Cotton With MSP: કેન્દ્ર સરકાર(Central Government)એ કપાસ ઉત્પાદક ખેડૂતો પાસેથી લઘુતમ સમર્થન મૂલ્ય (MSP)પર કપાસ(cotton)ની ખરીદીની તૈયારી કરી લીધી છે. આગામી મહિનાથી MSP પર કપાસની ખરીદી શરૂ થઈ રહી છે. સરકારે કોઈ જ અવરોધ વગર કપાસની ખરીદી કરવા માટે આ ખરીદીની સિઝનમાં રેકોર્ડ ખરીદી કેન્દ્ર(procurement centers) ખોલ્યા છે. સરકારે રજિસ્ટ્રેશન અને સ્લોટ બુકિંગને સરળ બનાવવા માટે ડિજિટલ પ્લેટફોર્મની સુવિધા આપી છે.
સરકારે કપાસ ખરીદી માટે કેટલા ખરીદ કેન્દ્રો ખોલ્યા?
કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે ખરીફ સિઝન 2025-26 માટે MSP પર કપાસની ખરીદી માટેની તૈયારીની સમીક્ષા કરી. આજે કાપડ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ બેઠકનો ઉદ્દેશ્ય આગામી ખરીફ માર્કેટિંગ સિઝન 2025-26 દરમિયાન કપાસની MSP ખરીદી કામગીરી માટેની તૈયારીઓનું મૂલ્યાંકન કરવાનો હતો.
બેઠકમાં ગિરિરાજ સિંહે કપાસના ખેડૂતોના કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો અને ખાતરી આપી કે MSP માર્ગદર્શિકા હેઠળ આવતા તમામ કપાસની ખરીદી કોઈપણ વિક્ષેપ વિના કરવામાં આવશે. ઉપરાંત, સમયસર, પારદર્શક અને ખેડૂત-કેન્દ્રિત સેવા વિતરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. MSP પર કપાસની ખરીદી માટે, સરકારે ચાલુ ખરીફ માર્કેટિંગ સિઝનમાં રેકોર્ડ 550 કપાસ ખરીદી કેન્દ્રો ખોલ્યા છે. ગયા સિઝનમાં આ ખરીદી કેન્દ્રોની સંખ્યા 508 હતી.
કપાસની સરકારી ખરીદી ક્યારે શરૂ થાય છે?
કેન્દ્રીય નોડલ એજન્સી કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCI) કપાસની ખરીદી ત્યારે કરે છે જ્યારે કપાસનો બજાર ભાવ MSPથી નીચે જાય છે. આ વર્ષે કપાસની સરકારી ખરીદી આવતા મહિનાથી શરૂ થવાનું છે. વર્ષ 2025માં MSP હેઠળ કપાસની ખરીદી ઉત્તરીય રાજ્યોમાં 1લી ઓક્ટોબર, મધ્ય રાજ્યોમાં 15મી ઓક્ટોબર અને દક્ષિણ રાજ્યોમાં 21 ઓક્ટોબરથી શરૂ થશે.
CCIએ ગત કપાસ સીઝન 2024-25 દરમિયાન MSP પર 100.16 લાખ ગાંસડી કપાસની ખરીદી કરી હતી, જે કુલ અંદાજિત 294.25 લાખ ગાંસડી કપાસ ઉત્પાદનના 34.04 ટકા હતી. MSP પર કપાસની સરકારી ખરીદીથી 20.77 લાખ કપાસ ખેડૂતોને ફાયદો થયો અને તેમને 37,436.73 કરોડ રૂપિયા ચૂકવવામાં