Taarak Mehta Ka Ooltah Chashmah New Family: લોકપ્રિય ટેલિવિઝન શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 17 વર્ષથી તેના ચાહકોનું સતત મનોરંજન કરી રહ્યો છે. આ શો ગોકુલધામ સોસાયટીમાં વસતા પરિવારોની વાર્તાઓ રજૂ કરે છે. વર્ષોથી ગણ્યાગાંઠ્યા પરિવારો જ શોનો હિસ્સો રહ્યા હતા, પરંતુ હવે 17 વર્ષમાં પહેલીવાર ગોકુલધામ સોસાયટીમાં એક નવો પરિવાર કાયમ માટે રહેવા આવ્યો છે. શોના નિર્માતા આસિત મોદીએ પોતે આ નવા રાજસ્થાની પરિવારનો પરિચય કરાવ્યો છે. જાણો કોણ છે.
ગોકુલધામ સોસાયટીમાં નવા પરિવારની એન્ટ્રી
ગોકુલધામ સોસાયટીમાં ગુજરાતી, પંજાબી અને મરાઠી પરિવારોની સાથે હવે એક રાજસ્થાની પરિવાર પણ જોડાશે. નવા પરિવાર પારંપરિક રીતે ઊંટો પર સવાર થઈને રાજસ્થાની પોશાકમાં એન્ટ્રી કરી હતી. શોના નિર્માતા અસિત કુમાર મોદી પણ આ એપિસોડમાં જોવા મળ્યા અને રૂપા રતનના પરિવારને સોસાયટીના સભ્યો સાથે પરિચય કરાવ્યો હતો.
મૂળ ગુજરાતી કપલ
નવા પરિવારમાં ચાર સભ્યો છે. પતિ-પત્ની અને તેમના બે બાળકો. દીકરીનું નામ બંસરી છે, જે સ્માર્ટ, સમજદાર અને નટખટ છે. જેનું અસલી નામ માહી ભાદ્રા છે. દીકરાનું નામ વીર છે. જેનું સાચું નામ અક્ષન સેહરાવત છે. પિતાનું નામ રત્ન સિંહ ચતુર સિંહ બિન્જોલાનું પાત્ર ગુજરાતી અભિનેતા કુલદીપ ગોર ભજવશે. જેઓ એક વેપારી છે અને સાડીની દુકાન ચલાવે છે. માતાનું નામ રૂપવતી છે એટલે કે રુપા છે. તે પોતે પણ એક ગુજરાતી અભિનેત્રી છે અને તેનું અસલી નામ ધરતી ભટ્ટ છે. જે શોમાં સેલ્ફી ક્વીન અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તરીકે જાણીતી છે.
અસિત મોદીએ ખુશી વ્યક્ત કરી
પોતાની ખુશી વ્યક્ત કરતા અસિત મોદીએ જણાવ્યું કે આટલા વર્ષોમાં અમારા દર્શકોએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના દરેક પાત્રને ખૂબ પ્રેમ આપ્યો છે. સમય જતાં ગોકુલધામ પરિવારમાં ઘણા નવા સભ્યો જોડાયા છે અને બધાને દર્શકોએ દિલથી પ્રેમ આપ્યો છે. તેમણે ઉમેર્યું કે આ ભૂમિકા માટે ઘણા કલાકારોએ ઓડિશન આપ્યું હતું અને ટીમે આ કલાકારોને તેમની પ્રમાણિકતા અને એક પારિવારિક ડેઈલી કોમેડી શોની ઊંડી સમજ માટે પસંદ કર્યા છે. અસિત મોદીને વિશ્વાસ છે કે, જેઠાલાલ, ભીડે, માધવી, બબીતા જી, અબ્દુલ અને અન્ય તમામ પાત્રોની જેમ આ પરિવાર પણ ટૂંક સમયમાં દર્શકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવી લેશે.