્યો છે. નેટફ્લિક્સ, પ્રાઇમ વીડિયો, સોની લિવ સહિતના મોટા OTT પ્લેટફોર્મ પર ઘણી નવી સિરીઝ અને ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. સાથે જ થિયેટરોમાં પણ કેટલાક મોટા સ્ટાર્સની ફિલ્મો રિલીઝ થવા માટે તૈયાર છે.
આ જુલાઈમાં કુલ 17 નવી ફિલ્મો અને વેબ સિરીઝ દર્શકો માટે મનોરંજનનો ભરપૂર ડોઝ લઈને આવી રહી છે. એટલે કે, ફિલ્મ પ્રેમીઓ માટે ઓપ્શનની કોઈ કમી નહીં રહે.
જો તમે ચોમાસામાં ઘેર બેઠા આનંદ લેવાનો વિચાર કરી રહ્યા છો, તો આ OTT રિલીઝ તમારા મનોરંજનની સાથે રજાઓને યાદગાર બનાવી દેશે. બીજી તરફ, થિયેટર લવર્સ માટે પણ અનેક મોટા રિલીઝ આવી રહી છે, જેને લઇને એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ચૂકી છે.
આ ફિલ્મો થિયેટરોમાં ધમાલ મચાવશે
4 જુલાઈ
- અનુરાગ બાસુ દિગ્દર્શિત ફિલ્મ 'મેટ્રો ઇન દિનો' રિલીઝ થશે, જેમાં સારા અલી ખાન અને આદિત્ય રોય કપૂર મુખ્ય ભૂમિકામાં છે.
- આ સાથે જ '3 BHK' પણ થિયેટરોમાં ધમાલ કરવા આવી રહી છે, જેમાં સિદ્ધાર્થ અને આર. શરતકુમાર મુખ્ય ભૂમિકામાં છે.
11 જુલાઈ
- આ દિવસે હોલિવૂડ સુપરહીરો ફિલ્મ સુપરમેન (Superman) ભારતમાં રિલીઝ થશે, જેને જેમ્સ ગન દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે. આ ફિલ્મ અંગે દર્શકોમાં ભારે ઉત્સાહ છે.
18 જુલાઈ
- સોનાક્ષી સિન્હા ફિલ્મ 'નિકિતા રોય' રિલીઝ થશે, જેનું દિગ્દર્શન તેના ભાઈ કુશ સિન્હાએ કર્યું છે.
- આ સાથે જ ફિલ્મ 'સૈયારા' પણ આવી રહી છે, જેના દ્વારા અહાન પાંડે (અનન્યા પાંડેના પિતરાઈ ભાઈ) બોલિવૂડમાં ડેબ્યૂ કરશે.
- તે જ દિવસે અનુપમ ખેરની ફિલ્મ 'તનવી ધ ગ્રેટ' પણ રિલીઝ થવા જઈ રહી છે.
24 જુલાઈ
- દક્ષિણના સુપરસ્ટાર અને આંધ્ર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણની એક્શન ફિલ્મ 'હરિ હરા વીરા મલ્લુ' રિલીઝ થશે.
25 જુલાઈ
- અજય દેવગન પોતાની હિટ ફિલ્મની સિક્વલ 'સન ઓફ સરદાર 2' લઈને આવી રહ્યો છે.
- તે જ દિવસે સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ્નવી કપૂરની રોમેન્ટિક ફિલ્મ 'પરમ સુંદરી' પણ થિયેટરમાં રિલીઝ થશે.
જુલાઈમાં OTT પર ક્યારે, ક્યાં અને શું રિલીઝ થશે? જાણો સંપૂર્ણ લિસ્ટ
2 જુલાઈ
- 'હેડ્સ ઓફ સ્ટેટ' (પ્રાઇમ વીડિયો): પ્રિયંકા ચોપરા જોનાસ, જોન સીના, ઇદ્રીસ એલ્બા, જેક ક્વેઇડ અને પેડી કોન્સિડાઇનની એક્શન થ્રિલર ફિલ્મ.
- 'ધ ઓલ્ડ ગાર્ડ 2' (નેટફ્લિક્સ): એક અમેરિકન સુપરહીરો ફિલ્મ, જે ચરલીઝ થેરોનની હિટ ફિલ્મનું સિક્વલ છે.
3 જુલાઈ
- 'બિચ x રિચ: સિઝન 2' (નેટફ્લિક્સ): લી યૂન-સેમ, યેરી, કિમ મિન-ક્યુ અને લી જોંગ-હ્યુકની પોપ્યુલર કોરીયન સિરીઝ.
4 જુલાઈ
- 'કાલીધર લાપતા' (ઝી5): અભિષેક બચ્ચનની મિસ્ટ્રી ડ્રામા ફિલ્મ.
- 'ધ હન્ટ: ધ રાજીવ ગાંધી એસેસિનેશન કેસ' (સોની લિવ): રાજીવ ગાંધી એસેસિનેશન કેસ પર આધારિત થ્રિલર વેબ સિરીઝ.
9 જુલાઈ
- 'મેડ મેક્સ: ફ્યુરી રોડ' (નેટફ્લિક્સ): ટોમ હાર્ડી, ચાર્લીઝ થેરોન અને નિકોલસ હોલ્ટની એક્શન ક્લાસિક ફિલ્મ.
11 જુલાઈ
- 'સ્પેશિયલ ઓપ્સ સીઝન 2' (જિયોહોટસ્ટાર): કેકે મેનન અભિનિત સ્પાય થ્રિલર સિરીઝનો બીજો ભાગ.
- 'આપ જૈસા કોઈ' (નેટફ્લિક્સ): ફાતિમા સના શેખ અને આર માધવનની રોમેન્ટિક કોમેડી ફિલ્મ.