TMKOC: તારક મહેતા છોડ્યા બાદ પણ જૂની સોનુને નથી ભુલ્યા લોકો, પીળા સુટમાં પલક સિંધવાનીનો દેશી લુક વાઈરલ

તારક મહેતાની જૂની સોનુ એટલે કે પલક સિંધવાનીનો દેશી લુક વાઈરલ થયો છે. જ્યાં તે પીળા સૂટમાં અદ્ભુત દેખાતી હતી. સૂટમાં સિમ્પલ લુક તેની સુંદરતામાં કરી રહ્યો હતો.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Fri 05 Sep 2025 01:34 PM (IST)Updated: Fri 05 Sep 2025 01:35 PM (IST)
taarak-mehta-ka-ooltah-chashmah-palak-sindhwani-stuns-in-mustard-farshi-salwar-set-597812

Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક એવો શો છે જે વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. ભલે તેના સ્ટાર્સ શો છોડી દે પણ તેઓ ચાહકોના પ્રિય રહે છે. હવે દયાબેન હોય કે સોનુ દરેકને વર્ષો પછી પણ લોકોનો પ્રેમ મળે છે. એટલા માટે જ પાંચ વર્ષ સુધી શોમાં સોનુનું પાત્ર ભજવનાર પલક સિંધવાની આજે પણ ચાહકોના દિલ પર રાજ કરે છે.

પલક સિંધવાનીનો દેશી લુક

હાલમાં જ 'આત્મારામ ભીડે' અને 'માધવી ભીડે'ની પુત્રીનું પાત્ર ભજવનાર પલકનો દેશી લુક વાઈરલ થયો છે. જ્યાં તે પીળા સૂટમાં અદ્ભુત દેખાતી હતી. સૂટમાં તેનો સિમ્પલ લુક તેની સુંદરતામાં વધારો કરી રહ્યો હતો.

પલક સિંધવાનીએ પહેરલો કૂર્તો મૂળ ચંદેરી ફેબ્રિકથી બનેલો છે. તેને એક સરળ ગોળ નેકલાઇન આપવામાં આવી છે અને સિક્વિન સ્ટાર્સ અને નાના મોતીથી હાથથી બનાવેલ છે. ફ્લોરલ પેટર્ન સાથે વેલા જેવી ડિઝાઇન ખૂબ જ સુંદર દેખાતી હતી, જે કુર્તાની સ્લીવ્ઝ અને બોર્ડર પર પણ રાખવામાં આવી હતી.

તેના લુકને પૂર્ણ કરવા માટે તેણે સફેદ મોતીની બુટ્ટીઓ પહેરી હતી. તેના પર સ્ટોન્સ પણ જડેલા છે, જે તેના સૂટના રંગ સાથે મેચિંગ હતા. તેણે કપાળ પર બિંદી લગાવીને તેણે તેના દેશી લુકને વધુ સુંદર બનાવ્યો હતો.