TMKOC: તાજેતરમાં જ સોની સબ ટીવી પર આવતી લોકપ્રિય કોમેડી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) 17 વર્ષ પુરા કરીને 18માં વર્ષમાં પ્રવેશ કર્યો. સીરિયલની અપાર સફળતાની ખુશીમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સિરીયલમાં હાલમાં કામ કરી રહેલા તમામ કલાકારો અને તેમના પરિવારજનો પણ સામેલ થયા હતા. TMKOCમાં 'બાઘા'નું પાત્ર ભજવતા કલાકાર તન્મય વેકરિયાએ સીરિયલના 17 વર્ષ પુરા થવા પર એક મોટું નિવેદન આપ્યું છે.
હકીકતમાં તન્મય વેકરિયા અકા બાઘાને એક પત્રકારે પૂછ્યું હતું કે, તારક મહેતાના જૂના એપિસોડ ફેન્સને વદારે પસંદ પડી રહ્યા છે. ફેન્સને એવું લાગે છે કે, સીરિયલના જૂના એપિસોડ મનોરંજનથી ભરપુર હતા. જો કે અત્યારે સીરિયલમાં અનેક ફેરફારો થવાના કારણે તેનો ચાર્મ ઘટી ગયો છે.
આ પણ વાંચો
આ પ્રશ્નનો જવાબ આપતા તન્મય વેકરિયાએ જણાવ્યું કે, હું આ વાત સાથે સહેજ પણ સહમત નથી. જ્યારે હું કોઈ શૉ સાથે સંકળાવું, ત્યારે દરેક ભૂમિકા સાથે સંકળાવ છું.હું દરેક સ્ટોરી અને એપિસોડમાં ઈમોશનલી ઈન્વોલ્વ હોવ છું.એક પ્રેક્ષક તરીકે હું હાલના એપિસોડને પણ એટલો જ પસંદ કરીશ, જે રીતે હું જૂના એપિસોડને જોતો હતો.
એક પ્રેક્ષક તરીકે પણ હું એવી જ રીતે જોઈશ. કદાચ લોકોને લાગતું હશે કે, જૂના એપિસોડ્સ સારા હતા અને હવે આવી રહેલા એપિસોડ સારા નથી, પરંતુ હું એવું નથી વિચારતો.
આ સાથે જ તન્મય વેકરિયાએ એ વાતનો પણ સ્વીકાર કર્યો છે કે, સમય જતાં સ્થિતિ અને પેઢી બન્ને બદલાઈ ગયા છે. હવે જનરેશન બદલાઈ ગઈ છે. આથી કદાચ લોકોને એવું લાગતું હશે કે, જૂના એપિસોડ્સ વધારે સારા હતા. જ્યારે અત્યારે આવી રહેલા એપિસોડ્સમાં દમ નથી રહ્યો અને પહેલાની જેમ હસાવતા નથી, પરંતુ હું એવું નથી વિચારતો.
ક્યારેક અમને લાગે કે કોઈ પંચ કામ કરશે, પરંતુ આમ નથી થતુ તો કઈ વાંધો નહીં. ખાસ વાત એ છે કે, લોકોનો શૉ પ્રત્યે પ્રેમ આજે પણ એટલો જ છે, જેટલો 17 વર્ષ પહેલા હતો. અમે આજે પણ લોકોને હસાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ સીરિયલનો ભાગ બનીને મને પણ ખૂબ જ સારું લાગે છે.
