Ambani Family Lal Baug: હાલ દેશભરમાં ગણપતિ બાપ્પા મૌર્યાના જયકારા સાંભળવા મળે છે . પરંતુ જો ગણેશ ઉત્સવનો સૌથી વધુ ક્રેઝ જોવા મળે છે, તો તે છે મહારાષ્ટ્… કારણ કે ગણપતિ બાપ્પાને ઘરે લાવવાની અને તેમને 10 દિવસ સુધી રાખવાની પરંપરા ત્યાંથી શરૂ થઈ હતી. મહારાષ્ટ્રમાં લગભગ દરેક જગ્યાએ શ્રીજી મહારાજની મૂર્તિ રાખવામાં આવે છે. પરંતુ જો કોઈ એવી જગ્યા છે જ્યાં દર્શન માટે સૌથી લાંબી કતાર જોવા મળે છે, તો તે લાલબાગ ચા રાજા…. જ્યાં સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટી અને મોટા ઉદ્યોગપતિઓ તેમના દર્શન માટે જાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મુકેશ અંબાણી તેમના પત્ની નીતા અંબાણી સાથે દર્શન માટે પહોંચ્યા હતા.
આ પ્રસંગે નીતા અંબાણીના માતા અને બહેન પણ તેમની સાથે જોવા મળ્યા. લાલબાગ ચા રાજાના દર્શન દરમિયાન પાવર કપલ મુકેશ અને નીતા અંબાણી દ્વારા વિતાવેલા એક સુંદર ક્ષણનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં મુકેશ અંબાણી તેમની પત્નીના કપાળ પર તિલક લગાવતા જોવા મળે છે.
પાવરફુલ કપલનું અદ્ભુત બોન્ડિંગ
બંનેએ કડક સુરક્ષા અને ભક્તોની ભારે ભીડ વચ્ચે બાપ્પાના આશીર્વાદ લીધા. નીતા અંબાણીની માતા પૂર્ણિમા દલાલ પણ સાથે હતાં. આ દરમિાન મુકેશ અંબાણી ગણપતિ બાપ્પાના પગથી કંકુ લઈ નીતા અંબાણીના કપાળ પર લગાવતા જોવા મળે છે. જે વિ઼ડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વિડિયો જોઈને યુઝર્સ મુકેશ અંબાણીના વખાણ કરી રહ્યા છે કે આ ઉંમરે પણ પત્ની માટે પ્રેમ મુકેશ અંબાણીના વર્તનમાં દેખાય છે અને જેટલા સ્નેહથી મુકેશ અંબાણી નીતા અંબાણીને તિલક લગાવી રહ્યા હોય છે કે તે જોઈને આજુ બાજુ ઉભેલા લોકો પણ એક પળ માટે આ ક્ષણને માણતા જોવા મળે છે.
નીતા-મુકેશે બાપ્પાના દર્શન કરી આરતી પણ ઉતારી
નીતા અંબાણી ઓરેન્જ અને ગ્રીન કલરના કોમ્બિનેશનવાળા અનારકલી સૂટ પહેર્યો હતો. વિડિયો અને તસીવરોમાં જોવા મળે છે કે નીતાનો કુર્તો એકદમ પ્લેન હતો. નીતાએ સૂટની સાથે ઓરેન્જ કલરનો પ્રિન્ટેડડ દુપટ્ટો પહેર્યો હતો. તેમના દુપટ્ટા પર લાલ અને લીલા રંગની બોર્ડર હતી. તેમણે પોતાના લુકને પન્નાથી જડાયેલા એક સ્ટાઈલિશ નેકલેસ, મેચિંગ ઈયરરિંગ્સ, બંગડીઓ અને ગ્લોઈંગ મેકઅપની સાથે કમ્પ્લીટ કર્યો હતો. તો મુકેશ અંબાણીની વાત કરીએ તો તેઓ લાઈટર કલરના કુર્તા-પાયજામામાં જોવા મળ્યા હતા, જેની સાથે તેમણે પર્પલ કલરનું નેહરુ જેકેટ પહેર્યું હતું.