Nawazuddin Siddiqui Wife Aaliya: નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયાએ પત્ર લખીને માગી માફી, કહ્યું- કેસ પાછો ખેંચી રહી છું

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Mon, 08 May 2023 01:23 PM (IST)Updated: Mon, 08 May 2023 04:12 PM (IST)
nawazuddin-siddiqui-wife-aaliya-siddiqui-writes-a-letter-asking-for-forgiveness-saying-i-am-withdrawing-the-case

Nawazuddin Siddiqui Wife Aaliya Siddiqui: બોલિવૂડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) છેલ્લા લાંબા સમયથી પોતાની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં છે. છેલ્લા ઘણા દિવસથી તેણી એક્સ વાઇફ આલિયા સાથેનો ઝગડો ચર્ચાનો કેન્દ્ર બન્યો છે. હવે, આલિયા (Aaliya Siddiqui)એ એક સોશિયલ મીડિયા પોસ્ટ કરીને નવાઝુદ્દીન સિદ્દીકીની માફી માગી છે તેમજ કેસ પાછો ખેંચવાની વાત પણ કરી છે.

આલિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે, 'હેલો નવાઝ….. નવાઝ આ પત્ર તારી માટે છે, મેં ઘણી જગ્યાએ સાંભળ્યું અને વાંચ્યું છે કે જીવન આગળ વધવાનું નામ છે. અમારી વચ્ચે જે કંઈ પણ બન્યું છેલ્લા કેટલાક મહિનાઓમાં, હું તે બધી વસ્તુઓને ભૂલાવીને મારા ઈશ્વરમાં આસ્થા રાખીને તેમની પ્રેરણાથી મારી ભૂલોની માફી માગતા, તમારી ભૂલોને માફ કરીને આગળ વધીને ભવિષ્યને વધુ સારો આકાર આપવાનો પ્રયત્ન કરીશ. ભૂતકાળમાં ફસાઈને રહી જવું કોઈ પણ ચક્રવ્યૂહમાં ફસાઈ જવાથી ઓછું નથી. તેથી આ ભૂતકાળને પાછળ છોડીને આવી ભૂલો ફરીથી પુનરાવર્તન નહીં કરવાના વચન સાથે આપણે બાળકોના ભવિષ્યને સારૂં બનાવવાની પ્રતિજ્ઞા લઈએ છીએ.' જો કે, આલિયાએ આ પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પરથી ડિલીટ કરી દીધી હતી.

આ સાથે જ આલિયાએ નવાઝુદ્દીન સિદ્દીકી અને તેના પરિવાર સામે કરેલા કેસ પરત લેવાની વાત કરી છે. આલિયાએ કહ્યું કે, તેણે કોઈ આર્થિક મદદ નથી જોઈતી અને ન કે તેની આશા રાખે છે. તેણીએ કહ્યું હતું કે, તેઓ સારા પતિ-પત્ની ન બની શકયા. પરંતુ આશા કે તેઓ સારા માતા-પિતા બની શકશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.