Rajkot: મિલ્કત વિવાદમાં ક્રિસ્ટીના અમૃતિયાને મળ્યો પાટીદાર અગ્રણીઓનો સાથ, કહ્યું- 'માતા-દીકરીને હેરાન ના કરીને ન્યાય આપવો જોઈએ'

એકતરફ ભાજપ નેતાઓ 'બેટી બચાવો'ની વાત કરે છે, બીજી તરફ પોતાના જ પરિવારની દીકરી અને વહુને વગોવવામાં આવે છે, જે ખોટું છે: જીગીશા પટેલ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 05 Aug 2025 05:24 PM (IST)Updated: Tue, 05 Aug 2025 05:24 PM (IST)
rajkot-news-patidar-leaders-support-to-kristina-patel-amrutiya-family-over-property-dispute
HIGHLIGHTS
  • મનોજ પનારા અને જીગીશા પટેલ માતા-પુત્રીને મળવા પહોંચ્યા
  • ક્રિસ્ટીનાના તમામ આક્ષેપોને કાકા અને ભાઈએ પાયાવિહોણા ગણાવ્યા

Rajkot: મૂળ રાજકોટના અને હાલ મુંબઈ રહેતા ડિજિટલ ક્રિએટર ક્રિસ્ટીના અમૃતિયાએ ફેસબુક પર વીડિયો અપલોડ કરી પોતાના કૌટુંબિક કાકા અને ભાઈ સહિતના લોકો પર મિલ્કત વિવાદ અને હેરાનગતિના ગંભીર આક્ષેપો કર્યા હતા. આ મામલામાં રાજકોટ શહેર પોલીસ પાસે ન્યાય આપવાની માગણી પણ કરી હતી. હવે આ વિવાદમાં પાટીદાર સમાજના અગ્રણીઓ મેદાને આવ્યા છે, જેમણે માતા-પુત્રીને ન્યાય આપવાની વાત કરી છે.

ક્રિસ્ટીનાના આક્ષેપો બાદ તેમના કૌટુંબિક કાકા અને ભાઈએ મીડિયા સમક્ષ આવીને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો અને તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે આ મામલાને અંગત વિવાદ ગણાવીને જરૂરી પુરાવા પણ રજૂ કર્યા હતા.

જે બાદ ક્રિસ્ટીનાએ ફરીથી મીડિયા સમક્ષ જણાવ્યું કે, તેના પિતા સાથે તેનો સતત સંપર્ક હતો અને તેની પાસે પિતા દ્વારા તેના માટે કરાયેલી તમામ વ્યવસ્થાના પુરાવા છે. અમને પૈસાની લાલચ નથી. હું જ મારા પિતાની કાયદેસરની વારસદાર છું.

આ સંવેદનશીલ મામલામાં પાટીદાર સમાજના આગેવાનો મનોજ પનારા અને જીગીશા પટેલ દ્વારા ક્રિસ્ટીના અને તેની માતા અંજુ અમૃતિયાની મુલાકાત લેવામાં આવી હતી.

જીગીશા પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ક્રિસ્ટીના પાટીદાર સમાજની દીકરી છે, તેથી અમે તેને મળવા આવ્યા છીએ. માતા-પુત્રીને ન્યાય મળવો જ જોઈએ. એક તરફ ભાજપના નેતાઓ 'બેટી બચાવો'ની વાત કરે છે અને બીજી તરફ પોતાના જ પરિવારની દીકરી અને વહુને વગોવવામાં આવે છે, જે ખોટું છે. તેમની સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર થવો જોઈએ.

naidunia_image

મનોજ પનારાએ પણ આ મામલે પોતાનો મત રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે, માતા અને દીકરી એકલા રહે છે, તેમને હેરાન કરવા ન જોઈએ. ભલે તેઓ અલગ રહેતા હોય, પણ તેઓ પરિવારનો જ હિસ્સો છે. સમાજના પાંચ આગેવાનોએ આગળ આવીને આ આંતરિક મામલાનો ઉકેલ લાવવો જોઈએ.

તેમણે રાજકોટ શહેર પોલીસને પણ અપીલ કરી છે કે, આ પરિવારની ફરિયાદ લેવામાં આવે. આ મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલાય તે દિશામાં પ્રયાસો કરવા માટે તેમણે સમાજના અન્ય આગેવાનોને પણ અપીલ કરી છે.